GG vs MI Live Score, WPL 2023 Highlights: ગુજરાત જાયન્ટ્સનો પરાજય, મુંબઈએ એકતરફી જીત મેળવી

|

Mar 04, 2023 | 11:17 PM

Gujarat Giants vs Mumbai Indians Live Score in Gujarati Highlights: ઓપનિંગ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ રમાઈ રહી છે.

GG vs MI Live Score, WPL 2023 Highlights: ગુજરાત જાયન્ટ્સનો પરાજય, મુંબઈએ એકતરફી જીત મેળવી
GG vs MI Live Score, WPL 2023

Follow us on

આજથી મહિલા પ્રીમિયર લીગની શરુઆત થઈ રહી છે. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વચ્ચે રમાનારી છે. સાંજે સાડા ચાર વાગ્યે ઓપનિંગ સેરેમની શરુ થઈ હતી. જેમાં બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન અને કિયારા અડવાની સહિત સિંગર એપી ઢિલ્લને પરફોર્મ કર્યુ હતુ. મેચ શેડ્યૂલ સમય કરતા અડધો કલાક મોડી શરુ કરવામાં આવી છે. એટલે ટોસ 7.30 કલાકે ઉછળશે. જ્યારે મેચ 8 વાગ્યે શરુ થનારી છે.

 

ગુજરાત જાયન્ટ્સ: બેથ મૂનિ (કેપ્ટન), શબ્બીનેની મેઘના, હર્લીન દેઓલ, એશ્લે ગાર્ડનર, અન્નાબેલ સેડરલેન્ડ, હેમલતા દયાલન, જ્યોર્જિયા વેરહામ, સ્નેહ રાણા, તનુજા કંવર, મોનિકા પટેલ અને માનસી જોશી

મુંબઇ ઈન્ડિયન્સઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, નેટ સિવર બ્રન્ટ, હેલિ મેથ્યૂઝ, પૂજા વસ્ત્રાકર, ઇઝાબેલ વોંગ, હુમૈરા કાઝી, એમેલી કર, અમનજોત કૌર, ઝિંટીમાની કાલિટા, સાઈકા ઇશાક.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 04 Mar 2023 11:06 PM (IST)

    GG vs MI, Live Score: મુંબઈ ઈનીંગની જીત

    અંતિમ વિકેટ 64 રનના સ્કોર પર ગુમાવતા જ ગુજરાત જાયન્ટ્સની બેટિંગ ઈનીંગ સમેટાઈ ગઈ હતી. ગુજરાતની રમત બોલિંગ બાદ બેટિંગ પણ ખરાબ રહી હતી અને એક તરફી રીતે મેચ સમાપ્ત થઈ હતી.

  • 04 Mar 2023 11:05 PM (IST)

    GG vs MI, Live Score: મોનિકા પટેલનો વધુ એક ચોગ્ગો

    15મી ઓવરના બીજા બોલ પર મોનિકા પટેલે ચાર રન મેળવ્યા હતા. ખરાબ બોલનો ફાયદો ઉઠાવતા મોનિકાએ ચોગ્ગો જમાવ્યો હતો.


  • 04 Mar 2023 11:04 PM (IST)

    GG vs MI, Live Score: મોનિકા પટેલની બાઉન્ડરી

    14મી ઓવરના ત્રીજા બોલ પર મોનિકા પટેલે શાનદાર બાઉન્ડરી જમાવી છે. અંતિમ વિકેટ માટે મોનિકા અને હેમલત્તાએ મુંબઈના બોલરોને તરસાવી દીધા છે

  • 04 Mar 2023 10:52 PM (IST)

    GG vs MI, Live Score: ગુજરાતે ગુમાવી 8મી વિકેટ

    માનસી જોષીના રુપમાં ગુજરાત જાયન્ટ્સે 8મી વિકેટ ગુમાવી દીધી છે. હવે માત્ર એક જ વિકેટ નુ અંતર મેચના પરિણામ માટે રહ્યુ છે.

  • 04 Mar 2023 10:44 PM (IST)

    GG vs MI, Live Score: હેમલત્તાનો વધુ એક છગ્ગો

    સંઘર્ષ વચ્ચે વધુ એક છગ્ગો હેમલત્તાએ જમાવ્યો છે. પૂજા વસ્ત્રાકરના બોલ પર હેમલત્તાએ ઘૂંટણ ટેકવીને શાનદાર છગ્ગો લોંગ ઓન પર જમાવ્યો હતો. હેમલત્તાએ ઈનીંગમાં આ બીજો છગ્ગો જમાવ્યો હતો.

  • 04 Mar 2023 10:42 PM (IST)

    GG vs MI, Live Score: હેમલત્તાએ જમાવ્યો છગ્ગો

    ગુજરાતની ટીમને નિરાશાઓ વચ્ચે હેમલત્તાના શોટે થોડીક રાહત અપાવી છે. હેમલત્તાએ શાનદાર છગ્ગો જમાવ્યો હતો. જે ગુજરાત માટે પ્રથમ છગ્ગો હતો. 10મી ઓવરમાં છગ્ગા બાદ અંતમાં એક બાઉન્ડરી જમાવી હતી.

