ભારત અને ઇંગ્લેન્ડ (India vs England ) વચ્ચે રમાઇ રહેલી 5 ટેસ્ટ મેચોની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર પર છે. ઓવલમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ભારતના પક્ષે જબરદસ્ત રહ્યો હતો. ભારતીય ઓપનર રોહિત શર્માના શતક અને ચેતેશ્વર પુજારાના અર્ધશતકને લઇને ભારત ઇંગ્લેન્ડ કરતા 170 રનની સરસાઇ થી આગળ ચાલી રહ્યુ છે. જે સરસાઇ વધારવા ભારત હજુ વધુ એકાદ બે મોટી ઇનીંગની રમત બેટ્સમેન રમે તેવી અપેક્ષા આજે સેવાઇ રહેશે.
ત્રીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 270 રન કર્યા હતા. પ્રથમ દાવના અંતે ઇંગ્લેન્ડની ટીમે ભારત પર 99 રનની લીડ કરી હતી. પરંતુ ભારતીય ટીમના ઓપનર અને બીજી વિકેટની રમતે ભારતીય ટીમને ઇંગ્લેન્ડથી ગણું આગળ કરી દીધુ હતુ. ત્રીજા દિવસના અંતે 171 રન થી ભારતીય ટીમ આગળ રહી હતી. ભારત પાસે હજુ 7 વિકેટ છે અને જે સ્કોરને મજબૂત કરવા માટે પુરતી વિકેટો છે.
પ્રથમ દાવમાં ઝડપ થી વિકેટ ગુમાવી રહેલ ટીમ ઇન્ડીયાએ બીજા દાવમાં જબરદસ્ત રીતે મેચમાં પરત ફરતી રમત રમી હતી. ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લીશ બોલરોને શનિવારની રમતમાં હંફાવી દીધા હતા. રોહિત શર્માએ 127 રનની જબરદસ્ત રમત રમી હતી. રોહિત શર્માએ વિદેશની ધરતી પર તેનુ પ્રથમ શતક લગાવ્યુ હતુ. આ પહેલા તેણે બે અર્ધશતક સિરીઝમાં લગાવ્યા હતા. પરંતુ શતક સુધી તેની રમતને લંબાવી શક્યો નહોતો.
હસિબ હમિદે જાડેજાની ઓવર દરમયાન ચોગ્ગા લગાવ્યો હતો.
ઉમેશ યાદવની વિકેટ સાથે જ ભારતનો બીજો દાવ સમાપ્ત થયો હતો.
વોક્સના બોલ પર શોટ લગાવવા જતા મોઇન અલીએ તેનો કેચ ઝડપ્યો હતો.
મોઇન અલીના બોલને બુમરાહ બાઉન્ડરીની પાર મોકલવામાં સફળ રહ્યો હતો.
જસપ્રિત બુમરાહે જો રુટ ના બોલ પર ગેપ નિકાળી બાઉન્ડરી મેળવી હતી. બુમરાહ અને ઉમેશ યાદવ રમતમાં છે.
ઉમેશ યાદવે મોઇન અલીના બોલ પર શાનદાર છગ્ગો લગાવ્યો હતો.
ઋષભ પંત મોઇન અલીના બોલને સ્ટ્રેઇટમાં સીધો ફટકારવાની કોશીષમાં મોઇનના હાથમાં કેચ આપી બેઠો હતો. આમ ફીફટી પુરી કરતા જ તે પેવેલિયન પરત ફર્યો હતો.
ઋષભ પંતે એક રન લઇને પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ.
જો રુટ ખુદ બોલીંગ માટે આવ્યા હતા. જેમને પંત અને શાર્દૂલની જોડી તોડવામાં સફળતા મળી હતી. શાર્દૂલ ઠાકુલ 60 રન કરીને આઉટ થયો હતો. બંને એ શતકીય ભાગીદારી રમત રમી હતી.
ઋષભ પંતે એન્ડરસના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો. એન્ડરસની ઓવરમાં જ ઠાકુરે પણ ચોગ્ગો લગાવ્યો હતો. આમ હવે છેલ્લી કેટલીક ઓવર થી બંને બેટ્સમેનોએ રમતની આક્રમકતા વધારી દીધી છે.
શાર્દૂલ ઠાકુરે પ્રથમ દાવમાં પણ અર્ધશતક લગાવ્યુ હતુ. સતત બીજુ અર્ધશતક ઠાકુરે ઓવલના મેદાન પર લગાવવામાં સફળતા મેળવી હતી. ચોગ્ગા અને છગ્ગા થી સજાવેલુ તેનુ અર્ધશતક દર્શકોના મનોરંજન માટે ખુશ કરી દેનારુ હતુ.
પંતે વિકેટકીપરની પાસે થઇને બોલને બાઉન્ડરી મેળવી હતી.
ઋષભ પંતે બોલને ફટકારીને રન લેવા માટે દોડી પડ્યો હતો. શાર્દૂલ ઠાકુરના ના છતાં પણ તે દોડવા લાગ્યો હતો અને બાદમાં તે પરત ફરી ગયો હતો. જોકે બોલ મોઇન અલીના હાથમાં આવતા જ તેણે અડધી પીચે પહોંચેલા પંતને આઉટ કરવા થ્રો લગાવ્યો. પરંતુ નસીબે તે બોલ સ્ટંપને વાગ્યા વિના પસાર થયો. હસિબ પણ બોલને પકડીને પાછો થ્રો કરવામાં બોલને પગમાં શોધતો રહ્યો. આમ રમૂજી સ્થિતી વચ્ચે પંત રન આઉટ થી બચી ગયો હતો. આ એક આસાન રન આઉટ થઇ શક્યો હતો. પરંતુ નસીબે તે બચ્યો હતો.
