ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka )વચ્ચે આજે કોલંબોમાં T20 શ્રેણીની બીજી મેચ રમાઇ રહી છે. જે મેચ અગાઉ મંગળવારે રમાનારી હતી. કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થતા મેચને એક દીવસ માટે ટાળી દેવામાં આવી હતી. શિખર ધવને (Shikhar Dhawan) 40 રનની ઇનીંગ રમી હતી. ભારતીય ટીમ (Team India) ની ધીમી રમતને લઇને ભારત મોટો સ્કોર ખડકી શક્યુ નહોતુ. જેને લઇ ભારતે આપેલા 133 રના પડકારને શ્રીલંકાએ 6 વિકેટે પાર પાડ્યો હતો.
ભારતીય ટીમે શ્રીલંકા સામે 133 રનનો પડકાર રાખ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાએ શરુઆત ધીમી કરી હતી. રક્ષણાત્મક રીતે પીછો કરવાની પ્રયાસ કર્યો હતો. પરંતુ 12 રનના સ્કોર પર જ ત્રીજી ઓવરમાં શ્રીલંકાએ આવિષ્કા ફર્નાન્ડોની મહત્વની વિકેટ ગુમાવી હતી. આવિષ્કાએ 11 રન 13 બોલમાં કર્યા હતા. સાદિરા સમરવિક્રમાએ 12 બોલમાં 8 રન કર્યા હતા. કેપ્ટન દાસુન શનાકા એ 6 બોલમાં 3 રન કર્યા હતા. તે કુલદીપ યાદવની વાઇડ બોલની જાળમાં ફસાઇ ગયો હતો.
મિનોદ ભાનુકા ને એક જીવતદાન મળ્યા બાદ, તે કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. 31 બોલમાં 36 રન બનાવીને તે કેચ આઉટ થયો હતો. હસારંગા એ 11 બોલમાં 15 રન બનાવ્યા હતા. રમેશ મેન્ડીસે 2 રન કર્યા હતા. ચામિકા કરુણારત્ને 6 બોલમાં 12 રન કર્યા હતા. ડી સિલ્વાએ મહત્વની રમત રમી બતાવી હતી, તેણે 34 બોલમાં 40 રન કર્યા હતા. ડી સિલ્વાએ જીત સુધી અણનમ રહ્યો હતો.
કુલદીપ યાદવે શાનદાર બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહરે 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ચેતન સાકરીયા ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 3.4 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ભૂવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમમાં આજે 4 ખેલાડીઓને ડેબ્યૂનો મોકો મળ્યો છે. બેટ્સમેનમાં દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ અને નિતીશ રાણા ડેબ્યૂ કરી રહ્યાછે. જ્યારે ઝડપી બોલર ચેતન સાકરિયા પણ આજે ટી20 માં બ્લ્યૂ જર્સીમાં નજર આવશે. સાકરીયા અને રાણાએ અંતિમ વન ડે મેચમાં પણ ડેબ્યૂ કર્યુ હતુ.
શ્રીલંકા માટે રમેશ મેન્ડીસ પોતાનુ ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે સદીરા સમરવિક્રમાને ટીમમાં સ્થાન મળ્યુ છે. અશેન બંદારાને ડ્રોપ કરવામાં આવ્યો છે. જ્યારે ચરિથ અસાલંકા ઇજાને લઇને બહાર થયો છે.
શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા માટે રમેશ મેન્ડીસ ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે ભારતીય કેપ્ટન શિખર ધવને કહ્યુ હતુ કે, તેઓ પહેલા બેટીંગ કરવા ઇચ્છતા હતા.
ડી સિલ્વાએ મહત્વની રમત રમી બતાવી હતી, તેણે 34 બોલમાં 40 રન કર્યા હતા. ડી સિલ્વાએ જીત સુધી અણનમ રહ્યો હતો. ચામિકા કરુણારત્ને 6 બોલમાં 12 રન કર્યા હતા.
રોમાંચક સ્થિતીમાં પહોંચેલી મેચ દરમ્યાન ડી સિલ્વાએ ચોગ્ગો લગાવ્યો હતો. ચેતન સાકરીયાની ઓવર દરમ્યાન ડી સિલ્વાએ બાઉન્ડરી લગાવી હતી.
ચેતન સાકરીયાએ ભારતને મહત્વના સમયે છઠ્ઠી વિકેટ ના રુપમાં સફળતા અપાવી હતી. રમેશ મેન્ડીશની વિકેટ સાકરીયાએ ઝડપી હતી.
