
ભારતે આજે વેસ્ટ ઈન્ડિઝ સામેની ઔપચારિક ત્રીજી વનડે મેચ 96 રને જીતીને સીરિઝ ‘ક્લીન સ્વીપ’ કરી છે. ભારતે પહેલી બેટિંગ કરતા 50 ઓવરમાં 265 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમનો ધબડકો થયો હતો, પુરી વિન્ડીઝ ટીમ 169 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ.
ત્રીજી વન-ડેમાં ભારત તરફથી યુવા બોલર પ્રસિદ્ધ ક્રિશ્ના અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ ઝડપી હતી. તો કુલદીપ યાદવ અને દીપક ચહરે 2-2 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ રન ઓડિયન સ્મિથે 36 રન અને સુકાની નિકોલસ પુરને 34 રન કર્યા હતા.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા
વેસ્ટ ઇન્ડિઝઃ વેસ્ટ ઈન્ડિઝઃ શાઈ હોપ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, ડેરેન બ્રાવો, શમારા બ્રૂક્સ, જેસન હોલ્ડર, હેડન વોલ્શ જુનિયર, ફેબિયન એલન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, કેમર રોચ
IND vs WI, 3rd ODI, LIVE Cricket Score: વેસ્ટ ઇન્ડિઝના હાયડેન વોલ્સ 13 રન બનાવી આઉટ. મોહમ્મદ સિરાજે ઝડપી વિકેટ. સિરાજની ઇનિંગમાં ત્રીજી વિકેટ.
IND vs WI, 3rd ODI, LIVE Cricket Score: આક્રમક મુડમાં જોવા મળેલ સ્મિથને સિરાજે આઉટ કર્યો. વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 8 વિકેટે 123 રન. સ્મિથે 18 બૉલમાં 36 રન બનાવ્યા.
IND vs WI, 3rd ODI, LIVE Cricket Score: ઓડિયન સ્મિથે મોહમ્મદ સિરાજની ઓવરમાં ચોગગો ફટકાર્યો.
IND vs WI, 3rd ODI, LIVE Cricket Score: કુલદીપ યાદવની ઓવરમાં ઓડિયન સ્મિથે સિક્સ ફટકારી.
IND vs WI, 3rd ODI, LIVE Cricket Score: વેસ્ટ ઇન્ડિઝનો ધબડકો. 16 ઓવર બાદ વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 5 વિકેટે 76 રન.
IND vs WI, 3rd ODI, LIVE Cricket Score: ભારત 50 ઓવરમાં 265 રનમાં ઓલઆઉટ થઇ ગયું. વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 266 રનનો લક્ષ્યાંક. વેસ્ટ ઇન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે 4 વિકેટ ઝડપી. જોસેફ અને હાયડેન વોલ્સે 2-2 વિકેટ ઝડપી. ભારત તરફથી સૌથી વધુ શ્રેયસ અય્યરે 80 રન, રિષભ પંતે 56 રન કર્યા.
અલ્ઝારી જોસેફના બોલ પર વોશિંગ્ટન સુંદરે શાનદાર છગ્ગો લગાવ્યો હતો. સુંદરે આજે મહત્વની ઇનીંગ રમીને ભારતના સ્કોર બોર્ડને ઉપર લઇ જવા પ્રયાસ કર્યો હતો.
કુલદીપ યાદવ આઉટ થયો છે. હોલ્ડરે તેને આઉટ કર્યો હતો પરંતુ વિકેટકીપર શાઈ હોપે આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી કારણ કે તેણે શાનદાર કેચ લીધો હતો.
દીપક ચહર આઉટ થયો છે અને આ સાથે જ ભારતને સાતમો ઝટકો લાગ્યો છે. દીપક 46મી ઓવરના ચોથા બોલ પર જેસન હોલ્ડર દ્વારા આઉટ થયો હતો. તેણે 38 બોલમાં 38 રન બનાવ્યા હતા.
દિપક ચહર સાથે નસીબ પણ દેખાઈ રહ્યું છે. 45મી ઓવર ફેંકી રહેલા અલઝારી જોસેફે પાંચમો બોલ માર્યો, જે દીપકના બેટની કિનારી લઈને ચાર રન સુધી ગયો. જો અહીં સ્લિપ હોત તો દીપક આઉટ થઈ ગયો હોત.
વેલ્સ ની ઓવરમાં દિપક ચહરે પહેલા બે સળંગ ચોગ્ગા ફટકાર્યા બાદ એક શાનદાર છગ્ગો લગાવ્યો હતો. આમ વેલ્સની ઓવરમાં સળંગ બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આમ ભારતના ખાતામાં 44 મી ઓવરમાં 14 રન આવ્યા હતા.