ઠાકુરે મોઇન અલીની ઓવરમાં ચોગ્ગો લગાવ્યો હતો તેને રોકવા માટે જો રુટે પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી નહોતી.
મોઇન અલીના બોલ પર ઋષભ પંતે શાનદાર શોટ સ્ટ્રેઇટમાં લગાવ્યો હતો. સીધો જ લગાવેલ શોટ વડે વન બાઉન્સ ચોગ્ગો મળ્યો હતો.
શાર્દૂલ ઠાકુરે વધુ એક બાઉન્ડરી લગાવી હતી. લોંગ ઓન પર રહી હતી તેની આ બાઉન્ડરી લગાવી હતી.
શાર્દુલ ઠાકુરે ડીપ એકસ્ટ્રા કવર બાઉન્ડરી લગાવી હતી. તેનો આ શાનદાર શોટ રહ્યો હતો જેની પર તેેણે ચોગ્ગો મેળવ્યો હતો. મોઇન અલી ના બોલ પર તેણે પુરા ટાઇમીંગ થી શોટ લગાવ્યો હતો.
ભારતીય ટીમને માટે મોટો ઝટકો લાગ્યો છે. જે પ્રથમ સેશનનમાં ભારતે એક બાદ એક ત્રણ મહત્વની વિકેટ ગુમાવી છે. જેમાં કોહલની 44 રને વિકેટ ગુમાવી હતી.
ઋષભ પંતે મોઇન અલીના બોલ પર એક શોટ લગાવ્યો હતો. તે બોલ પર કોહલીએ દોડીને બે રન મેળવ્યા હતા. પરંતુ ફિલ્ડરે ઓવર થ્રોમાં બોલને બાઉન્ડરીના પાર મોકલતા 6 રન ભારતના ખાતામાં જમા થયા હતા.
વિરાટ કોહલી હવે સુરક્ષીત રીતે રમવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમ્યાન તે વચ્ચે વચ્ચે ખરાબ બોલ પર બાઉન્ડરી મેળવતો રહે છે. ઓવર્ટનની બોલ પર બાઉન્ડરી કોહલી એ મેળવી હતી.
ક્રિસ વોક્સ બોલીંગમાં આવતા જ આફત રુપ બન્યો છે પહેલા રવિન્દ્ર જાડેજા અને બાદમાં અજીંક્ય રહાણેની વિકેટ ઝડપી લીધી છે. આમ ટીમ ઇન્ડીયાની ખુશીઓને પલટી દેવા રુપ તેણે આક્રમક બોલીંગ કરી છે. રહાણે એ આ પહેલા રીવ્યૂ લઇને એક વાર તો મેદાન પર અંપાયરના આઉટના નિર્ણય પર જીવત દાન મેળવ્યુ હતુ. પરંતુ વોક્સે તેને આ વખતે લેગ બીફોર આઉટની જાળમાં ફસાવી દીધો હતો.
બોલીંગમાં પરિવર્તન કરીને ઇંગ્લેન્ડે ક્રિસ વોક્સને બોલીંગની જવાબદારી આપી હતી. વોક્સના બોલ પર જાડેજા LBW આઉટ થયો હતો. તે દરમ્યાર મેદાન પર અંપાયરે તેને આઉટ આપ્યો હતો. જેની પર રિવ્યૂ લીધો હતો. પરંતુ તેમાં પણ તે આઉટ જાહેર થયો હતો.
ભારત 296-4
વિરાટ કોહલીએ જેમ્સ એન્ડરસનની ઓવર દરમ્યાન શાનદાર કવર ડ્રાઇવ લગાવી હતી. જેને દ્વારા તેના શાનદાર બાઉન્ડરી પ્રાપ્ત થઇ હતી.
રોબિન્સન ઓવર કરી રહ્યો હતો. તેના બોલ પર શોટ લગાવીને જાડેજાએ બોલને બાઉન્ડરી બહાર મોકલ્યો હતો.
ઓવલ ટેસ્ટના ચોથા દિવસની શરૂઆત ભારત માટે થોડી સારી રહી નથી. રમતની શરૂઆત પહેલા જ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોને અલગ રાખવામાં આવ્યા છે. BCCI એ એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે, રવિ શાસ્ત્રીનો લેટરલ ફ્લો ટેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝીયોથેરાપિસ્ટ નીતિન પટેલ, જે તેમના સંપર્કમાં આવ્યા હતા, તેમને સાવચેતીના પગલા તરીકે અલગ રાખવામાં આવ્યા છે.
આ સિવાય તમામ ખેલાડીઓનું ગઈકાલે અને આજે સવારે પણ બે વખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે નેગેટિવ આવ્યું હતું અને તે પછી ખેલાડીઓને મેદાનમાં જવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ચાર સભ્યોને જ્યાં સુધી પરવાનગી ન મળે ત્યાં સુધી મેદાનમાં જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મેડિકલ ટીમ દ્વારા પરવાનગી આપવામાં આવે ત્યાર બાદ તેઓ મેદાનમાં પરત ફરશે.
UPDATE – Four members of Team India Support Staff to remain in isolation.
More details here – https://t.co/HDUWL0GrNV #ENGvIND pic.twitter.com/HG77OYRAp2
— BCCI (@BCCI) September 5, 2021
વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે, જ્યારે ઇંગ્લેન્ડ તરફ થી રોબિન્સને પ્રથમ ઓવર કરી હતી.
Published On - 3:23 pm, Sun, 5 September 21