અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ઇંગ્લેન્ડ સામે ચોથા ટેસ્ટમાં પણ નિષ્ફળ રહ્યો હતો. ઓવલ ટેસ્ટ (Oval Test) બીજી બેટીંગ ઇનીંગમાં ભારતીય ટીમ (Indian Team)ના વાઇસ કેપ્ટન 8 બોલમાં ખાતુ ખોલ્યા વિના જ આઉટ થયો હતો. તે ક્રિસ વોક્સનો શિકાર થયો હતો અને એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યો હતો. આ સાથે જ અજીંક્ય રહાણેનુ ખરાબ પ્રદર્શનનો સિલસીલો લંબાઇ ગયો હતો. પાછળના કેટલાક સમય થી તે સતત સારુ પ્રદર્શન દર્શાવવા થી નિષ્ફળ રહે છે. હવે તેનુ સ્થાન ટીમમાં ખતરામાં છે. ઇંગ્લેન્ડ સામે વર્તમાન સિરીઝમાં ચાર ટેસ્ટની સાત ઇનીંગમાં તે માત્ર 109 રન બનાવી શક્યુ છે.
તેના બેટ વડે માત્ર એક જ ફિફ્ટી નિકળી છે. સીરીઝમાં તેની સરેરાશ 15.57 ની રહી છે. ભારતના સ્પેશીયાલિસ્ટ બેટ્સનોની યાદીમાં રન બનાવવાના મામલામાં તે સૌથી નિચે છે. 61 રનની તેની એક ઇનીંગ ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. જો આ સ્કોરને નિકાળી દેવામાં આવે તો, બાકીની છ ઇનીગમાં તે 48 રન બનાવી શક્યો છે. રહાણેની નિષ્ફળતા ટીમ ઇન્ડીયાના ભારે પડી રહી છે, ટીમને મીડલ ઓર્ડર થી રન નથી મળી રહ્યા.
એક બાજુ ભારતીય ટીમના વાઇસ કેપ્ટનને બહાર બેસાડવા માટે માંગ થઇ રહી છે. તેના સ્થાને હનુમા વિહારી કે સૂર્યકુમાર યાદવ જેવા બેટ્સમેનને સમાવવા માટે માંગ કરાઇ છે. એક હદે જોવામાં આવે તો, રહાણેને બહાર રાખવાની માંગ વાજબી પણ લાગી રહી છે. વર્ષ 2020 ની શરુઆતની બાદ ટેસ્ટ ક્રિકેટમાં 31 બેટ્સમેનોએ 1000 બોલનો સામનો કર્યો છે. જેમાં અજીંક્ય રહાણેની બેટીંગ સરેરાશ નિચેથી બીજા નંબર પર છે. તેના થી નિચે ફક્ત વેસ્ટઇન્ડીઝનો જોસુઆ ડી સિલ્વાનુ નામ છે.
ડી સિલ્વા વિકેટકીપર બેટ્સમેન છે અને બેટીંગ તેની મોટી તાકાત નથી. વર્ષ 2017 બાદ થી ફક્ત 2019 જ એવુ વર્ષ હતુ જયારે રહાણેનુ પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યુ હતુ. બાકીના સમયમાં તેનુ પ્રદર્શન સરેરાશ રહ્યુ હતુ.
રહાણેએ 2021 ના વર્ષ દરમ્યાન 11 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે માત્ર 2 જ અર્ધશતક નોંધાવ્યા છે. સાથે જ વર્ષ 2018ના બાદથી તેના બેટ થી ફક્ત ત્રણ શતક નિકળ્યા છે. આ દરમ્યાન તેણે 23 ટેસ્ટ મેચ રમી છે. કોઇ પણ ટીમના નંબર પાંચના બેટ્સનુ આવુ પ્રદર્શન ચિંતાજનક હોય છે. ઇંગ્લેન્ડ સામે અજીંક્ય રહાણેના આંકડા બગડી ચુક્યા છે. આ ટીમ સામે 21 ટેસ્ટ મેચ રમવા બાદ તેની બેટીંગ સરેરાશ 22.70 ની રહી છે. ઇંગ્લેન્ડ સામે 20 કે તેથી વધારે ટેસ્ટ મેચ રમનારાટપ 6 બેટ્સમેનોમાં આ સૌથી ખરાબ સરેરાશ છે.
સતત નબળી બેટીંગને લઇને અજીંક્ય રહાણેની ટેસ્ટ સરેરાશ 40 થી નિચે આવી ગઇ છે. હાલમાં 78 ટેસ્ટ બાદ રહાણેની સરેરાશ 39.63ની છે. ડિસેમ્બર 2014 બાદ થી તેની સૌથી ઓછી સરેરાશ હાલમાં છે. ત્યારે તેની બેટીંગ સરેરાશ 39.57 હતી. 2015માં દક્ષિણ આફ્રિકા સામે નાગપુર ટેસ્ટ બાદ પ્રથમ વખત રહાણેની સરેરાશ 40 થી નિચે આવી ગઇ છે. રહાણેના આંકડાઓ જોઇને એ ખ્યાલ આવે કે ઓક્ટોબર 2016 સુધીમાં 50 ઇનીંગ બાદ તેમની બેટીંગની સરેરાશ 51.37 ની છે. નવેમ્બર 2016ની બાદ તેની સરેરાશ 33.07 ની રહી છે.