ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, રાયપુરમાં પહેલા બેટિંગ કરશે ભારતીય ટીમ

રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી20 મેચ રમાશે. ભારતીય ક્રિકેટ ટીમનું લક્ષ્ય આજની મેચ જીતીને સીરિઝ જીતવા પર હશે. રાયપુરમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બોલિંગ પસંદ કરી છે.

ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, રાયપુરમાં પહેલા બેટિંગ કરશે ભારતીય ટીમ
Ind vs Aus 4th T20I
| Updated on: Dec 01, 2023 | 6:55 PM

રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી20 મેચ રમાશે. ભારતીય ક્રિકેટ ટીમનું લક્ષ્ય આજની મેચ જીતીને સીરિઝ જીતવા પર હશે. રાયપુરના આ સ્ટેડિયમમાં પહેલી વાર ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાઈ રહી છે. શરુઆતમાં સ્ટેડિયમમાં દર્શકોની ઓછી હાજરી જોવા મળી હતી.

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. એટલે કે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે.ઓસ્ટ્રેલિયાની ટીમમાં  સ્ટોઇનિસ, મેક્સવેલ, ઇંગ્લિસ, રિચાર્ડસન અને એલિસનના સ્થાને ટીમમાં યુવા ક્રિકેટર્સને સ્થાન આપવામાં આવ્યું છે. ક્રિસ ગ્રીન આજે રાત્રે ઓસ્ટ્રેલિયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ હડલ દરમિયાન તેને કેપ આપવામાં આવી હતી.

 

ઈશાન કિશનના સ્થાને ટીમમાં જીતેશ શર્માને સામેલ કરવામાં આવ્યો છે. લગ્ન બાદ મુકેશ શર્માએ ફરી ટીમમાં એન્ટ્રી કરી છે, તેણે પ્રસિદ્ધ ક્રિષ્નાની જગ્યા લીધી છે. અર્શદીપના સ્થાને દીપક ચહર અને તિલકના સ્થાને શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ટોસ બાદ બંને ટીમના કેપ્ટનોએ શું કહ્યું ?

મેથ્યુ વેડ – અમે ફરીથી બોલિંગ કરીશું. અમને 5 ફેરફારો મળ્યા છે – સ્ટોઇનિસ, મેક્સવેલ, ઇંગ્લિસ, રિચાર્ડસન અને એલિસ ઓલ આઉટ છે. પસંદગીકારો અને કોચિંગ સ્ટાફને શ્રેય – તેઓએ WC ના યુવા ક્રિકેટર્સને ઘરે પાછા મોકલવાનો નિર્ણય લીધો, તે યુવા ક્રિકેટર્સને એક આકર્ષક તક આપે છે.

સૂર્યકુમાર યાદવ – અમે પણ બોલિંગ પસંદ કરી હતી, પરંતુ અમારું બેટિંગ યુનિટ સારું ફાયરિંગ કરી રહ્યું છે. અહીં પહેલી T20I, ચાલો જોઈએ કે તે કેવી રીતે ચાલે છે, ખૂબ જ ઉત્સાહિત.

ભારત (પ્લેઈંગ ઈલેવન): યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (c), જીતેશ શર્મા (wk), રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, દીપક ચહર, અવેશ ખાન, મુકેશ કુમાર

ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (c/wk), બેન દ્વારશુઈસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘ

આ પણ વાંચો: રોહિત કે હાર્દિક – T20 વર્લ્ડ કપમાં કોણ બનશે કેપ્ટન? BCCIની મન કી બાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:32 pm, Fri, 1 December 23