દિપક ચાહરે 44 મી ઓવર લઇને આવેલા વેલ્સની ઓવરમાં સળંગ બે બાઉન્ડરી ફટકારી હતી. ચહરે સ્કોર બોર્ડને ઝડપથી ફેરવવાનો પ્રયાસ કરવા રુપ રમત શરુ કરી હતી.
શ્રેયસ અય્યર આઉટ થયો છે. તેને હેડન વોલ્શે ડેરેન બ્રાવોના હાથે આઉટ કર્યો હતો. અય્યરે વધારાના વળાંક પર હેડનને ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે બોલ સીધો બ્રાવોના હાથમાં પહોંચ્યો હતો. અય્યરે 111 બોલમાં 80 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા.
શ્રેયસ અય્યરે 34મી ઓવરના ત્રીજા બોલ પર ઓડન સ્મિથ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
સૂર્યકુમાર યાદવ આઉટ. બ્રુક્સે ફેબિયન એલનના બોલ પર તેનો શાનદાર કેચ લીધો હતો. સૂર્યકુમારે માત્ર છ રન બનાવ્યા હતા. આ સાથે ભારતને પાંચમો ઝટકો લાગ્યો છે. સૂર્યકુમારે આઉટ થતા પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
ઋષભ પંત અડધી સદી ફટકારીને આઉટ થયો છે. તે 30મી ઓવરના છેલ્લા બોલ પર હેડન વોલ્શ દ્વારા આઉટ થયો હતો. પંતે હેડનના બોલને કટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલે બેટની અંદરની કિનારી લઈ લીધી અને વિકેટકીપર શાઈ હોપે કેચ લેવામાં કોઈ ભૂલ કરી નહીં. પંતે 54 બોલમાં 56 રન બનાવ્યા હતા. આ સાથે પંત અને અય્યરની 110 રનની ભાગીદારી તૂટી ગઈ હતી.
વેલ્સના બોલ પર પંતે બાઉન્ડરી મેળવી હતી. ઓવરપીચ બહારની તરફના બોલ પર પંતે શાનદાર રીતે મીડ ઓફ અને એક્સ્ટ્રા કવરની વચ્ચેથી બોલને બાઉન્ડરી પાર મોકલ્યો હતો.
શ્રેયસ અય્યરે મુશ્કેલ સમયમાં પોતાની શાનદાર રમત દર્શાવી છે. રોહિત, કોહલી અને ધવન જેવા ત્રણેય દિગ્ગજોએ વિકેટ ગુમાવી દીધા બાદ ઇનીંગને પંત સાથે મળીને સંભાળી હતી અને પોતાનુ અર્ધશતક પૂર્ણ કર્યુ હતુ. જે ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપતી રમત રહી છે.
રોચ વેસ્ટ ઇન્ડિઝ તરફ થી 24 મી ઓવર લઇને આવ્યો હતો., જે ઓવરમાં અય્યર અને પંતે એક એક બાઉન્ડરી મેળવી હતી. ઓવરના પ્રથમ બોલ પર અય્યરે અને પાંચમાં બોલે પંતે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં ભારતના ખાતમાં 12 રન ઉમેરાયા હતા.
બંને અર્ધશતકીય ભાગીદારી રમત પુર્ણ કરીને ભારતીય ટીમને મુશ્કેલ સ્થિતીમાંથી બહાર નિકાળી આગળ વઘારવાનો સફળ પ્રયાસ કર્યો છે.
20મી ઓવરનો ચોથો બોલ ઓડન સ્મિથે પંતના પગમાં નાંખ્યો હતો, જેને ભારતીય બેટ્સમેન પંતે ચાર રન માટે ફાઈન લેગ તરફ આરામથી મોકલ્યો હતો.
19મી ઓવર નાખવા આવેલા ફેબિયન એલનના પહેલા જ બોલ પર પંતે શાનદાર સિક્સર ફટકારી હતી. પંતે આગળ વધીને બોલને બેટની વચ્ચે લીધો અને બોલને મિડવિકેટની દિશામાં સ્ટેન્ડ પર પહોંચાડ્યો હતો.
નિકોલસ પૂરને બોલિંગમાં ફેરફાર કર્યો છે અને જેસન હોલ્ડરની જગ્યાએ સ્પિનર ફેબિયન એલનને સામેલ કર્યો છે. એલન ડાબોડી સ્પિનર છે અને ઇનિંગની 17મી ઓવર ફેંકી રહ્યો છે.
16 મી ઓવર લઇને ઓઇડન સ્મિથ લઇને આવ્યો હતો. જેની ઓવરમાં ત્રીજી અને પાંચમાં બોલ પર અય્યરે શાનદાર બે બાઉન્ડરી લગાવી હતી.
ભારતીય દાવની 15 ઓવર થઈ ગઈ છે. આ 15 ઓવરમાં ભારતે 61 રન બનાવ્યા છે અને ત્રણ મોટી વિકેટ ગુમાવી છે. હાલમાં શ્રેયસ અય્યર અને ઋષભ પંત મેદાનમાં છે અને ભારતીય ટીમની જવાબદારી આ બંને પર છે.
