IPL 2023 ની 19મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરી હતી. હૈરી બ્રુકની 55 બોલમાં આઈપીએલ 2023ની પ્રથમ સેન્ચુરી અને કેપ્ટન એડન માર્ક્રરમની ફિફટીને કારણે હૈદરાબાદની ટીમે 229 રનનો ટાર્ગેટ ઉભો કર્યો હતો. આઈપીએલ 2023નો આ હમણા સુધીનો સૌથી ઊંચો સ્કોર હતો.
બીજી ઈનિંગમાં કોલકત્તાની ટીમની શરુઆતમાં વિકેટ પડી હતી. કેપ્ટન નીતિશ રાણાની 75 રનની ઈનિંગ અને રિંકુ સિંહની શાનદાર ફિફટી છતા કોલકત્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 20 ઓવરના અંતે કોલકત્તાનો સ્કોર 205/7 રહ્યો હતો. આજની મેચમાં 23 રનથી જીત મેળવી હૈદરાબાદની ટીમે આઈપીએલ 2023માં બીજી જીત મેળવી હતી.
અંતિમ ઓવરમાં પ્રથમ બોલ પર શાર્દુલ ઠાકુર 12 રન બનાવી કેચ આઉટ થયો હતો. 20 ઓવરના અંતે કોલક્તાનો સ્કોર 205/7 રહ્યો છે. આ વખતે રિંકુ સિંહ ફિફટી ફટકારવા છતા કોલકતાને જીત અપાવી શક્યો ન હતો.
કોલકત્તા તરફથી શાર્દુલ ઠાકુર 12 રન અને રિંકુ સિંહ 51 રન સામે રમી રહ્યાં છે. જીત માટે કોલકત્તાને 6 બોલમાં 32 રનની જરુર. અંતિમ બોલ પર રિંકુ સિંહનો કેચ છૂટ્યો હતો અને તેણે પોતાની ફિફટી પૂરી કરી છે.
કોલકત્તા તરફથી શાર્દુલ ઠાકુર 12 રન અને રિંકુ સિંહ 35 રન સામે રમી રહ્યાં છે. જીત માટે કોલકત્તાને 12 બોલમાં 48 રનની જરુર.18 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 181/6. આ ઓવરમાં આજના દિવસનો છઠ્ઠો કેચ છૂટ્યો હતો.
કોલકત્તા તરફથી શાર્દુલ ઠાકુર 5 રન અને રિંકુ સિંહ 33 રન સામે રમી રહ્યાં છે. જીત માટે કોલકત્તાને 18 બોલમાં 58 રનની જરુર. 17 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 171/6
નટરાજનની ઓવરમાં કેપ્ટન રાણા 75 રન બનાવી આઉટ થયો. 16.3 ઓવરમાં કોલકત્તાનો સ્કોર 165/6
કોલકત્તા તરફથી નીતિશ રાણા 69 રન અને રિંકુ સિંહ 32 રન સામે રમી રહ્યાં છે. જીત માટે કોલકત્તાને 24 બોલમાં 70 રનની જરુર.16 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 159/5. આ ઓવરમાં અંતિમ 2 બોલ પર સતત 2 સિક્સર જોવા મળ્યા. આ ઓવરમાં એક કેચ ડ્રોપ અને એક નો બોલ જોવા મળી.
કોલકત્તા તરફથી નીતિશ રાણા 68 રન અને રિંકુ સિંહ 19 રન સામે રમી રહ્યાં છે. જીત માટે કોલકત્તાને 30 બોલમાં 87 રનની જરુર.15 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 142/5. ભુુવનેશ્વરની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
કોલકત્તા તરફથી નીતિશ રાણા 67 રન અને રિંકુ સિંહ 13 રન સામે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર અને એક ચોગ્ગો જોવા મળ્યો. જીત માટે 36 બોલમાં 94 રનની જરુર. 14 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 135/5
કોલકત્તા તરફથી કેપ્ટન નીતિશ રાણા 53 રન અને રિંકુ સિંહ 4 રન સામે રમી રહ્યાં છે.13 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 111/5. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી.
આંદ્રે રલસ આજની મેચમાંં ઈજાગ્રસ્ત થયા બાદ 3 રન બનાવી આઉટ થયો છે. તેના સ્થાને હવે રિંકુ સિંહની મેદાનમાં એન્ટ્રી થઈ છે.
