Ind Vs Aus: બીજી મેચમાંથી બહાર થયો બુમરાહ, આ ખેલાડીને મળ્યું સ્થાન

ત્રણ મેચની સિરીઝમાં ભારત પહેલાથી જ 1-0થી આગળ છે અને આ દરમિયાન જસપ્રિત બુમરાહ (jasprit bumrah)ને આરામ આપવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની બીજી મેચ ઈન્દોરમાં અને ત્રીજી મેચ રાજકોટમાં રમાવાની છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ત્રીજી મેચમાં જ ટીમમાં વાપસી કરશે.

Ind Vs Aus: બીજી મેચમાંથી બહાર થયો બુમરાહ, આ ખેલાડીને મળ્યું સ્થાન
| Updated on: Sep 24, 2023 | 2:30 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરમાં બીજી વનડે મેચ રમાઈ રહી છે. મેચ પહેલા જ ટીમ ઈન્ડિયામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (jasprit bumrah)ને આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે જસપ્રીત બુમરાહ ટીમ સાથે ઈન્દોર ગયો નથી, તેના સ્થાને ફાસ્ટ બોલર મુકેશ કુમારને ટીમમાં એન્ટ્રી આપવામાં આવી છે.

મુકેશ કુમારને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું

BCCIએ ઈન્દોરમાં યોજાનારી ODI મેચ પહેલા ટ્વીટ કર્યું હતું કે જસપ્રીત બુમરાહને ટૂંકો બ્રેક આપવામાં આવ્યો છે અને તે તેના પરિવાર પાસે પાછો ફર્યો છે. તેના સ્થાને મુકેશ કુમારને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જસપ્રીત ત્રીજી વનડે મેચમાં ટીમ સાથે જોડાશે. જો કે મુકેશ કુમારને બીજી વનડેમાં પ્લેઈંગ-11માં જગ્યા મળી ન હતી.

 

 

આ સિરીઝ ODI વર્લ્ડ કપ પહેલા થઈ રહી છે, તેથી તમામ સિનિયર અને મહત્વપૂર્ણ ખેલાડીઓને રોટેશનના આધારે આરામ આપવામાં આવી રહ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કુલદીપ યાદવને પ્રથમ બે વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો. હવે જસપ્રીત બુમરાહને પહેલી મેચ રમ્યા બાદ બીજી મેચમાં આરામ આપવામાં આવ્યો છે, હવે તે ત્રીજી મેચમાં વાપસી કરવાનો છે.

કેપ્ટન પેટ કમિન્સને બીજી વનડેમાં આરામ આપવામાં આવ્યો

માત્ર ભારત જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને કેપ્ટન પેટ કમિન્સને બીજી વનડેમાં આરામ આપવામાં આવ્યો છે. જ્યારે સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જો આ સીરીઝની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા પહેલાથી જ 1-0થી આગળ છે અને અહીં તે સીરીઝ પર કબજો કરવાનો પ્રયાસ કરશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:49 pm, Sun, 24 September 23