ચહલને લોલીપોપ, પુજારા-રહાણેનું કરિયર ખતમ! ટીમ સિલેક્શન પર ભજ્જીની તીખી પ્રતિક્રિયા

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની પસંદગી કરવામાં આવ્યા બાદ પૂર્વ સ્ટાર ક્રિકેટર હરભજન સિંહે ટીમ સિલેક્શનને લઈ તીખી પ્રતિક્રિયા આપી છે. હરભજને ટેસ્ટના સ્ટાર ખેલાડીઓની કારકિર્દી અને યુવા ખેલાડીઓની પસંદગીને લઈ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ચહલને લોલીપોપ, પુજારા-રહાણેનું કરિયર ખતમ! ટીમ સિલેક્શન પર ભજ્જીની તીખી પ્રતિક્રિયા
Chahal & Harbhajan
| Updated on: Dec 02, 2023 | 8:17 AM

BCCIએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી જેમાં કેટલાક ખેલાડીઓના પસંદગીએ બધાને ચોંકાવ્યા હતા, તો બીજી તરફ અમુક સિનિયર ખેલાડીઓના નામ ન હોવાથી તેમની કારકિર્દી પર હવે પ્રશ્નાર્થ લાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ટીમની જાહેરાત કરવામાં આવ્યા બાદ હરભજન સિંહે પ્રતિક્રિયા આપી હતી.

હરભજન સિંહની તીખી પ્રતિક્રિયા

પૂર્વ સ્ટાર ભારતીય સ્પિનર હરભજન સિંહે આફ્રિકા પ્રવાસ માટે સિલેકટ થયેલ ભારતીય ટીમ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. હરભજન સિંહે પોતાની ઓફિશિયલ યુ ટ્યુબ ચેનલ ‘હરભજન ટર્બનેટર સિંઘ’ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ચહલ, રહાણે, પુજારા, સંજુ સેમસન સહિતના ખેલાડીઓ વિશે પણ વાતચીત કરી હતી, સાથે જ ટીમમાં યુવા ખેલાડીઓની પસંદગી અને સિનિયરોની અવગણના અંગે પર પોતાનો મત રાખ્યો હતો.

ટેસ્ટ ટીમમાં ખેલાડીઓના સિલેક્શનથી ભજ્જી ખુશ

હરભજન સિંહે પોતાના વીડિયોમાં શરૂઆતમાં ત્રણેય ફોર્મેટની ટીમમાં સિલેકટ થયેલ ખેલાડીઓના નામ જણાવ્યા હતા, બાદમાં સૌથી પહેલા ટેસ્ટ ટીમ અંગે અભિપ્રાય આપ્યો હતો. હરભજન ટેસ્ટ ટીમમાં ખેલાડીઓના સિલેક્શનથી ખુશ જોવા મળ્યો હતો. ખાસ કરીને સિનિયર ખેલાડીઓ વિરાટ, રોહિત અને અશ્વિનની પસંદગી પર તેણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

પુજારા-રહાણે-ઉમેશ યાદવનું કરિયર ખતમ!

હરભજને ટેસ્ટમાં લાંબા સમયથી રમતા ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને ઉમેશ યાદવની પસંદગી ન થવાને લઈ તીખી પ્રતિક્રિયા આપી હતી. હરભજને ટીમમાં આ ત્રણ ખેલાડીઓને ન લેવા પર સવાલ કર્યા હતા, સાથે જ ત્રણેય ખેલાડીઓને એક સંકેત BCCI તરફથી મળી ગયો છે, એમ પણ કહ્યું હતું. અહીં હરભજનનો ઈશારો પુજારા, રહાણે અને ઉમેશ યાદવની કારકિર્દી તરફ હતો. હરભજનના મતે હવે આ ત્રણેયનું ટીમમાં ફરી સિલેક્શન થવું મુશ્કેલ રહેશે.

યુઝવેન્દ્ર ચહલને લોલીપોપ!

હરભજન સિંહે વનડે ટીમમાં યુઝવેન્દ્ર ચહલના સિલેક્શનને લઈને ખુશી વ્યક્ત કરતાની સાથે કટાક્ષ પણ કર્યો હતો. હરભજનના મતે ચહલને વનડે ટીમમાં પસંદ કરી તેને લોલીપોપ આપવામાં આવી છે. ચહલ T20નો સૌથી સફળ બોલર છે છતાં પહેલા વર્લ્ડ કપ અને હવે આફ્રિકા સીરિઝમાં તેની અવગણના કરવામાં આવી છે. વનડે વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ અને આગામી સમયમાં T20 વર્લ્ડ કપ આવી રહ્યો છે એવામાં T20માં અવગણના અને વનડે ટીમમાં ચહલની પસંદગી અંગે હરભજને સવાલ ઊઠવ્યા હતા.

સંજુ સેમસન-જીતેશ શર્મા અંગે ભજ્જીની પ્રતિક્રિયા

હરભજન સિંહે વનડેમાં સંજુ સેમસના અને T20માં જીતેશ શર્માના સિલેક્શનને લઈ ખુશી વ્યક્ત કરી હતી. સંજુની સતત અવગણના બાદ તેને વનડે ટીમમાં સ્થાન મળતા ભજ્જી ખુશ છે. સાથે જ વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્માની પસંદગીને હરભજને યોગ્ય ગણાવી હતી. જીતેશ શર્માની પ્રતિભાના હરભજને વખાણ કર્યા હતા.

આ પણ વાંચો: IND vs AUS મેચમાં થયો મોટો અકસ્માત, ભારતીય ખેલાડીને કારણે ફેલાઈ ગભરાટ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો