IND vs ENG 2nd Test Day 2 Highlights: બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડ 3 વિકેટ ગુમાવી 119 રન કરી ભારત થી 245 રન પાછળ

|

Aug 14, 2021 | 12:29 AM

India vs England 2nd Test Day 2 Highlights: ભારતીય બેટ્સમેનોએ પ્રથમ દિવસની રમતમાં પોતાનો દમ દેખાડી ઇંગ્લેન્ડ સામે મજબૂત પાયો નાંખ્યો હતો. બીજા દિવસે ભારતની ઇનીંગ સમેટાયા બાદ ઇગ્લેન્ડ હજુ 245 રન ભારતના સ્કોર થી દુર છે.

IND vs ENG 2nd Test Day 2 Highlights:  બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડ 3 વિકેટ ગુમાવી 119 રન કરી ભારત થી 245 રન પાછળ

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ની લોર્ડઝ ટેસ્ટ (Lords Test) મેચના બીજા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 119 રહ્યો હતો. ભારતીય ટીમે બીજા દિવસની રમતને 3 વિકેટ થી શરુ કરી હતી. જે બીજા સેશન દરમ્યાન સમેટાઇ ગઇ હતી. ભારતે ઇંગ્લેન્ડ સામે 364 રનનો મજબૂત સ્કોર પ્રથમ ઇનીંગના અંતે કર્યો હતો.

ભારતીય ટીમે તેની રમતને બીજા દિવસે 276 રન થી શરુ કરી હતી. રમતને આગળ વધારનાર રાહુલ અને અજીંક્ય રહાણે બંને ઝડપ થી પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. ભારતની પ્રથમ બેટીંગ ઇનીંગ બીજા સેશન બાદ સમેટાઇ ગઇ હતી.

શુક્રવારે ભારત તરફ થી રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંતની રમત શાનદાર રહી હતી. રવિન્દ્ર જાડેજાએ 40 રનની ઇનીંગ રમી હતી. જ્યારે ઋષભ પંતે 37 રનની ઇનીંગ રમી હતી.

ઇંગ્લેન્ડે શરુઆતની ઓવરો એટલે કે, બીજા સેશનને ધીમી રમત સાથે પસાર કરી હતી. પરંતુ ટી બ્રેક બાદ અંતિમ સેશનની શરુઆતે જ ઇંગ્લેન્ડે સીબ્લી અને હસીબની વિકેટ ઝડપી ને સિરાજે ઇંગ્લેન્ડને મુશ્કેલી સ્થિતીમાં મુકી દીધુ હતુ. બર્ન્સ 49 રને વિકેટ ગુમાવી બેઠો હતો.

જો રુટ 75 બોલમાં 48 રન કરીને અને જોની બેયરિસ્ટો 6 રન કરીને રમતમાં છે. બંને એ દિવસની અંતિમ ઓવરો દરમ્યાન ધીમી રમત રમી હતી.

ભારત તરફ થી મંહમદ સિરાજે  પહેલા સીબ્લી અને તેના બીજા જ બોલે હસીબનુ મીડલ સ્ટંમ્પ ઉખાડી દઇ ક્લીન બોલ્ડ કરી દીધો હતો.. સિરાજે 13 ઓવર કરીને 2 વિકેટ મેળવી હતી. જ્યારે શામીએ 8 ઓવર કરીને 1 વિકેટ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવર કરીને માત્ર 6 રન ગુમાવ્યા હતા.

 

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 13 Aug 2021 11:04 PM (IST)

    બીજા દીવસની રમત પૂર્ણ

  • 13 Aug 2021 10:45 PM (IST)

    ઓવર થ્રો પર બાઉન્ડરી

    રવિન્દ્ર જાડેજાએ રન આઉટનો ચાન્સ લેવા માટે ઝડપ થી થ્રો લગાવતા, બોલ સીધો જ બાઉન્ડરી પાર પહોંચ્યો હતો.


  • 13 Aug 2021 10:40 PM (IST)

    રોરી બર્ન્સ આઉટ, ફીફટી ચુક્યો

    રોરી બર્ન્સ અર્ધશતક ચુક્યો હતો. તે 49 રને મહંમદ શામીના બોલનો શિકાર બન્યો હતો. અંપાયરે અપીલ પર LBW આઉટ આપ્યો હતો. બર્ન્સે રીવ્યૂ લેતા તેમાં તે આઉટ હોવાનો જ નિર્ણય સામે આવ્યો હતો.

