અન્ડર 19 એશિયા કપ: ભારત સામે પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ

રવિવારે દુબઈમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે અન્ડર 19 એશિયા કપમાં મુકાબલો, આજની મેચમાં પાકિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

અન્ડર 19 એશિયા કપ: ભારત સામે પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ
| Updated on: Dec 10, 2023 | 11:37 AM

વર્લ્ડ કપ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મુકાબલો. આ વખતે યુવા ખેલાડીઓ વચ્ચે થશે ટક્કર. ભારત અને પાકિસ્તાનની અન્ડર 19 ટીમ વચ્ચે દુબઈમાં U19 એશિયા કપ 2023ની પાંચમી મેચમાં ટક્કર. આ મુકાબલો દુબઈમાં શરૂ થઈ ચૂક્યો છે.

પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ભારત અને પાકિસ્તાનની અન્ડર 19 ટીમો વચ્ચે મેચ શરૂ થતા પહેલા ટો યોજાયો હતો, જેમાં બંને ટીમના કપટનો હાજર રહ્યા હતા. પાકિસ્તાનના કેપ્ટન સાદ બેગે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બંને ટીમોની પ્લેઈંગ 11 :

ટીમ ઈન્ડિયા U19 પ્લેઈંગ ઈલેવન:

આદર્શ સિંહ, અરશિન કુલકર્ણી, રુદ્ર પટેલ, ઉદય સહારન (કેપ્ટન), મુશીર ખાન, સચિન ધાસ, અરવેલી અવનીશ (વિકેટ કીપર), સૌમી પાંડે, મુરુગન અભિષેક, રાજ લિંબાણી, નમન તિવારી

પાકિસ્તાન U19 પ્લેઈંગ ઈલેવન:

શમીલ હુસૈન, શાહઝેબ ખાન, અઝાન વાઈસ, સાદ બેગ (કેપ્ટન અને વિકેટ કીપર), મોહમ્મદ જીશાન, મોહમ્મદ રિયાઝુલ્લાહ, તૈયબ આરીફ, અરાફાત મિન્હાસ, અલી અસફંદ, અમીર હસન, ઉબેદ શાહ

બંને ટીમોની વિજયી શરૂઆત

અંડર-19 એશિયા કપ 2023માં ભારત સામે પાકિસ્તાન બંને ટીમોએ વિજયી શરૂઆત કરી હતી અને ગ્રૂપ Aમાં બંને ટીમો પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. પાકિસ્તાન 2 પોઈન્ટ અને 2.770 નેટ રનરેટ સાથે નંબર 1 પર છે જ્યારે 1.180 નેટ રનરેટ સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. ભારતે પહેલી મેચમાં અફઘાનિસ્તાનને અને પાકિસ્તાને પહેલી મેચમાં નેપાળને હરાવ્યું હતું.

આ પણ વાંચો: અન્ડર 19 એશિયા કપ: ભારત સામે પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:02 am, Sun, 10 December 23