ICC U19 World Cup 2022: ફાઈનલ રમી ચૂકેલી આ ટીમ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ, જાણો કઈ ટીમને લાગી લોટરી?

|

Jan 14, 2022 | 4:54 PM

ICC U19 World Cup 2022: અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં (U19 World Cup) 16 ટીમો ભાગ લઈ રહી છે. આ 16 ટીમોમાં 15ના નામ છે જ, પરંતુ 16મી ટીમની લોટરી શરૂ લાગી ગઈ છે.

ICC U19 World Cup 2022: ફાઈનલ રમી ચૂકેલી આ ટીમ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ, જાણો કઈ ટીમને લાગી લોટરી?
New Zealand

Follow us on

ICC U19 World Cup 2022: અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં (U19 World Cup) 16 ટીમો ભાગ લઈ રહી છે. આ 16 ટીમોમાં 15ના નામ છે જ, પરંતુ 16મી ટીમની લોટરી શરૂ લાગી ગઈ છે. અને આ લોટરી એવા કારણે લાગી હતી કારણ કે, ફાઇનલિસ્ટ ટીમ ન્યુઝીલેન્ડ ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમ 1998માં અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડન સામેની હારના કારણે તેને ટાઈટલ ગુમાવવું પડ્યું હતું. આ વખતે કિવી ટીમે ટૂર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. તેના નિર્ણય પાછળ, તેણે કડક ક્વોરન્ટાઈનના નિયમોનું (Quarantine Rule) કારણ દર્શાવ્યું છે. ખરેખર જ્યારે સગીરો બહારથી આવે છે ત્યારે ન્યુઝીલેન્ડમાં ક્વોરેન્ટાઇન રહેવું જરૂરી છે.

ન્યૂઝીલેન્ડના ન રમવાના નિર્ણય બાદ ICCએ ટૂર્નામેન્ટમાં સ્કોટલેન્ડને 16મી ટીમ તરીકે સામેલ કરી છે. સ્કોટિશ ટીમ માટે આ કોઈ લોટરીથી ઓછું નથી. આ ટીમને આ તક ત્યારે મળી છે જ્યારે તે વર્લ્ડ કપમાં જગ્યા બનાવવા માટે યુરોપ ક્વોલિફાયરમાં ચૂકી ગઈ હતી.

સ્કોટલેન્ડ હવે ગ્રુપ ડીમાં ન્યુઝીલેન્ડની જગ્યા પર

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો રમી રહી છે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જો ન્યુઝીલેન્ડ રમ્યું હોત, તો તે આ ટુર્નામેન્ટના ગ્રુપ ડીનો ભાગ બની શક્યું હોત. પરંતુ હવે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને યજમાન વેસ્ટ ઈન્ડિઝ આ ગ્રુપમાં છે, પરંતુ ચોથી ટીમ તરીકે ન્યુઝીલેન્ડની જગ્યાએ સ્કોટલેન્ડનું નામ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સ્કોટલેન્ડની પ્રથમ મેચ શ્રીલંકા સામે

સ્કોટલેન્ડની ટીમ પ્રથમ દિવસે જ ટૂર્નામેન્ટમાં પદાર્પણ કરવા જઈ રહી છે. તેની પ્રથમ મેચ શ્રીલંકા સામે છે. અગાઉ વોર્મ-અપ મેચમાં સ્કોટલેન્ડનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને આયર્લેન્ડે તેને કારમી હાર આપી હતી. જો કે, ટીમમાં કેટલાક સારા ખેલાડીઓ પણ છે. ખાસ કરીને તેના બેટિંગ યુનિટમાં. આથી શ્રીલંકાએ શરૂઆતની મેચમાં સ્કોટિશ ટીમને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ.

5 ફેબ્રુઆરીએ અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ

અંડર 19 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 23 દિવસ સુધી ચાલશે. સેમી ફાઈનલ 1 અને 2 ફેબ્રુઆરીએ રમાશે જ્યારે ફાઈનલ 5 ફેબ્રુઆરીએ સર વિવિયન રિચર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ ટૂર્નામેન્ટમાં 10 ટીમોએ સીધી જગ્યા બનાવી છે. તે જ સમયે, પાંચ ટીમો તેમની પ્રાદેશિક ક્વોલિફાઇંગ ઇવેન્ટ્સ જીતીને અહીં પહોંચી છે. ચાર વખતની ચેમ્પિયન ભારતને અંડર-19 વર્લ્ડ કપ માટે ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, આયર્લેન્ડ અને નવોદિત યુગાન્ડાની સાથે રાખવામાં આવી છે.

આ પણ વાંચો: IND vs SA: વિરાટ કોહલીની સ્ટંમ્પ માઇક હરકત પર ભડક્યો ગૌતમ ગંભીર, કહ્યુ, ‘ક્યારેય નહી બની શકે યુવાનોનો આદર્શ’

આ પણ વાંચો: IND vs SA, 3rd Test, Day 4, LIVE Cricket Score: પ્રથમ સત્રની રમત સમાપ્ત, દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતીમાં

Next Article