     

    ઇંગ્લેન્ડ 108-3

  • 13 Aug 2021 10:26 PM (IST)

    ઇંગ્લેન્ડના 100 રન પુરા

  • 13 Aug 2021 10:15 PM (IST)

    જો રુટનો વધુ એક ચોગ્ગો

    જો રુટે બુમરાહની ઓવર દરમ્યાન ચોગ્ગો લગાવ્યો હતો. આમ ટીમ હવે 100 રનની નજીક પહોંચવા તરફ આગળ વધી રહી છે.

    ઇંગ્લેન્ડ 91-2

  • 13 Aug 2021 10:13 PM (IST)

    ઇંગ્લેન્ડ- 10 ઓવરમાં રનની ગતી વધી

    અંતિમ 10 ઓવર દરમ્યાન ઇંગ્લેન્ડની ટીમની રનની ઝડપ વધી હતી. સ્કોર બોર્ડ શરુઆતની ઓવર દરમ્યાન ખૂબ જ ઘીમે ચાલી રહ્યુ હતુ. પરંતુ બર્ન્સ અને રુટના ચોગ્ગાઓ ભરી રમતને લઇને સ્કોર બોર્ડ દોડવા લાગ્યુ હતુ. પરીણામે અંતિમ 10 ઓવરમાં ઇંગ્લેન્ડની ટીમના સ્કોર બોર્ડમાં 42 રન ઉમેરાયા હતા.

  • 13 Aug 2021 10:00 PM (IST)

    રોરી બર્ન્સ એ લગાવ્યો ચોગ્ગો

    ઇશાંત શર્માની ઓવર દરમ્યાન  બર્ન્સે ચોગ્ગો લગાવ્યો હતો. આ સાથે ટીમનો સ્કોર 78 રન પર પહોંચ્યો હતો.

  • 13 Aug 2021 09:38 PM (IST)

    જો રુટે પણ લગાવ્યા 2 ચોગ્ગા

    ઇશાંત શર્માના બોલ પર એક બાદ એક બે ચોગ્ગા રુટે લગાવ્યા હતા.  જેને લઇને એકાએક જ ઇંગ્લેન્ડનુ સ્કોર બોર્ડ ઝડપી બની ગયુ હતુ.

     

    ઇંગ્લેન્ડ 62-2

  • 13 Aug 2021 09:37 PM (IST)

    બર્ન્સની 3 બાઉન્ડરી

    સિરાજની ઓવર દરમ્યાન બર્ન્સે  ત્રણેય બાઉન્ડરી લગાવી હતી. ધીમી ધીમે કરીને ઇંગ્લેન્ડે રમતને આગળ વધારી હતી, ત્યા જ સિરાજની બોલીંગ દરમ્યાન રોરી બર્ન્સે ત્રણ ચોગ્ગા લગાવીને સ્કોર બોર્ડને એક દમ જ ફેરવી દીધુ હતુ. આમ ઇંગ્લેન્ડે 50 રનના સ્કોરને પાર કર્યો હતો.

     

    ઇંગ્લેન્ડ 54-02

  • 13 Aug 2021 09:34 PM (IST)

    ફરી એકવાર રિવ્યૂ ખરાબ થયો

    ફરીથી એ જ બોલ, એ જ અપીલ, એ જ બોલર, એ જ બેટ્સમેન અને એ જ સમીક્ષા બરબાદ. ફરી એક વખત સિરાજનો બોલ અંદર આવ્યો, જેનો રુટ બચાવ કરી શક્યો નહીં અને તેના પેડને અથડાયો. ફરી એક જોરદાર અપીલ થઈ અને અમ્પાયર માઈકલ ગફે સીધી જ અપીલ નકારી દીધી. આ વખતે ભારતીય કેપ્ટન કોહલીએ અત્યંત અનિચ્છા એ અને ઋષભ પંતના સતત ઇનકાર છતાં રિવ્યૂ લીધુ અને આ વખતે બોલ સ્ટમ્પથી ઘણો દૂર હતો. અત્યંત ખરાબ DRS કોલ. ભારતની બીજુ રિવ્યૂ બરબાદ થયુ હતુ.

  • 13 Aug 2021 09:18 PM (IST)

    ઇશાંત શર્મા ફરી થી બોલીંગમાં, બીજો સ્પેલ

  • 13 Aug 2021 08:54 PM (IST)

    જો રુટ એ ચોગ્ગો લગાવ્યો

    મંહમદ શામીના બોલ પર જો રુટે ચોગ્ગો લગાવ્યો હતો. સળંગ બે વિકેટ ગુમાવવા બાદ આંચકો અનુભવી ચુકેલ ઇંગ્લેન્ડે તેની રમતને ધીમી અને સાચવી ને રમવાની જારી રાખી છે.

