IPL 2022: નાથન કુલ્ટર બહાર થતા રાજસ્થાન કોને આપશે તક? દાસુન શનાકા, ડેવિઝ વિઝા અને બેન કટિંગ રેસમાં

|

Apr 06, 2022 | 6:06 PM

રાજસ્થાન રોયલ્સ ટીમનો મહત્વ ઓલરાઉન્ડર ખેલાડી નાથન કુલ્ટર નાઈલ (Nathan Coulter-Nile) માત્ર એક જ મેચ રમીને બે મેમાંથી બહાર થઈ ગચો હતો, જોકે હવે તે હવે ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યો હોવાના સમાચાર છે.

1 / 5
નાથન કુલ્ટર-નાઇલ નીચલા ક્રમમાં ઝડપી બોલિંગ તેમજ બેટ પણ સારી રીતે કરે છે. તેની પાસે મોટી હિટ મારવાની ક્ષમતા હતી અને રાજસ્થાનની ટીમ આવા ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરવા ઈચ્છે છે. કુલ્ટર નાઇલની જેમ ત્રણ ખેલાડીઓ એવા છે જે રાજસ્થાનને ફાયદો કરાવી શકે છે.

2 / 5
IPL 2022 માં શાનદાર પ્રદર્શન કરી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેમનો બોલિંગ ઓલરાઉન્ડર નાથન કુલ્ટર-નાઈલ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. કુલ્ટર-નાઈલ માત્ર એક જ મેચ રમી શક્યો હતો અને ઈજાને કારણે બે મેચમાંથી બહાર થઈ ગયો હતો. હવે બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે તે હવે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. હવે સવાલ એ છે કે નાથન કુલ્ટર-નાઇલની જગ્યાએ રાજસ્થાન રોયલ્સ કયા ખેલાડીનો કરાર કરશે?

3 / 5
શ્રીલંકાના ODI અને T20 કેપ્ટન દાસુન શનાકા રાજસ્થાન રોયલ્સ માટે શ્રેષ્ઠ રિપ્લેસમેન્ટ ખેલાડી બની શકે છે. બોલિંગ સિવાય શનાકા નીચલા ક્રમમાં ઘણી હિટ પણ કરે છે. તાજેતરમાં જ ભારતના પ્રવાસ પર આ ખેલાડીએ 3 મેચની T20 શ્રેણીમાં 124ની એવરેજથી 124 રન બનાવ્યા હતા. આ દરમિયાન શનાકાનો સ્ટ્રાઈક રેટ 200ની નજીક હતો.

4 / 5
ડેવિડ વિઝા પણ રાજસ્થાન રોયલ્સનો વિકલ્પ બની શકે છે. નામિબિયાનો આ ઓલરાઉન્ડર ઘણા સમયથી રંગમાં છે. ટી20 વર્લ્ડ કપ બાદ વિઝાએ પાકિસ્તાન સુપર લીગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ બેટ્સમેને લાહોર કલંદર માટે 168 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિઝાએ ચોગ્ગા કરતાં વધુ છગ્ગા ફટકાર્યા હતા. વિઝાએ ટૂર્નામેન્ટમાં 12 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. વિઝાને શ્રેષ્ઠ મેચ ફિનિશર માનવામાં આવે છે.

5 / 5
રાજસ્થાન રોયલ્સ માટે બેન કટિંગ પણ વિકલ્પ બની શકે છે. આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર તાજેતરમાં જ પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર જાલ્મી તરફથી રમ્યો હતો, જેમાં આ ખેલાડીએ 13 છગ્ગા, 13 ચોગ્ગાની મદદથી 197 રન બનાવ્યા હતા.

Published On - 5:32 pm, Wed, 6 April 22

Next Photo Gallery