કોલકત્તા તરફથી નીતિશ રાણા 42 રન અને રસલ 3 રન સામે રમી રહ્યાં છે. અંતિમ બોલ પર એક સિક્સર જોવા મળી. 10 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 96/4
કોલકત્તાની ચોથી વિકેટ પડી, માર્ક્રરામની ઓવરમાં જગદીશન 36 રન બનાવીને કેચ આઉટ થયો. 8.2 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 82/4
કોલકત્તા તરફથી નીતિશ રાણા 34 રન અને જગદીશન 36 રન સામે રમી રહ્યાં છે. 8 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 82/3
કોલકત્તા તરફથી નીતિશ રાણા 31 રન અને જગદીશન 31 રન સામે રમી રહ્યાં છે. 7 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 74/3
કોલકત્તા તરફથી નીતિશ રાણા 30 રન અને જગદીશન 20 રન સામે રમી રહ્યાં છે. ઉમરાન મલિકની ઓવરમાં 4 ચોગ્ગા અને 2 સિક્સર જોવા મળી. 6 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 62/3
કોલકત્તા નાઈટ રાઈડર્સની બીજી વિકેટ પડી, વેંકટેશ અય્યર જોનસેનની ઓવરમાં 10 રન બનાવી આઉટ થયો. હૈદરાબાદની ટીમે કોલકતાને 229 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ જ ઓવરમાં સુનિલ નારાયરણ 0 રન બનાવી કેટ આઉટ થયો. 3.3 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 20/3
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 6 રન અને જગદીશન 8 રન સામે રમી રહ્યાં છે. ભુવનેશ્વરની ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. આ ઓવરમાં જગદીશનનો કેચ પણ છૂટ્યો. 3 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 16/1
હૈદરાબાદ તરફથી વેંકટેશ અય્યર 1 રન અને જગદીશન 1 રન સામે રમી રહ્યાં છે.2 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 4/1. સનરાઈઝર્સ હૈદરાબાદને 229 રનનો ટાર્ગેટ મળ્યો છે.
કોલકત્તાની પ્રથમ વિકેટ પડી, ભુવનેશ્વર કુમારની ઓવરમાં રહેમાનુલ્લા ગુરબાઝ 0 રન બનાવી કેચ આઉટ થયો
પ્રથમ ઈનિંગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી હૈરી બ્રુકે 55 બોલમાં 100 રન બનાવ્યા. મયંક અગ્રવાલે 9 રન, રાહુલ ત્રિપાઠીએ 9 રન, કેપ્ટન એડન માર્કરામે 50 રન, અભિષેક શર્માએ 32 રન અને હેનરિચે 16 રન બનાવ્યા. આ ઓવરમાં 11 સિક્સર અને 21 ચોગ્ગા જોવા મળ્યા. હૈદરાબાદની ટીમે 16મી સિઝનનો સૌથી મોટો સ્કોર આજે ઉભો કર્યો છે.
હૈરી બ્રુકે ઓપનિંગ પર ઉતરીને 55 બોલમાં આઈપીએલ 2023માં પ્રથમ સેન્ચુરી ફટકારી છે. અંતિમ ઓવરમાં 1 સિકસર જોવા મળી. 20 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 228/4
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 95 રન અને હેનરિક ક્લાસેન 9 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા. 19 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 215/4
બોલિંગ દરમિયાન પગના ભાગેથી ઈજાગ્રસ્ત થતા, આંદ્રે રસલને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. આંદ્રે રસલના સ્થાને શાર્દુલ ઠાકુર બોલિંગ કરી રહ્યો છે.
હૈદરાબાદની ચોથી વિકેટ પડી, આંદ્રે રસલની ઓવરની પ્રથમ બોલ પર અભિષેક શર્મા 32 રન બનાવી કેચ આઉટ થયો. 18.1 ઓવરમાં હૈદરાબાદનો સ્કોર 201/4
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 90 રન અને અભિષેક શર્મા 32 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો અને એક સિક્સર જોવા મળી. 18 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 200/3
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 84 રન અને અભિષેક શર્મા 24 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો અને એક સિક્સર જોવા મળી. 17 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 186/3
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 82 રન અને અભિષેક શર્મા 13 રન સાથે રમી રહ્યાં છે. યુવા બોલર સુયશની ઓવરમાં 3 ચોગ્ગો જોવા મળ્યો. 16 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 172/3
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 77 રન અને અભિષેક શર્મા 3 રન સાથે રમી રહ્યાં છે. લોકી ફગ્યુસનની ઓવરમાં એક નો બોલ જોવા મળ્યો હતો. હૈદરાબાદના ખેલાડીઓ આ ઓવરમાં એક સિક્સર અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 15 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 153/3
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 55 રન અને અભિષેક શર્મા 3 રન સાથે રમી રહ્યાં છે. હૈદરાબાદના ખેલાડીઓ અહીંથી મોટો ટાર્ગેટ ચેઝ કરી શકે છે. 14 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 134/3
સનરાઈઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી, હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામ 25 બોલમાં ફિફટી ફટકારીને વરુણ ચક્રવર્તીની ઓવરમાં આઉટ થયો હતો. 13 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 130/3
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 50 રન અને કેપ્ટન એડન માર્કરામ 40 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 શાનદાર સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. 12 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 116/2
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 50 રન અને કેપ્ટન એડન માર્કરામ 24 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં હૈરી બ્રુકે 32 બોલમાં ફિફટી ફટકારી છે. 11 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 100/2
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 48 રન અને કેપ્ટન એડન માર્કરામ 20 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં અંતિમ બોલ પર એક સિક્સર જોવા મળી હતી. 10 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 94/2
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 45 રન અને કેપ્ટન એડન માર્કરામ 14 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં માત્ર 5 રન બન્યા છે. 9 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 85/2
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 43 રન અને કેપ્ટન એડન માર્કરામ 12 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં માત્ર 5 રન બન્યા છે.8 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 80/2
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 41 રન અને કેપ્ટન એડન માર્કરામ 9 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર જોવા મળ્યો. 7 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 75/2
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 39 રન અને કેપ્ટન એડન માર્કરામ 1 રન સાથે રમી રહ્યાં છે.6 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 65/2. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. પાવર પ્લેમાં હૈદરાબાદની ટીમે 2 વિકેટ ગુમાવીને 65 રન બનાવ્યા છે.