    ઇંગ્લેન્ડ 28-2

  • 13 Aug 2021 08:42 PM (IST)

    સિરાજનો જબરદ્સત એટેક, 2 સળંગ વિકેટ ઝડપી

    ડોમ સિબ્લી બાદ તુરત જ હસિબની વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડને સિરાજે મુશ્કેલીમાં મુકી દીધુ હતુ. સિરાજે જબરદસ્ત બોલીંગ કરી દર્શાવી હતી. સિરાજે આજે તેના સ્પેલની પ્રથમ બોલીંગ સાથે જ ધારદાર શરુઆત કરી હતી. જેની સફળતા ટી બ્રેક બાદ તુરત મળી હતી.

     

     

  • 13 Aug 2021 08:17 PM (IST)

    બીજુ સમાપ્ત, ટી બ્રેક

    ઇંગ્લેન્ડ 23-0

  • 13 Aug 2021 08:10 PM (IST)

    બોલીંગમાં પરીવર્તન

    બુમરાહ અને ઇશાંત શર્માના સ્થાને સિરાજ અને શામીને બોલીંગમાં લાવી દેવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડની ઓપનીંગ જોડીને તોડવા માટે ભારતીય ટીમ પ્રયાસમાં છે.

  • 13 Aug 2021 07:57 PM (IST)

    10 ઓવરના અંતે ઇંગ્લેન્ડ 15-0

    જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્માએ 5-5 ઓવર કરી છે. બંને કસીને બોલીંગ કરવા માટે પ્રયાસ કર્યો છે. ઇંગ્લેન્ડના બેટ્સમેનો વિકેટ બચાવવાના પ્રયાસ થી રમત રમી રહ્યા છે.

     

    ઇંગ્લેન્ડ 15-0

  • 13 Aug 2021 07:27 PM (IST)

    ઇંગ્લેન્ડની ઇનીંગની પ્રથમ બાઉન્ડરી

    ઇશાંત શર્માની ઓવર દરમ્યાન સીબ્લીએ બાઉન્ડરી લગાવી હતી. જે ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગની પ્રથમ બાઉન્ડરી હતી.

  • 13 Aug 2021 07:13 PM (IST)

    ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગ શરુ

    રોરી બર્ન્સ અને ડોમિનીક સિબ્લી ક્રિઝ પર

  • 13 Aug 2021 06:59 PM (IST)

    364 રને ભારતની પ્રથમ ઇનીંગ સમાપ્ત

    રવિન્દ્ર જાડેજાની વિકેટ ગુમાવવા સાથે જ ભારતની બેટીંગ ઇનીંગ સમાપ્ત થઇ હતી. ભારતીય બેટ્સમેનો મજબૂત સ્કોર ખડકવામાં સફળ રહ્યા હતા.

  • 13 Aug 2021 06:57 PM (IST)

    જસપ્રીત બુમરાહ આઉટ, 9મી વિકેટ

    જેમ્સ એન્ડરસને જસપ્રીત બુમરાહની વિકેટ ઝડપીને લોર્ડઝમાં ઇનીંગની 5 મી વિકેટ ઝડપી હતી. બુમરાહ શૂન્ય રને પરત ફર્યો હતો.

  • 13 Aug 2021 06:47 PM (IST)

    ઇશાંત શર્મા LBW આઉટ

    ઇશાંત શર્મા થોડાક સમય અગાઉ રન આઉટ થી માંડ બચ્યો હતો. ત્યાં હવે એલબીડલબ્યુ આઉટ થતા પેવેલિયન પરત ફર્યો હતો. ઇશાંત શર્મા ની વિકેટ જેમ્સ એન્ડરસે રીવ્યૂ લઇ મેળવી હતી.

  • 13 Aug 2021 06:36 PM (IST)

    ઇશાંત શર્મા ની બાઉન્ડરી

    સ્વીપર કવર પર ઇશાંત શર્માએ બાઉન્ડરી લગાવી હતી. માર્ક વુડના બોલ પર ઇશાંતે આ ચોગ્ગો લગાવ્યો હતો.

    ભારત 355-07

  • 13 Aug 2021 06:25 PM (IST)

    ભારત 350-07

    ભારતીય ટીમે 350 રનના સ્કોરને પાર કર્યો હતો. ધીરજ પૂર્વક રમત રમીને સાડા ત્રણસો રનના આંકને પાર કર્યો હતો. જે એક મજબૂત આંકને ટીમે પાર કર્યો છે. આ સાથે જ ઇંગ્લેન્ડની ટીમની ટોસ જીતીને ફીલ્ડીંગ કરવાની યોજના પર ભારતીય બેટ્સમેનોએ પાણી ફેરવી દર્શાવ્યુ છે.

