અમે હંમેશા તમારી સાથે છીએ…ભારતની હાર બાદ PM મોદીએ ખેલાડીઓનું વધાર્યું મનોબળ, ઓસ્ટ્રેલિયાને પાઠવી શુભેચ્છા

|

Nov 19, 2023 | 11:00 PM

પીએમ મોદીએ વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમને લઈને પણ એક પોસ્ટ કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયન ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું કે, "વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત બદલ અભિનંદન! સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેમનું પ્રદર્શન પ્રશંસનીય હતું, જે શાનદાર વિજયમાં પરિણમ્યું હતું. ટ્રેવિસ હેડને આજે તેના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન.

અમે હંમેશા તમારી સાથે છીએ…ભારતની હાર બાદ PM મોદીએ ખેલાડીઓનું વધાર્યું મનોબળ, ઓસ્ટ્રેલિયાને પાઠવી શુભેચ્છા
PM Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમદાવાદમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ટ્વિટ પર લખ્યું કે, “પ્રિય ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપ દરમિયાન તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય અદ્ભુત હતો. તમે ખૂબ જ ભાવના સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું. અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ.

PM મોદીએ ઓસ્ટ્રેલિયાને શુભેચ્છા પાઠવી

પીએમ મોદીએ વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમને લઈને પણ એક પોસ્ટ કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયન ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું કે, “વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત બદલ અભિનંદન! સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેમનું પ્રદર્શન પ્રશંસનીય હતું, જે શાનદાર વિજયમાં પરિણમ્યું હતું. ટ્રેવિસ હેડને આજે તેના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન.

અમિત શાહે વિશ્વ કપમાં ભારતીય ટીમની પ્રદર્શનની પ્રશંસા કરી

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમારી ટીમે સમગ્ર વિશ્વ કપ દરમિયાન શાનદાર અને યાદગાર પ્રદર્શન કર્યું છે. સાચી ખેલભાવનામાં વિજય અને નિષ્ફળતા બંનેમાંથી વધુ મજબૂત બનવાનો સમાવેશ થાય છે. હું દૃઢપણે માનું છું કે તમે વધુ મજબૂત બનશો.

રાહુલ ગાંધીએ ઓસ્ટ્રેલિયાને અભિનંદન પાઠવ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટીમ ઈન્ડિયાની હાર પર કહ્યું કે ભારતે આખી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું. જીતો કે હારો – અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે ચોક્કસપણે આગામી વર્લ્ડ કપ જીતીશું. ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપમાં શાનદાર જીત માટે અભિનંદન.

આ પણ વાંચો વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત કેમ હાર્યું ? આ રહ્યા 5 મોટા કારણો

અમારા ખેલાડીઓ સિંહની જેમ લડ્યા : અનુરાગ ઠાકુરે

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વર્લ્ડ કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર પર કહ્યું કે હાર ખટકે છે, પરંતુ અમારી ટીમની સ્થિતિસ્થાપકતા કોઈપણ સ્કોરબોર્ડ કરતાં વધુ ચમકે છે. તેમણે કહ્યું કે આજે વર્લ્ડ કપમાં અમે ધીરજ, કૌશલ્ય અને અતૂટ નિશ્ચયનું પ્રદર્શન કર્યું અને છેલ્લા બોલ સુધી બહાદુરીથી લડ્યા. જો કે આ વખતે જીત અમારી ના થઈ, અમારા ખેલાડીઓ સિંહોની જેમ લડ્યા અને સાબિત કર્યું કે સાચા ચેમ્પિયન ઉભરી આવે છે, પછી ભલે પરિણામ ગમે તે આવે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 10:54 pm, Sun, 19 November 23

Next Article