ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ટી20 વિશ્વકપ (T20 World Cup) માં ટક્કર થનારી છે. ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓ જ નહી પરંતુ વિશ્વભરના ક્રિકેટ ફેન આ મેચને લઇને રાહ જોઇ રહ્યા છે. 24 મી ઓક્ટોબરે થનારા જંગ પહેલા જ જોકે બંને દેશના ક્રિકેટ ચાહકો અને પૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકો વચ્ચે સોશીયલ મીડિયા જંગ થઇ શરુ થઇ ચૂક્યો છે.
પાકિસ્તાની પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજાકે (Abdul Razzaq) એક મેચને લઇને પ્રતિક્રીયા આપી હતી. વળતા જવાબમાં મુનાફ પટેલે (Munaf Patel) ઇંટનો જવાબ પત્થર વડે આપ્યો હોય તેને ટ્રોલ કરી દીધો હતો.
પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજાકે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી કે, ભારત પાસે પાકિસ્તાન જેટલા સારા પ્લેયર નથી, જેના કારણે તે અમારો મુકાબલો કરી શકશે નહી. જેને લઇને તેના પર અનેક લોકોએ પ્રતિક્રીયા તો આપી હતી. પરંતુ મુનાફ પટેલે તો તેને સણસણતો જવાબ આપ્યો હતો.
ભારતની વિશ્વકપ ટીમનો હિસ્સો રહી ચૂકેલા મુનાફ પટેલે સોશિયલ મીડિયા પર અબ્દુલ ને આ જવાબ આપ્યો હતો. તેણે જવાબમાં લખ્યુ હતુ કે જેટલા શતક વિરાટ કોહલી (Virat Kohli) ના ખાતામાં છે એટલા તો પાકિસ્તાાનની વર્તમાન ટીમના ખેલાડીઓની પાસે કુલ સરવાળે નથી.
આ માટે મુનાફે વિરાટ અને અબ્દુલની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેણે લખ્યુ કે, હવે આને શુ કહે કે, જેટલા શતક વિરાટ કોહલીના છે, તેટલા તો પાકિસ્તાનની ટીમના નથી. ક્યાં મગજ ચાલે છે આમનુ. મુનાફ ના આ તીખા તેવર જોઇને ભારતીય ક્રિકેટ ફેન પણ અબ્દુલની ઠેકડી ઉડાડવા લાગ્યા હતા. આમ અબ્દુલની શેખી પર તેને હકીકત સમજાવીને ટ્રોલ કરી દીધો હતો.
વિરાટ કોહલી અત્યાર સુધીમાં 70 જેટલા આંતરરાષ્ટ્રીય શતક લગાવી ચુક્યો છે. વિરાટ કોહલીના પ્રદર્શનથી સૌ કોઇ જાણકાર છે અને તેની કેપ્ટનશિપનો પરિચય પણ વિશ્વભરમાં છે. તો વળી હવે એમએસ ધોની (MS Dhoni) પણ ટીમ ઇન્ડીયાનો મેન્ટર વિશ્વકપ ટીમ માટે છે. આમ આ બધા સમિકરણો મજબૂત ટીમ ઇન્ડીયાને વધુ તાકાતવર બનાવી રહી છે. જેની સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમને લઇને વર્તમાન સમયમાં અઢળક વિવાદો ચાલી રહ્યા છે.