  • 13 Aug 2021 06:11 PM (IST)

    લંચ બાદ રમત ફરી શરુ

    લંચ બ્રેક બાદ ઓલી રોબીન્સન બોલીંગ લઇ આવ્યો છે. જાડેજા અને ઇશાંત શર્મા બંને ક્રિઝ પર છે.

  • 13 Aug 2021 05:33 PM (IST)

    લંચ બ્રેક શરુ

    રવિન્દ્ર જાડેજા અને ઇશાંત શર્મા ની જોડી લંચ બ્રેક સુઝી ક્રિઝ પર બની રહ્યા છે. જાડેજાએ 31 રન કર્યા છે. જાડેજાએ ધીરજપૂર્વક રમત રમી હતી.

    ભારત 346-07

  • 13 Aug 2021 05:10 PM (IST)

    મહંમદ શામી આઉટ

  • 13 Aug 2021 05:09 PM (IST)

    પંત આઉટ

    ઋષભ પંત એક દમ લયમાં રમત રમી રહ્યો હતો. તેણે સ્કોર બોર્ડને ફરતુ રાખવા માટે પ્રયાસ કરતી રમત રમી હતી. 37 રન 5 ચોગ્ગાની મદદ થી કરીને તે આઉટ થયો હતો.

  • 13 Aug 2021 04:53 PM (IST)

    જાડેજા-પંત બંને લેફ્ટ હેન્ડર્સ રમતમાં

    આજે આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે છે. તો વળી સંયોગ મુજબ હાલમાં લોર્ડઝના મેદાન પર ભારતીય ડાબોડી બેટ્સમેન હાલમાં ક્રિઝ પર મોજુદ છે. રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંત બંને હાલમાં ભારતીય ટીમને વધુ મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

  • 13 Aug 2021 04:40 PM (IST)

    ઋષભ પંતે લગાવ્યો ચોગ્ગો

    માર્ક વુડની ઓવરમાં પંતે ચોગ્ગો લગાવ્યો હતો. ભારતીય બેટ્સમેનોએ હવે ઝડપ થી મજબૂત સ્કોર તરફ આગળ વધવા માટે પ્રયાસ જારી રાખ્યો છે.

  • 13 Aug 2021 04:25 PM (IST)

    ટીમ ઇન્ડીયાએ 300 નો આંક પાર કર્યો

    ભારતીય ટીમના બેટ્સમેનોએ મેચના પ્રથમ દિવસે ઇંગ્લીશ બોલરોને હંફાવી દીધા હતા. બીજા દિવસની રમતની શરુઆતે બે મહત્વની વિકેટો ગુમાવી હતી. રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંત રમતમાં છે.

  • 13 Aug 2021 04:01 PM (IST)

    પંતની બેક ટુ બેક બાઉન્ડરી

    રોબિન્સનની ઓવર દરમ્યાન પંતે એક બાદ એક એમ બે સળંગ બાઉન્ડરી લગાવી હતી..

  • 13 Aug 2021 03:58 PM (IST)

    ઋષભ પંતે લગાવ્યો ચોગ્ગો

    એન્ડરસનના બોલ પર ઋષભ પંતે ચોગ્ગો લગાવ્યો હતો. પંતે તેની ઇનીંગનો આ બીજો ચોગ્ગો લગાવ્યો હતો.

  • 13 Aug 2021 03:39 PM (IST)

    રહાણે આઉટ

    રહાણે 1 રન બનાવીને આઉટ થયો હતો. રહાણે અને કેએલ રાહુલે દિવસની રમતની શરુઆત કરી હતી. જે બંને બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા છે. રહાણેએ 23 બોલની રમત રમી હતી. જેમ્સ એન્ડરસને રહાણેની વિકેટ ઝડપી હતી.

  • 13 Aug 2021 03:37 PM (IST)

    ઋષભ પંત રમતમાં, લગાવ્યો ચોગ્ગો

    રાહુલના આઉટ થવા બાદ ઋષભ પંત રમત આવ્યો છે. તેણે રોબિન્સનની ઓવર દરમ્યાન શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો.

  • 13 Aug 2021 03:36 PM (IST)

    કેએલ રાહુલ આઉટ

    કેએલ રાહુલ બીજા દીવસની રમત શરુ થવા સાથે જ વિકેટ ગુમાવી હતી. 129 રન કરીને રાહુલ પેવેલિયન પરત ફર્યો હતો.

Published On - 7:57 pm, Fri, 13 August 21