ગોલ્ફર Diksha Dagar એ જીત્યું Czech Ladies Openનું ટાઈટલ, કરિયરમાં બીજું યુરોપિયન ટૂર ટાઇટલ જીત્યું
Golfer Diksha Dagar : ભારતમાં ક્રિકેટરપ્રેમી લોકો વધારે લોકો જોવા મળે છે. પણ છેલ્લા કેટલાક સમયથી અન્ય રમતમાં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તેમના આ પ્રદર્શનથી ભારતીયો અન્ય રમતો પ્રત્યે પણ આકર્ષિત થયા છે.
1 / 5
ભારતીય મહિલા ગોલ્ફર દીક્ષા ડાગરે રવિવારે ચેક લેડીઝ ઓપનના ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં 69ના સ્કોર સાથે ચાર શોટના વિશાળ અંતરથી ટાઈટલ જીતી લીધું હતું. લેડીઝ યુરોપિયન ટૂર (LET) પર આ તેનું આ બીજું ટાઇટલ છે. તેણે અગાઉ વર્ષ 2019માં તેની કારકિર્દીના પ્રારંભિક વર્ષમાં પ્રથમ LET ટાઇટલ (Investec Women South Africa Open) જીત્યું હતું. તે 2021માં અરામકો ટીમ સિરીઝની વિજેતા ટીમની સભ્ય હતી.
2 / 5
LETમાં દીક્ષાની આ 79મી ગોલ્ફ મેચ હતી. તે અત્યાર સુધી બે વખત વ્યક્તિગત ચેમ્પિયન રહી છે અને નવ વખત ટોપ 10માં રહી છે.પાંચ શોટની લીડ સાથે ત્રીજા રાઉન્ડની શરૂઆત કરનાર 22 વર્ષીય ખેલાડીએ રવિવારે ચાર બર્ડીઝ સામે એક બોગી બનાવી હતી. તેણે પહેલા બે રાઉન્ડમાં 69 અને 65નો પ્રભાવશાળી સ્કોર બનાવ્યો હતો. આ દરમિયાન તેણે ત્રણ રાઉન્ડમાં કુલ 13 બર્ડી બનાવી હતી.
3 / 5
થાઈલેન્ડની ત્રિચટ ચિંગલેબે અંતિમ રાઉન્ડમાં દીક્ષા સાથે 9-અંડર 64 સાથે મેચ કરી હતી પરંતુ પ્રથમ બે રાઉન્ડમાં 73 અને 70ના કાર્ડે તેણીને ભારતીય ગોલ્ફરની નજીક જવાથી રોકી હતી. તે નવ-અંડરના સ્કોર સાથે બીજા સ્થાને જ્યારે ફ્રાન્સની સેલિના હર્બિન (69-72-67) આઠ-અંડરના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી.
4 / 5
LET ટૂર પર બે ટાઇટલ જીતનાર અદિતિ અશોક પછી દીક્ષા બીજી ભારતીય ખેલાડી છે. આ ટૂર્નામેન્ટની 2021 સિઝનમાં તે ચોથા ક્રમે રહી હતી.આ જીત પહેલા તે વર્તમાન સિઝનમાં ત્રણ વખત ટોપ 10માં રહી ચૂકી છે. દીક્ષા ગયા અઠવાડિયે બેલ્જિયન લેડીઝ ઓપનમાં છઠ્ઠા, હેલસિંગબોર્ગ લેડીઝ ઓપનમાં આઠમા અને અમુન્ડી જર્મન માસ્ટર્સમાં ત્રીજા સ્થાને રહી હતી.
5 / 5
લેડીઝ ચેક ઓપનમાં ભાગ લેનાર અન્ય એક ભારતીય, પ્રણવી ઉર્સે ત્રીજા રાઉન્ડમાં ત્રણ-અંડર 69નો સ્કોર કરીને ટાઇ-17માં સ્થાન મેળવ્યું હતું. તેનો કુલ સ્કોર ચાર અંડર (75-68-69) હતો. રિદ્ધિમા દિલાવાડી કટ સુધી પહોંચવામાં ચૂકી ગઈ હતી.