ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની (India vs England) પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ લોર્ડઝ (Lords Test) મેદાન પર રમાઇ રહી છે. ત્રીજા દિવસની રમત ભારત માટે મહત્વની હતી. ત્રીજા દિવસની રમતની શરુઆત ઇંગ્લેન્ડે 3 વિકેટે 119 રનના સ્કોર સાથે કરી હતી. કેપ્ટન જો રુટ (Joe Root) ના શતક સાથે ઇંગ્લેન્ડે 391 રનની ઇનીંગ રમી હતી.
ભારત સામે ઇંગ્લેન્ડે 27 રનની લીડ મેળવી હતી. અંતિમ સેશનમાં ભારતીય બોલર શામીએ દિવસની રમતના અંતિમ બોલે વિકેટ મેળવતા ઇંગ્લેન્ડની ઇનીંગનો અંત થયો હતો. કેપ્ટન રુટ અણનમ રહ્યો હતો.
જો રુટ 75 બોલમાં 48 રન કરીને અને જોની બેયરિસ્ટો 6 રન સાથે ત્રીજા દિવસની રમત શરુ કરી હતી. રુટે 180 રનની શાનદાર અણનમ રમત રમી હતી. જોની બેયરિસ્ટો (Jonny Bairstow) સાથે મળીને 121 રનની ભાગીદારી રમત રમી હતી. બેયરિસ્ટોએ 58 રનની રમત રમી હતી.
મહંમદ સિરાજ ભારત તરફ થી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગની પ્રથમ બંને વિકેટ સળંગ બે બોલમાં મેળવી હતી. સિરાજે ઇનીંગમાં 4 વિકેટ મેળવી હતી. જ્યારે ઇશાંત શર્માએ 3 વિકેટ મેળવી હતી. ઇશાંત પણ સિરાજની માફક બે બોલમાં બે સળંગ વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. મહંમદ શામી એ 2 વિકેટ મેળવી હતી.
જેમ્સ એન્ડરનસનની વિકેટ સાથે જ ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગ સમેટાઇ હતી. ભારતીય બોલરોએ આખરે અંતિમ સેશનની રમતના અંતિમ બોલે ઇંગ્લેન્ડની અંતિમ વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે ભારત સામે 27 રનની લીડ મેળવી હતી.
મહંમદ સિરાજની ઓવર દરમ્યાન જો રુટે એક બાદ એક બે ચોગ્ગા લગાવ્યા હતા. જે પ્રકારના શોટ્સ લગાવ્યા હતા રુટે જાણે કે, તે બેવડી સદી પણ અંતિમ વિકેટ ની રમત પહેલા પુરી કરી લેવાનો ચાન્સ મેળવવા ઇચ્છુક લાગી રહ્યો છે.
જો રુટે બાઉન્ડરી સાથે પોતાના 170 રન પુરા કર્યા હતા. કેપ્ટન રુટે જબરદસ્ત ઇનીંગ રમી હતી. તેણે વિશાળ ઇનીંગ દરમ્યાન 16 મી બાઉન્ડરી લગાવી હતી.
માર્ક વુડના રુપમાં નવમી વિકેટ ઇંગ્લેન્ડે ગુમાવી હતી. રવિન્દ્ર જાડેજાએ ઝડપ થી બોલને વિકેટકીપર પાસે મોકલી આપ્યો હતો. પંતે રન આઉટનુ કામ પુરુ કર્યુ હતુ.
ઓલી રોબિન્સનને LBW ના રુપમાં સિરાજે વિકેટ ઝડપી હતી. સિરાજની આ ચોથી વિકેટ ઇનીંગ દરમ્યાન હતી.
ઇશાંત શર્માએ શાનદાર રીતે એક બાદ એક સળંગ બે વિકેટ ઝડપી હતી. પહેલા મોઇન અલી અને ત્યાર બાદ સેમ કરનને ગોલ્ડ ડક આઉટ કરી બીજો શિકાર ઝડપ્યો હતો. આજે બીજી વાર આવી ઘટના નોંધાઇ હતી, જેમાં સળંગ બે બોલમાં બે વિકેટ બોલરે ઝડપી હોય. ઇશાંત ની પહેલા સિરાજે આ કમાલ કર્યો હતો.
ઇંગ્લેન્ડ 342-7
ઇશાંત શર્મા એ આખરે સફળતા અપાવી હતી. મોઇન અલી 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ઇગ્લેન્ડ 341-6
જો રુટે ચોગ્ગા વડે 150 રનના વ્યક્તિગત રન પુરા કર્યા છે. જો રુટ 150 રન પુરા કરવા દરમ્યાન સહેજ માટે બચ્યો હતો. ઇશાંત શર્માની ઓવરમાં બોલ સીધો જ રોહિત શર્મા પાસે પહોંચ્યો હતો. જે બોલ રોહિતના પાસે કેચની તક હતી .પરંતુ તે તક રોહિત થી છુટી ગઇ હતી.
જો રુટ મેચની સ્થિતીને પોતાના તરફ કરવા માટે નો પ્રયાસ કરી રહ્યો છે. તેણે રમતને શતક સાથે શાનદાર બનાવી દીધી છે.
જો રુટ શતક બાદ રમતમાં છે, તેની સાથે મોઇન અલી પણ રમતમાં છે. ઇંગ્લેન્ડ 64 રન થી ભારત કરતા પાછળ છે.
જો રુટ ક્રિઝ પર રહીને ટીમની સ્થિતીને જાળવી રહ્યો છે. તેણે શામીના બોલ પર બાઉન્ડરી મેળવી હતી.