રાહુલ ચાહરે તેની ચોથી ઓવરના અંતિમ બોલે હસારંગાની વિકેટ મેળવી હતી. ભૂવનેશ્વર કુમારે હસારંગાનો કેચ ઝડપ્યો હતો. ચાહરનો બોલીંગ સ્પેલ શાનદાર રહ્યો હતો. તેણે 4 ઓવરના અંતે 27 રન ગુમાવ્યા હતા.
હસારંગાએ રાહુલ ચાહરની ઓવરમાં હસારંગાએ બાઉન્ડરી લગાવી હતી. હસારંગાએ લોન્ગ ઓન પર ચોગ્ગો લગાવ્યો હતો.
કુલદીપ યાદવના બોલ પર ડી સિલ્વાએ છગ્ગો લગાવ્યો હતો. 14 ઓવરમાં શ્રીલંકા માટે સારી નિવડી હતી.
9મી ઓવરના અંતિમ બોલે બાઉન્ડરી મળ્યા બાદ, શ્રીલંકાએ 13 મી ઓવરના બીજા બોલે બાઉન્ડરી મળી હતી.
કુલદીપ યાદવે બીજી વિકેટ ઝડપી હતી. કુલદીપે આજે શાનદાર બોલીંગ કરી હતી. જરુરીયાતના સમયે તેમે 2 વિકેટ ઝડપીને શ્રીલંકાને ભીંસમાં લાવી દીધુ હતુ.
કુલદીપ યાદવના બોલ પર ભાનુકાએ હવામાં ફટકાર્યો હતો. ભૂવનેશ્વરે મુશ્કેલ કેચને ઝડપવા પ્રયાસ કર્યો હતો. જે કેચ છુટી જતા ભાનુકાને જીવતદાન મળ્યુ હતુ.
કુલદીપ યાદવે ચતુરાઇ પૂર્વક બોલ નાંખીને શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાની વિકેટ ઝડપી હતી. કુલદીપે શનાકા આગળ નિકળી આવતા જ બોલ વાઇડ કરી દેતા, કીપર સંજૂ સેમસને સ્ટંપીંગ કરી દઇ આઉટ કરી દીધો હતો.
ભાનુકાએ રાહુલ ચાહરના બોલ પર બાઉન્ડરી લગાવી હતી. શ્રીલંકાએ લાંબા અંતર બાદ બાઉન્ડરી લગાવી હતી. આમ 9 મી ઓવરમાં 10 મળ્યા હતા.
વરુણ ચક્રવર્તીએ 7 મી ઓવરના અંતિમ બોલ પર ભારતને બીજી સફળતા અપાવી હતી. ચક્રવર્તીએ સમરવિક્રમાને ક્લીન બોલ્ડ કરી વિકેટ ઝડપી હતી. તેણે 8 રન બનાવ્યા હતા. આમ શ્રીલંકાએ 7 ઓવરમાં બીજી વિકેટ ઝડપી હતી. ભારત માટે હવે શ્રીલંકા પર દબાણ વધારવાના મોકાની શરુઆત થઇ છે.
ચેતન સાકરીયાના સ્થાને રાહુલ ચાહરને બોલીંગમાં લાવવામા આવ્યો હતો. આમ વરુણ ચક્રવર્તીની સાથે રાહુલ ચાહરનુ સમીકરણ અપનાવ્યુ હતુ.
મિનોદ ભાનુકા અને સમરવિક્રમા ક્રિઝ પર છે બંને એ ચોથી અને પાંચમી ઓવરમાં બાઉન્ડરી લગાવીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. ભારત આગામી ઓવરમાં બોલીંગમાં પરીવર્તન લાવી રન નિયંત્રીત કરી શકે છે.
વરુણ ચક્રવર્તી5 મી ઓવર લઇ આવ્યો હતો. તેની ઓવરમાં સમરવિક્રમાએ ચોગ્ગો લગાવ્યો હતો.
ચોથી ઓવરમાં શ્રીલંકાએ 10 રન મેળવ્યા હતા. ચેતન સાકરીયાની ઓવરમાં ભાનુકાએ 2 ચોગ્ગા લગાવ્યા હતા.
ચેતન સાકરીયાની ઓવરમાં ભાનુકાએ બીજી બાઉન્ડરી મેળવી હતી.
