હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાવું એ એવા નવા યુગની શરૂઆત છે કે જેમાં શુભમન ગિલના રૂપમાં ટાઇટન્સમાં નવા કેપ્ટનનો ઉદય જોવા મળ્યો છે. આ દરમ્યાન ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કેપ્ટન શુભમન ગિલે જણાવ્યુ છે કે કેપ્ટનમાં કયા ગુણ હોવા જોઈએ? કેપ્ટનશિપ કરતી વખતે તે કેવો અનુભવ મળશે ?
ટાઇટન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર ગિલની નવી કેપ્ટનની ભૂમિકા વિશે તેમના વિચારો શેર કરતો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ થઈ રહયુ છે કે IPL ફેનબોયથી લઈને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન સુધી! શુભમન તેના નવીનતમ જવાબદારી સાંભળવા માટે ઉત્સુક છે. આ નવી ઇનિંગના તેના પ્રથમ શબ્દો સાંભળો… ગુજરાત ટાઈટન્સે આ વીડિયો શેર કર્યો છે અને તેમાં કેપ્શન આપ્યું છે કે …. #TitansFAM, ready for a new era of leadership? જુઓ આ વીડિયો
આ વીડિયોમાં ગિલે કહ્યું કે ગુજરાત ટાઇટન્સમાં અનુભવી ખેલાડીઓની કોઈ કમી નથી અને તેમને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન પાસેથી ઘણું શીખવા મળશે. તેણે કહ્યું, ‘અમારી ટીમમાં ઘણા સારા લીડર છે, પછી તે કેન વિલિયમસન હોય કે રાશિદ ખાન કે પછી મોહમ્મદ શમી કે પછી ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા હોય. તેથી મને લાગે છે કે બધું સારું થઈ જશે. ચોક્કસપણે આ સમય દરમિયાન મને ઘણું શીખવા મળશે જે એક કેપ્ટન તરીકે મારો અનુભવ હશે.