IPL 2022: 29 મેના રોજ રમાઈ શકે છે લીગની ફાઈનલ મેચ, જાણો ક્યારથી શરૂ થશે મેચ

|

Feb 23, 2022 | 7:43 PM

આઈપીએલ 2022ની ફાઈનલ મેચની તારીખ સામે આવી છે. તેની સાથે-સાથે એ પણ ખ્યાલ આવી ગયો છે કે આ સિઝન ક્યારે શરૂ થઇ શકે છે.

IPL 2022: 29 મેના રોજ રમાઈ શકે છે લીગની ફાઈનલ મેચ, જાણો ક્યારથી શરૂ થશે મેચ
Tata IPL 2022

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022)ની ફાઈનલ મેચ 29મેના રોજ રમાઈ શકે છે. જ્યારે આઈપીએલ 2022ની શરૂઆત માર્ચના અંતિમ સપ્તાહમાં થવાની શક્યતા છે. આ સિઝનમાં 70 ગ્રુપ સ્ટેજ મેચ રમાશે. રિપોર્ટસ મુજબ ટુર્નામેન્ટમાં લીગ સ્ટેજની 55 મેચ મુંબઈ (Mumbai) અને 15 મેચ પૂણેમાં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) તેને લઈને 24 ફેબ્રુઆરીએ અંતિમ નિર્ણય લઈ શકે છે. આ અંગે ઓફિશિયીલ જાણકારી સામે નથી આવી.

ક્રિકબઝ પ્રમાણે આઈપીએલ 2022માં 55 મેચ મુંબઈના ત્રણ સ્ટેડિયમમાં રમાઈ શકે છે. જેમાં વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડી.વાઈ. પાટિલ સ્ટેડિયમનો સમાવેશ થાય છે તો પૂણેના એમસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં 15 મેચ રમાઈ શકે છે.

રિપોર્ટ્સનું માનીએ તો કોઇ પણ સ્થિતિએ ટુર્નામેન્ટ 29મે રવિવારે પુરી કરવાની છે. એટલે કે ફાઈનલ મેચ 29મેના રોજ રમાઈ શકે છે. જોકે પ્લે ઓફની મેચ ક્યા સ્થળે રમાશે અને કઈ તારીખે રમાશે તે હજુ નક્કી નથી થયું પણ જો આઈપીએલ 2022 કઈ તારીખે શરૂ થશે તો તેને લઈને બે તારીખ સામે આવી છે. આઈપીએલ 2022ની શરૂઆત 26 અથવા 27 માર્ચના રોજ શરૂ થઈ શકે છે. જોકે આને લઈને બીસીસીઆઈ કે આઈપીએલ તરફથી હજુ સુધી કોઈ જ જાણકારી સામે નથી આવી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમને જણાવી દઈએ કે આઈપીએલના અધિકારી મેચની તારીખોને લઈને 24 ફેબ્રુઆરીએ અંતિમ નિર્ણય લઈ શકે છે. આ સિઝનમાં 8ની જગ્યાએ 10 ટીમો મેદાન પર ઉતરશે. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમનો સમાવશ થયો છે. ગુજરાત ટાઈટન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યા છે. જ્યારે લખનઉ ટીમના સુકાની લોકેશ રાહુલ છે. આઈપીએલ 2022 પહેલા હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો હતો. જ્યારે લોકેશ રાહુલ પંજાબ ટીમના સુકાની તરીકે રમતો હતો.

આ પણ વાંચો : IPL 2022: આઇપીએલ પ્રસારણ હક્ક ને લઇ બોલી ત્રણ ગણી ઉંચી લાગશે! હરાજી BCCI પર ટૂર્નામેન્ટ ધનનો વરસાદ કરી દેશે

આ પણ વાંચો : IPL 2022: ઓક્શનમાં કરોડો વરસાવ્યા છતાં, શરુઆતમાં ખેલાડીઓની ગેરહાજર રહેવાના મુદ્દે ટીમોમાં રોષ, મામલો BCCI પહોંચશે!

Next Article