પંતે 14મી ઓવર લાવનાર ઓડન સ્મિથના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. સ્મિથે શોર્ટ બોલ માર્યો, જેના પર પંતે બોલને બાઉન્ડ્રી લાઇનની પાર પોઈન્ટ પર મોકલીને ચાર રન લીધા.
શ્રેયસ અય્યર 11મી ઓવરના ચોથા બોલ પર રન આઉટ થયો હતો. અય્યર બોલ મિડવિકેટ તરફ રમ્યો અને રન લેવા માંગતો હતો પરંતુ પંતે ના પાડી. અય્યર નસીબદાર હતો કે સીધો થ્રો વાગ્યો ન હતો, નહીંતર ભારતને ચોથો ફટકો પડ્યો હોત.
ઓડન સ્મિથે શિખર ધવનને આઉટ કરીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. સ્મિથનો બોલ થોડો શોર્ટ હતો અને બહાર પણ હતો. ધવને રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને જેસન હોલ્ડરના હાથમાં ગયો.
ભારતને શરૂઆતમાં બે મોટા ઝટકા લાગ્યા છે અને આવી સ્થિતિમાં ટીમને સંભાળવાની જવાબદારી શિખર ધવન અને શ્રેયસ અય્યર પર છે. આ બંનેએ અહીંથી મોટી ભાગીદારી કરવી પડશે.
ધવને છગ્ગા સાથે ખાતું ખોલાવ્યું છે. 14 બોલમાં 15માં બોલ પર તેણે કેમાર રોચની બોલ પર શોટ ફટકારીને સિક્સર ફટકારી હતી.
વિરાટ કોહલી પણ આઉટ થયો છે. જોસેફે તેને ચોથી ઓવરના પાંચમા બોલ પર આઉટ કર્યો. કોહલી શૂન્ય રને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા આઉટ થયો છે. અલઝારી જોસેફે તેને બોલ્ડ કર્યો હતો. રોહિતે બોલને ચલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના પગ ખસ્યા નહીં અને બોલ તેના દંડા સાથે અથડાયો.
પ્રથમ ઓવરની શરુઆત બાઉન્ડરી થી કર્યા બાદ બીજી ઓવરની શરુઆત પણ રોહિત શર્માએ બાઉન્ડરી વડે કરી હતી. રોહિત શર્માએ અલ્ઝારી જોસેફના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો.
વિન્ડીઝના કેપ્ટન નિકોલસ પૂરને મેચના ત્રીજા બોલ પર રિવ્યુ લીધો હતો. ત્રીજો બોલ રોહિત શર્માના પેડ પર વાગ્યો હતો. આના પર પ્રવાસી ટીમે અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે નોટ આઉટ જાહેર કર્યો હતો. વિન્ડીઝે આના પર રિવ્યુ લીધો જે નિષ્ફળ ગયો.
રોહિત શર્માએ પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને ઇનિંગની શરૂઆત કરી હતી. કેમાર રોચે પ્રથમ બોલ પર બહારની બાજુ કર્યો હતો અને તેના પર રોહિતે શાનદાર કટ કર્યો હતો અને ચોગ્ગો ફટકાર્યો હતો.
કુલદીપ યાદવ એક સમયે ભારતીય ટીમનો મહત્વનો ભાગ હતો પરંતુ તે લાંબા સમયથી પ્લેઈંગ ઈલેવનથી દૂર હતો. રોહિતે તેને આ મેચમાં તક આપી છે. કુલદીપે તેની છેલ્લી ODI મેચ જુલાઈ 2021માં શ્રીલંકા સામે રમી હતી, તે પણ ભારતની અન્ય ટીમ સાથે કારણ કે મુખ્ય ખેલાડીઓથી સજ્જ ટીમ તે સમયે ઈંગ્લેન્ડના પ્રવાસે હતી. લાંબા સમય બાદ કુલદીપને તક મળી છે.
ભારત- રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
3RD ODI. West Indies XI: B King, S Hope (wk), S Brooks, D Bravo, N Pooran (c), O Smith, J Holder, F Allen, K Roach, H Walsh, A Joseph https://t.co/yrDtxv7ATQ #INDvWI @Paytm
— BCCI (@BCCI) February 11, 2022
વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. સ્પિનર અકીલ હુસૈન બહાર થયો છે. તેના સ્થાને હેડન વોલ્શને તક મળી છે.
ભારતે આ મેચ માટે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ, દીપક હુડ્ડા, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલ બહાર છે. કુલદીપ યાદવ, શ્રેયસ અય્યર, દીપક ચહર અને શિખર ધવનને તક મળી છે.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારત 2-0થી આગળ છે.
Published On - 1:27 pm, Fri, 11 February 22