જોસ બટલર લયમાં હતો એ દરમ્યાન જ ઇશાંત શર્માએ તેની વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે જ ભારતને હવે રાહત પહોંચી છે. પહેલા બેયરિસ્ટો અને બાદમાં બટલરની વિકેટ થી ભારતીય કેમ્પમાં હળવાશ થઇ હતી.
ઇંગ્લેન્ડ 283-05
જસપ્રીત બુમરાહની ઓવરમાં બટલરે બે ચોગ્ગા લગાવ્યા હતા. જેમાં એક ચોગ્ગો નો બોલ પર લગાવ્યો હતો. બુમરાહે આ એક જ ઓવરમાં બે નો બોલ નાંખ્યા હતા.
જો રુટે તેની રમતને આગળ વઘારી છે. તેણે શતક બાદ ઇંગ્લેન્ડના સ્કોર બોર્ડને ફરતુ રાખીને ભારતના સ્કોરની નજીક ઝડપ થી પહોંચવાના પ્રયાસ ભરી રમત રમી છે.
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે આ ચોગ્ગો લગાવવા સાથે ટેસ્ટ ક્રિકેટમાં 9 હજાર રન પુરા કર્યા છે. રુટે લોર્ડઝ મેદાન પર એક બાદ એક ઉપલબ્ધીઓ હાંસલ કરી છે.
જો રુટે શાનદાર શતક લગાવ્યુ છે. તેણે 22 મુુ શતક નોંધાવ્યુ છે, જ્યારે ભારત સામે 7 મુ શતક લગાવ્યુ હતુ. રુટની રમતે ઇંગ્લેન્ડની સ્થિતીને ભારત સામે મજબૂતાઇ ભરી આગળ વધારી છે.
121 રનની ભાગીદારી રમતનો અંત સિરાજે આણ્યો હતો. રુટ અને બેયરિસ્ટો બંને એ ઇંગ્લેન્ડના સ્કોરને આગળ વધારતા મજબૂત ભાગીદારી રમત રમી હતી.
જોની બેયરિસ્ટો અર્ધશતક ફટકારી ચુક્યો છે. ટીમનો સ્કોર પણ યોજના પ્રમાણે આગળ વધી રહ્યો છે. આ દરમ્યાન તેણે સિરાજના બોલ પર ફાઇન લેગ પર બાઉન્ડરી લગાવી હતી.
પ્રથમ સેશન ઇંગ્લેન્ડના નામે રહ્યુ છે. જો રુટ અને બેયરિસ્ટોએ 108 રનની ભાગીદારી રમત રમી છે. જો રુટ પણ હવે તેના શતકની નજીક પહોંચી ચુક્યો છે.
જો રુટ હવે તેના શતક તરફ આગળ વધવા લાગ્યો છે. તે શતકની નજીક છે. સિરીઝમાં તેનુ બીજુ શતક નોંધાવવાની રુટને તક છે. શામીના બોલ પર તેણે ચોગ્ગો લગાવ્યો હતો. ઇનીંગનો તેણે 9મો ચોગ્ગો લગાવ્યો હતો.
જો રુટ બાદ હવે જોની બેયરિસ્ટોએ પણ અર્ધશતક ઝડ્યુ છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનુ 22 મુ અર્ધશતક લગાવ્યુ હતુ.
4 થી વિકેટની ભાગીદારી રમત 100 રનની થઇ ચુકી છે. કેપ્ટન જો રુટ અને બેયરિસ્ટોએ ભાગીદારી રમત રમીને ઇંગ્લેન્ડની સ્થિતીને હવે મેચમાં મજબૂત બનાવવા પ્રયાસ કર્યો છે.
જો રુટ અને જોની બેયરિસ્ટો બંને ક્રિઝ પર જામવા લાગ્યા છે. બંનેએ ભારતીય ટીમની મુશ્કેલીઓને હવે વધારવી શરુ કરી છે. ભારતીય ટીમને વિકેટની સફળતા મળી રહી નથી. તો બીજી તરફ ઇંગ્લીશ જોડી સ્કોર બોર્ડને આગળ વધારી રહ્યા છે.
ઇંગલેન્ડના કેપ્ટન રુટ અને બેયરિસ્ટો રમતને જમાવી રહ્યા છે. બંનેએ શરુઆત સ્કોર બોર્ડને ફેરવતી કરી છે. બંને ડ્રીક્સ બ્રેક સુધીમાં 65 રનની ભાગીદારી કરી ચુક્યા છે. જે તોડી હવે મજબૂતાઇ થી આગળ વધવા લાગી છે.
બુમરાહ અને રવિન્દ્ર જાડેજા બંનેએ બોલીંગની શરુઆત કરી છે. જાડેજાએ તેની ઓવરમાં માત્ર 1 રન આપ્યો હતો. આ પહેલા સિરાજ અને શામીની જોડીએ બોલીંગ કરી હતી. જેમાં રુટ અને બેયરિસ્ટોએ ઝડપ થી સ્કોર બોર્ડ આગળ વધાર્યુ હતુ.
શામીની ઓવરમાં એક બાદ એક એમ બે ચોગ્ગા બેયરિસ્ટોએ લગાવ્યા હતા.
ઇંગ્લેન્ડ 132-03
બાઉન્ડરી લગાવીને જો રુટે અર્ધશતક લગાવ્યુ હતુ. જો રુટ સિરીઝ દરમ્યાન ફોર્મમાં છે.
સિરાજની ઓવર દરમ્યાન જો રુટે ચોગ્ગો લગાવ્યો હતો.
મંહમદ શામી દિવસની પ્રથમ ઓવર લઇને આવ્યો છે. જેનો સામનો જો રુટે કર્યો હતો, જોની બેયરિસ્ટો અને રુટ બંને ક્રિઝ પર છે.
Published On - 3:25 pm, Sat, 14 August 21