India vs New Zealand Live Score, WTC Final 2021 day 1: ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ આજથી શરૂ થવાની હતી, પરંતુ સાઉધમ્પ્ટનમાં સતત વરસાદથી તમામ મજા બગડી ગઈ અને પ્રથમ દિવસની મેચ યોજાઇ હતી. પરંતુ, વરસાદને કારણે આ મેચ રદ કરવામાં આવી છે. આ અંતિમ મેચને ટોસ પહેલા વરસાદને કારણે પ્રથમ સત્રની રમત રદ કરવામાં આવી હતી અને ત્યારબાદ બીજા સત્ર સુધી પરિસ્થિતિ સુધરતી ન હતી, જેના કારણે અમ્પાયરોએ પ્રથમ દિવસની રમતનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો. હવે આ મેચ રિઝર્વ ડે સુધી ચાલશે. આઇસીસી, બંને ટીમો અને ચાહકો આશા રાખશે કે આવતીકાલે મેચ શરૂ થઈ શકે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલનો પ્રથમ દિવસ વરસાદને કારણે રદ કરવામાં આવ્યો છે. મેચનો પ્રથમ દિવસ ટોસ વિના સમાપ્ત થયો. વરસાદ અટક્યો હોવા છતાં, ગ્રાઉન્ડની હાલત એવી નહોતી કે સમયસર રમત ફરી શરૂ કરવામાં આવી હોત. આવી સ્થિતિમાં અમ્પાયરોએ પહેલો દિવસ રદ કરી દીધો હતો. આઇસીસીએ મેચ માટે એક અનામત દિવસ નક્કી કર્યો છે અને હવે આ અનામત દિવસનો ઉપયોગ કરવામાં આવશે.
UPDATE – Unfortunately, play on Day 1 has been called off due to rains. 10.30 AM local time start tomorrow.#WTC21
— BCCI (@BCCI) June 18, 2021
સાઉથમ્પ્ટનમાં વરસાદે વિરામ લીધાને એક કલાક જેટલો સમય વિતી ગયો છે, મેચના અમ્પાયર માઈકલ ગફ અને રિચર્ડ ઈલિંગવર્થે મેદાનની તપાસ શરુ કરી છે. બંન્ને અમ્પાયર હવે ભારતીય સમયાનુસાર રાત્રે 7.30 કલાકે બીજી વખત મેદાનનું નિરક્ષણ કરશે ત્યારબાદ આગળનો નિર્ણય લેશે.
UPDATE – It has stopped raining and there will be an inspection at 3 PM local and 7.30 PM IST. #WTC21 pic.twitter.com/VzzuXxGPrF
— BCCI (@BCCI) June 18, 2021
સાઉથમ્પ્ટનમાં જો ભારતીય ટીમ મેચ શરુ થવાની રાહ જોઈ રહી છે અને વરસાદે વિરમા લેતા મેચ શરુ થવાની આશા વધી રહી છે. તો બ્રિસ્ટલમાં ભારત અને ઈગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે ટેસ્ટ મેચના ત્રીજા દિવસના પ્રથમ સેશન બાદ વરસાદ શરુ થયો છે. ભારતીય મહિલા ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 231 રન પર સમેટાઈ ગઈ છે અને ઈગ્લેન્ડની ટીમને ફૉલો ઑન આપતા બીજી ઈનિંગ્સમાં 29 રન પર એક વિકેટ ઝડપી હતી.
સાઉથમ્પ્ટન વરસાદ બંધ થયો છે ત્યારે હવે માત્ર મેદાન સુકાવાની રાહ જોવામાં આવી રહી છે. હવે મેદાનમાંથી પાણી દુર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે, ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર અશ્વિન સપોર્ટ સ્ટાફના સભ્યો સાથે મેદાનનું નિરક્ષણ કરતા જેવા મળ્યો હતો
હાલમાં તો ખેલાડીઓથી લઈ સ્ટેડિયમમાં હાજર ફેન્સ પણ મેચ શરુ થવાની રાહ જોઈ રહ્યા છે, સતત વરસી રહેલા વરસાદના કારણે પ્રથમ દિવસે મેચ રમાશે કે કેમ કહેવું મુશ્કેલ છે, કારણ કે, અત્યારસુધીમાં બીજા સેશનની મેચ પણ શરુ થઈ જવી જોઈએ, પરંતુ હજુ મેદાનમાં પાણી ભરેલું છે.
The wait continues 🌧️ #WTC21 Final pic.twitter.com/kNJofd2RfK
— BCCI (@BCCI) June 18, 2021
સાઉથૈપ્ટમાં લંચનો સમય પૂર્ણ થયું છે, પરંતુ સ્થિતિ હજુ પણ જૈસે થે વૈસી જેવી છે, મદાનના કેટલાક ભાગમાં હજુ પણ પાણી ભરાયેલું છે, ત્યારે હજુ મેચ શરુ થવાના કોઈ અણસાર નથી.
