
બેંગલૂરૂમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની અંતિમ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 160 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ 53 રન ફટકાર્યા હતા, જ્યારે અક્ષર પટેલે 31 રનનું યોગદાન આપ્યું હતું.
Shreyas Iyer’s late impetus gets India to a competitive total #INDvAUS : https://t.co/obO3JtyMMv pic.twitter.com/sQADjNwkJJ
— ICC (@ICC) December 3, 2023
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ T20માં ભારતના ટોપ ઓર્ડરના ધબડકા બાદ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની મજબૂત બેટિંગના સહારે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 160 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરેનડોર્ફ અને બેન દ્વારશુઈસે બે-બે વિકેટ ઝડપી હતી.
Shreyas Iyer brings up his half-century with a MAXIMUM!
A fine knock from the #TeamIndia Vice-captain when the going got tough
Follow the Match ▶️ https://t.co/CZtLulpqqM#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/vhlAoK6ubB
— BCCI (@BCCI) December 3, 2023
છેલ્લી T20 મેચમાં ઓસ્ટ્રેલિયન બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતીય બેટ્સમેનોને મોટો સ્કોર કરવા દીધો નહોતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને આ સ્થાન સુધી લઈ જવામાં વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરનો મહત્વનો ભાગ હતો, જેણે 37 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. તેમના સિવાય અક્ષર પટેલે 31 રન અને જીતેશ શર્માએ 24 રનનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટની ખરાબ હાલત, સ્ટાર ખેલાડી ઘાયલ થયો તો સ્ટ્રેચર પણ ન મળ્યું, જુઓ વીડિયો
Published On - 8:36 pm, Sun, 3 December 23