આંદ્રે રસલે પોતાની ઓવરની પ્રથમ બોલ પર મયંક અગ્રવાલને આઉટ કર્યો હતો. જ્યારે અંતિમ બોલ પર રાહુલ ત્રિપાઠીને આઉટ કર્યો છે.મયંક અગ્રવાલ અને રાહુલ ત્રિપાઠી 9 રન બનાવી આઉટ થયા છે.
હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી, કોલકત્તાના ઓલરાઉન્ડર આંદ્રે રસલની ઓવરમાં મયંક અગ્રવાલ આઉટ થયો છે. 4.1 ઓવરમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 46/1
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 32 રન અને મયંક અગ્રવાલ 9 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં માત્ર 3 રન મળ્યા. 4 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 46/0
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 31 રન અને મયંક અગ્રવાલ 7 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 શાનદાર સિક્સર જોવા મળ્યા હતા. 3 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 43/0
હૈદરાબાદ તરફથી હૈરી બ્રુક 18 રન અને મયંક અગ્રવાલ 5 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 3 રન અને એક ચોગ્ગા પણ જોવા મળ્યો. 2 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 28/0
હૈરી બ્રુક અને મયંક અગ્રવાલ હૈદરાબાદ તરફથી ઓપનિંગ કરવા માટે ઉતર્યા છે.1 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 14/0. પ્રથમ ઓવરમાં હૈરી બ્રુકની બેટથી ત્રણ ચોગ્ગા જોવા મળ્યા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ : હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), માર્કો જેન્સેન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ઉમરાન મલિક, ટી નટરાજન
કોલકાતા નાઈટ રાઈડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ વિકેટકીપર), એન જગદીસન, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, સુયશ શર્મા, લોકી ફર્ગ્યુસન, વરુણ ચક્રવર્તી
🚨 Toss Update 🚨@KKRiders win the toss and elect to field first against @SunRisers.
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/77S1a7knB9
— IndianPremierLeague (@IPL) April 14, 2023
કોલકત્તાની નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતીશ રાણાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે.
કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આજની મેચ સાંજે 7.30 કલાકે શરુ થશે. તે પહેલા આજની મેચનો ટોસ સાંજે 7 કલાકે થશે.
કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે હમણા સુધી 23 મેચ રમાઈ છે. જેમાંથી 8 મેચમાં હૈદરાબાદની જીત અને 15 મેચમાં કોલકત્તાની જીત થઈ છે. ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં કોલકત્તાની ટીમે હૈદરાબાદ સામે 6 મેચમાં જીત મેળવી છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડયો છે.
કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આજની મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ વિજય રથ યથાવત્ રાખવા માટે મેદાન પર ઉતરશે અને હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપર આવવા માટે મેદાન પર જીત મેળવવાના ઈરાદા સાથે ઉતરશે.
IPL 2023 ની 19મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. નીતિશ રાણાની KKR 3માંથી 2 મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે આ લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદની હાલત હજુ પણ ખરાબ છે. હૈદરાબાદ 3માંથી માત્ર 1 મેચ જીતી શક્યું છે. હૈદરાબાદ 2 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. આ મેચમાં તમામની નજર KKRના રિંકુ સિંહ પર રહેશે, જેણે ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં સતત 5 સિક્સર ફટકારીને KKRને જીત અપાવી હતી.
Published On - 6:02 pm, Fri, 14 April 23