It’s still raining at the Hampshire Bowl in Southampton as we await the start of play ⛈️#WTC21 Final | #INDvNZ pic.twitter.com/CTSezyi4VZ
— ICC (@ICC) June 18, 2021
આ ફાઇનલમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, ભારત તરફથી અજિંક્ય રહાણે અને ન્યુઝીલેન્ડ માટે કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લાથમ જેવા બેટ્સમેન રમવાની છે. તેમ છતાં, આ મેચ પહેલા, બંને ટીમોની બોલિંગ વિશે સૌથી વધુ ચર્ચા થઈ હતી. ભારતીય બોલરોએ 2020 થી ટેસ્ટ ક્રિકેટમાં 50.9 નો સ્ટ્રાઇક રેટ મેળવ્યો છે, જે શ્રેષ્ઠ છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પ્ટનમાં ફાઈનલની શરુઆત સારી રહી નથી, સાઉથમ્પ્ટનમાં સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ટૉસ પહેલા જ પ્રથમ સેશનની મેચને રદ્દ કરવામાં આવી છે,
Good morning from Southampton. We are just over an hour away from the scheduled start of play but It continues to drizzle here. The match officials are on the field now. ☔ #WTC21 pic.twitter.com/Kl77pJIJLo
— BCCI (@BCCI) June 18, 2021
હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. હાલમાં ન્યુઝીલેન્ડના ખેલાડી કૉફીનો આનંદ માણી રહ્યા છે અને રમત શરુ થવાની પોતાની રણનીતિઓને અમલમાં લાવવા માટેની રાહ જોઈ રહ્યા છે.
Rain to start in Southampton means coffee and a chat watching the covers to start the day. #WTC21 pic.twitter.com/dLhbAd5C4l
— BLACKCAPS (@BLACKCAPS) June 18, 2021
ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈલ મેચ આજથી ઈંગ્લેન્ડના સાઉથૈમ્ટનમાં રમાઈ રહી છે. 2019માં શરુ થયેલી ટેસ્ટ ચેમ્પયનશીપના પોઈન્ટ ટેબલમાં ભારતીય ક્રિકેટ ટીમ ટોચ પર રહી છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ બીજા સ્થાન પર હતી. ભારતે આ ટૂનામેન્ટમાં 6 માંથી 5 ટેસ્ટ સીરીઝ પોતાને નામે કરી છે, જ્યારે માત્ર ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વિરાટ કોહલીની ટીમને હાર મળી છે,હવે ટીમ ઈન્ડિયાની પાસે હાર ચુકવવાની સૌથી મોટી તક છે.
ICC WTC Final:
WTC ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 થી 22 જૂન 2021 દરમ્યાન સાઉથમ્પ્ટનના રોઝ બાઉલમા રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે WTC Final ભારતીય સમયાનુસાર બપોરે 3.00 કલાકે શરુ થશે. મેચ માટે ટોસ બપોરે 2.30 કલાકે ઉછાળવામાં આવશે.
WTC Final નું લાઇવ ટેલીકાસ્ટ અંગ્રેજીમાં સ્ટાર સ્પોર્ટસ 1 અને સ્ટાર સ્પોર્ટસ 1 HD પર કરાશે. તેમજ હિન્દીમાં સ્ટાર સ્પોર્ટસ 1 હિન્દી અને સ્ટાર સ્પોર્ટસ 1 HD પર કરવામાં આવશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટસ પર પણ મેચનુ લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
WTC Finalની લાઇવ સ્ટ્રીમીંગ હોટસ્ટાર પર પણ ઉપલબ્ધ રહેશે. મેચ Jio Tv એપ પર પણ ઉપલબ્ધ રહેશે.
ICC WTC Final: 2019 થી શરુ થયેલ ટેસ્ટ ચેમ્પિયશનીપ ટૂર્નામેન્ટના પરિણામનો જંગ રમાનાર છે. જેને લઇને બંને ટીમો ટ્રોફી પોતાના હાથમાં ઉંચકવા માટે તમામ શ્રેષ્ઠ પ્રદર્શન મેદાનમાં દર્શાવશે. વિરાટ કોહલી (Virat Kohli) અને કેન વિલિયમસન (Kane Williamson) પોતાની સઘળી તાકાત દર્શાવતી રમતની આગેવાની નિભાવશે.
ICC WTC Final: ઇંગ્લેંડના સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલને નિહાળવા માટે પ્રશંસકોમાં ગજબનો ઉત્સાહ છે. આજે શુક્રવારે રમાનાર ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની ફાઇનલ મેચ તટસ્થ સ્થળે રમાનારી છે.
Published On - 7:32 pm, Fri, 18 June 21