ભૂવનેશ્વર કુમારે આવિષ્કો ફર્નાન્ડોની વિકેટ મેળવી છે. રાહુલ ચાહરે બાઉન્ડરી પર શાનદાર રીતે કેચને ઝડપ્યો હતો. આવિષ્કા 11 રન કરીને પેવિલિયન પરત ફર્યો હતો.
ચેતન સાકરિયાના બોલ પર આવિષ્કા ફર્નાન્ડોએ બાઉન્ડરી લગાવી હતી. આ સાથે જ શ્રીલંકાનો સ્કોર 5 રન થયો હતો.
પ્રથમ ઓવરના અંતે શ્રીલંકાના ઓપનર માત્ર 1 રન બનાવવા સફળ રહ્યા હતા. ભૂવનેશ્વરે પ્રથમ ઓવર કસીને કરી હતી.
ભારતીય ટીમે 133 રનના આપેલા પડકારનો પીછો કરતા શ્રીલંકાએ શરુઆત કરી હતી. શ્રીલંકા તરફ થી આવિષ્કા અને મિનોદ ભાનુકાએ શરુઆત કરી હતી.
ભારતીય ટીમને 19 મી ઓવરમાં 14 રન મલથા સ્કોર બોર્ડ 128 રન પર પહોંચ્યુ હતુ.
ભારત માટે હવે માત્ર 12 બોલની રમત બાકી રહી છે. ભારત પાસે જોકે હજુ 6 વિકેટ હાથ પર છે. બીજી તરફ ભારત ધીમી રમત રમતા પડકાર જનક સ્કોરે પહોંચવુ મુશ્કેલ લાગી રહ્યુ છે.
નિતીશ રાણા અને સંજૂ સેમસન ક્રિઝ પર. ભારતે 16 ઓવરના અંતે 100 રનના આંકને પાર કર્યો હતો. હવે 4 ઓવર ની ભારતની બેટીંગ ઇનીંગની રમત બાકી રહી છે.
દેવદત્ત પડીકક્લે તેની વિકેટે હસારંગાની બોલમાં ગુમાવી હતી. હસારંગાના બોલને થાપ ખાઇ જતા પડિક્કલ ક્લીન બોલ્ડ થયો હતો. 29 રન કરીને આઉટ થયો હતો.
હસારંગાની ઓવરમાં પડીક્કલે બાઉન્ડરી લગાવી હતી.
ભારતીય બેટ્સમેનોએ રમતને ધીમી રમતા સ્કોર બોર્ડ ખૂબ ધીમુ આગળ વધી રહ્યુ છે. ભારતીય ટીમ પાસે 5 ઓવરમાં હજુ 8 વિકેટ હાથ પર છે. શિખર ધવન અને ગાયકવાડની વિકેટ ગુમાવ્યા બાદ ભારતની ટીમ ની રમત ધીમી પડી છે.
શિખર ધવનના આઉટ થવા બાદ સંજૂ સેમસન ક્રિઝ પર આવ્યો હતો.
શિખ ધવને 40 રનની ઇનીગ રમી હતી. તેણે એક શાનદાર શરુઆત ગાયકવાડ અને પડીક્કલ સાથે મળીને અપાવી હતી. પરંતુ એક ખરાબ શોટ રમવાના પ્રયાસમાં તેણે ક્લીન બોલ્ડ થઇ વિકેટ ગુમાવી દીધી હતી.
શિખર ધવને શાનદાર બાઉન્ડરી લગાવી હતી. શનાકાની ઓવરમાં ધવને ચોગ્ગો લગાવ્યો હતો. આ પહેલા પડીકકલે સિકસ લગાવી હતી.
ડી સિલ્વાની ઓવરમાં દેવદત્ત પડીક્કલે શાનદાર સિકસર લગાવી હતી. ઇનીંગની પ્રથમ સિકસર પડીકકલે લગાવી હતી.
ભારતીય ટીમે 1 વિકેટ ગાયકવાડના રુપમાં ગુમાવી છે. બેટીંગ ઇનીંગ અડધી સમાપ્ત થવા સુધીમાં ભારતે 61 રનનો સ્કોર કર્યો છે. છેલ્લી ત્રણેક ઓવર થી ભારતની રમત ધીમી રહી છે.
શિખર ધવને બોલને હવામાં ઉછાળી વન બાઉન્સ બાઉન્ડરી લગાવી હતી. લાંબા સમય બાદ ભારતને બાઉન્ડરી મળી હતી.
