બ્રેકિંગ ન્યૂઝ : અર્બનરાઇઝર્સ સામે ટાઈગર્સ રહ્યા ફેઈલ, હૈદરાબાદે 75 રનથી જીતી પ્રથમ ક્વોલિફાયર

સુપરના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં આજે 5 ડિસેમ્બરના રોજ અર્બનરાઇઝર્સ હૈદરાબાદ vs મણિપાલ ટાઇગર્સ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. અર્બનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટના નુકશાન સાથે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે મણિપાલ ટાઈગર્સની ટીમ 178 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. અર્બનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ ક્વોલિફાયરમાં 75 રનથી જીત મેળવી છે.

બ્રેકિંગ ન્યૂઝ : અર્બનરાઇઝર્સ સામે ટાઈગર્સ રહ્યા ફેઈલ, હૈદરાબાદે 75 રનથી જીતી પ્રથમ ક્વોલિફાયર
legends league cricket 2023
| Updated on: Dec 05, 2023 | 10:55 PM

સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં આજે 5 ડિસેમ્બરના રોજ અર્બનરાઇઝર્સ હૈદરાબાદ vs મણિપાલ ટાઇગર્સ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. અર્બનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટના નુકશાન સાથે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે મણિપાલ ટાઈગર્સની ટીમ 178 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. અર્બનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ ક્વોલિફાયરમાં 75 રનથી જીત મેળવી છે.

મેચના અંતમાં અર્બનરાઇઝર્સ હૈદરાબાદ એલએલસી 2023 ની ફાઇનલમાં મણિપાલ ટાઇગર્સ સામે 75 રને જીત મેળવીને ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. મણિપાલ ટાઇગર્સ પાસે હવે બીજી તક હશે કારણ કે તેઓ બીજા ક્વોલિફાયરમાં વિજેતા સામે રમશે.

 

 

 

પ્રથમ ઈનિંગમાં શું થયુ ?

અર્બનરાઇઝર્સ હૈદરાબાદે મણિપાલ ટાઇગર્સ સામેની ક્વોલિફાયર 1 મેચમાં તેમની 20 ઓવરમાં 253/6નો જંગી સ્કોર નોંધાવ્યો છે. ડ્વેન સ્મિથે માત્ર 53 બોલમાં 14 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ગુરકીરાતે માત્ર 26 બોલમાં 39 રન બનાવ્યા જ્યારે રિક્કી ક્લાર્કે માત્ર 19 બોલમાં 34 રન બનાવ્યા.

હૈદરાબાદ તરફથી Dwayne Smithએ 53 બોલમાં 120 રન ફટકાર્યા હતા. જેની બદદથી હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 253 ના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. મનિપાલ ટાઈગર્સ તરફથી Angelo Pereraએ સૌથી વધારે 73 રન બનાવ્યા હતા. હૈદરાબાદના Jerome Taylor- Peter Tregoએ 3-3 વિકેટ ઝડપી હતી.

મણિપાલ ટાઈગર્સ (પ્લેઈંગ ઈલેવન): ચેડવિક વોલ્ટન (WK), મોહમ્મદ કૈફ (C), કોલિન ડી ગ્રાન્ડહોમ, એન્જેલો પરેરા, અસેલા ગુણારત્ને, થિસારા પરેરા, અમિત વર્મા, ઈમરાન ખાન, મિશેલ મેકક્લેનાઘન, પ્રવીણ ગુપ્તા, પંકજ સિંહ.

અર્બનરાઇઝર્સ હૈદરાબાદ (પ્લેઇંગ ઇલેવન): માર્ટિન ગુપ્ટિલ, ડ્વેન સ્મિથ, રિક્કી ક્લાર્ક, ગુરકીરત સિંહ માન, સુરેશ રૈના (C), પીટર ટ્રેગો, સ્ટુઅર્ટ બિન્ની, અસગર અફઘાન, અમિત પૌનીકર (WK), પવન સુયલ, ક્રિસ એમપોફુ.

આ પણ વાંચો: વર્લ્ડ કપમાં ‘કુલચા’ને બદલે આ સ્પિનરને મળશે સ્થાન ! જાણો કોણ છે આ બોલર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:18 pm, Tue, 5 December 23