ભારતીય બેટ્સમેનો માટે બીજી ઓવર પણ રન બનાવવા માટે સફળ રહી નહોતી. 8 મી ઓવરમાં માત્ર 2 રન મળ્યા બાદ, નવમી ઓવરમાં માત્ર 3 રન મળી શક્યા હતા.
રમેશ મેન્ડીશે ભારતીય બેટ્સમેનોને તેની ઓવરમાં નિયંત્રણમાં રાખવા પ્રયાસ કર્યો હતો. તેણે ઋતુરાજની વિકેટ બાદના માહોલનો પણ ઉપયોગ કરતી દબાણ લાવવા પ્રયાસ કર્યો હતો.
ભારતે પ્રથમ વિકેટ ઋતુરાજ ગાયકવાડના રુપમાં ગુમાવી છે. ઋતુરાજે 18 બોલમાં 21 રન કર્યા હતા.
ઋતુરાજ ગાયકવાડ મિનોદ ભાનુકાના હાથમાં કેચ ઝડપાયો હતો. શનાકાની ઓવર દરમ્યાન ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ઋતુરાજે બાઉન્સર બોલને હવામાં ઉછાળી દીધો હતો અને તે કેચ આપી બેઠો હતો.
હસારંગાની ઓવરમાં ભારતીય ઓપનરો શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડે 7 રન નિકાળ્યા હતા.
શિખર ધવન 21 રન અને ઋતુરાજ ગાયકવાડ 16 રન સાથે રમતમાં છે.
શિખર ધવને ટીપીકલ શોટ લગાવ્યો હતો. ઇસુરુ ઉડાનાની ઓવરમાં ધવને બાઉન્ડરી લગાવી હતી.
ભારતીય ઓપનર શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડે શાનદાર શરુઆત કરી છે. બંને એ બાઉન્ડીરી સમયાંતરે ફટકારવા સાથે, વિકેટ વચ્ચે સારા ટ્યુનીંગ થી દોડીને રન મેળવી રહ્યા છે.
પ્રથમ ઓવર લઇને આવેલા ચામિરાની ઓવરમાં ઇનીંગનો પ્રથમ ચોગ્ગો શિખર ધવને લગાવ્યો
શ્રીલંકા માટે રમેશ મેન્ડીસ પોતાનુ ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે સદીરા સમરવિક્રમાને ટીમમાં સ્થાન મળ્યુ છે. અશેન બંદારાને ડ્રોપ કરવામાં આવ્યો છે. જ્યારે ચરિથ અસાલંકા ઇજાને લઇને બહાર થયો છે.
Two changes for 🇱🇰
Sadeera Samarawickrama and Ramesh Mendis IN for Charith Asalanka, A Bandara.#SLvIND pic.twitter.com/RoM9BMkxXN
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 28, 2021
ભારતીય ટીમમાં પ્રથમ મેચ કરતા કેટલાક પરિવર્તન થયા છે. આજે ભારતીય ટીમ ફક્ત 5 બેટ્સમેનો અને 6 બોલરો સાથે મેદાને ઉતરી રહી છે. કુલદીપ યાદવ અને નવદીપ સૈની ટીમમાં પરત ફર્યા છે.
Hello & Good Evening from Colombo 👋
Sri Lanka have elected to bowl against #TeamIndia in the 2⃣nd #SLvIND T20I.
Follow the match 👉 https://t.co/Hsbf9yWCCh
Here’s India’s Playing XI 👇 pic.twitter.com/yqyeobUxuu
— BCCI (@BCCI) July 28, 2021
શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા માટે રમેશ મેન્ડીસ ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે ભારતીય કેપ્ટન શિખર ધવને કહ્યુ હતુ કે, તેઓ પહેલા બેટીંગ કરવા ઇચ્છતા હતા.
ભારતીય ટીમમાં આજે 4 ખેલાડીઓને ડેબ્યૂનો મોકો મળ્યો છે. બેટ્સમેનમાં દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ અને નિતીશ રાણા ડેબ્યૂ કરી રહ્યાછે. જ્યારે ઝડપી બોલર ચેતન સાકરિયા પણ આજે ટી20 માં બ્લ્યૂ જર્સીમાં નજર આવશે. સાકરીયા અને રાણાએ અંતિમ વન ડે મેચમાં પણ ડેબ્યૂ કર્યુ હતુ.
Published On - 11:55 pm, Wed, 28 July 21