  • 04 Mar 2023 10:40 PM (IST)

    Mumabi vs Gujarat: બેથ મૂની રમતમાં પરત નહીં ફરી શકે

    જે પ્રમાણે હાલમાં જ અપડેટ સામે આવી રહ્યા છે, એ મુજબ હવે બેથ મૂની રમતમાં પરત બેટિંગ કરવા માટે નહીં ફરી શકે. માંસપેશિયોના ખેંચાણને લઈ પરેશાન મૂની મેદાનની બહાર નિકળવા મજબૂર બની હતી.

  • 04 Mar 2023 10:27 PM (IST)

    Mumabi vs Gujarat: 7મી વિકેટના રુપમાં તનુજા પરત ફરી

    તનુજા કંવરના રુપમાં ગુજરાતે 7મી વિકેટ ગુમાવી દીધી છે. એમેલિ કરે તનુજાની વિકેટ ઝડપી હતી. તનુજા 3 બોલનો સામનો કરીને શૂન્ય રન સાથે પરત ફરી હતી.

  • 04 Mar 2023 10:25 PM (IST)

    Mumabi vs Gujarat: સ્નેહ રાણા આઉટ

    ગુજરાત પર મોટી હારનુ સંકટ તોળાઈ રહ્યુ છે. છઠ્ઠી વિકેટ ગજરાતે ગુમાવી દીધી છે. સ્નેહ રાણા 1 રન નોંધાવીને પેવેલિયન પરત ફરી હતી.

  • 04 Mar 2023 10:25 PM (IST)

    GG vs MI, Live Score: પાંચમો ઝટકો લાગ્યો ગુજરાત ટીમને

    7મી ઓવરમાં 22 રનના સ્કોર પર ગુજરાતે પાંચમી વિકેટ ગુમાવી દીધી છે. ગુજરાત પર આ સાથે જ મોટી હારનુ સંકટ તોળાઈ ગયુ છે. જ્યોર્જીયા વોરહેમ 8 રન નોંધાવીને પરત ફરી હતી.

  • 04 Mar 2023 10:12 PM (IST)

    Mumabi vs Gujarat: જ્યોર્જીયાની બાઉન્ડરી

    પ્રથમ બાઉન્ડરી ગુજરાત તરફથી પાંચમી ઓવરમા આવી છે. જ્યોર્જીયાએ ક્રિઝ પર આવતા જ તેણે ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 04 Mar 2023 10:11 PM (IST)

    GG vs MI, Live Score: ગુજરાતે ગુમાવી ચોથી વિકેટ

    પાંચમી ઓવરમાં ગુજરાતની ટીમે ચોથી વિકેટ ગુમાવી દીધી છે. 12 રનના સ્કોર પર જ ગુજરાતે અન્નાબેલના રુપમાં આ વિકેટ ગુમાવી છે. આમ ગુજરાતની સ્થિતી મુશ્કેલ બની ચુકી છે.

  • 04 Mar 2023 10:03 PM (IST)

    GG vs MI, Live Score: ગુજરાતે ગુમાવી ત્રીજી વિકેટ

    નેચ સિવર બ્રન્ટે વધુ એક ઝટકો ગુજરાતની ટીમને આપ્યો છે. ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર એસ મેઘનાના રુપમાં વિકેટ તેણે ઝડપી હતી. મેઘના માત્ર 2 રન નોંધાવીને પરત ફરી હતી.

  • 04 Mar 2023 10:00 PM (IST)

    GG vs MI, Live Score: એશ્લે ગાર્ડનરે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી

    ગુજરાતને બીજો ઝટકો લાગ્યો છે. બીજી ઓવરના બીજા બોલ પર જ ગુજરાતે વિકેટ ગુમાવી છે. વિશાળ લક્ષ્યનો પિછો કરતા ગુજરાતે 3 રનના સ્કોર પર જ બીજી વિકેટ ગુમાવી દીધી છે. ગાર્ડનર ગોલ્ડન ડક વિકેટ ગુમાવી પરત ફરી હતી.

  • 04 Mar 2023 09:55 PM (IST)

    GG vs MI, Live Score: દેઓલે ગુમાવી વિકેટ

    ગુજરાતને પ્રથમ ઓવરમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ટીમની પ્રથમ વિકેટ પ્રથમ ઓવરમાં ગુમાવી છે. હર્લીન દેઓલ ઓવરના અંતિમ બોલ પર બ્રન્ટનો શિકાર બની છે. આ પહેલા સુકાની બેથ મૂની ઓપનીંગમાં આવી હતી. જોકે ઈજાને લઈ તે મેદાનથી બહાર થવા મજબૂર બની છે.

  • 04 Mar 2023 09:55 PM (IST)

    Mumabi vs Gujarat: સુકાની બેથ મૂની ઈજાને લઈ બહાર

    ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન બેથ મૂની પ્રથમ ઓવરમાં જ ઈજાને લઈ બહાર થવા મજબૂર બની છે. તેને માંસપેશિયોમાં ખેંચાણની સમસ્યા સર્જાઈ હતી. જેને લઈ ફિઝીયો મેદાનમાં દોડી આવ્યા હતા અને તે અંતે મેદાનની બહાર નિકળી હતી.

  • 04 Mar 2023 09:50 PM (IST)

    GG vs MI, Live Score: ગુજરાતની ઈનીંગ શરુ

    બેથ મૂની અને એસ મેઘના ગુજરાત ટીમના માટે ઓપનીંગ જોડીના રુપમાં આવ્યા હતા. બંનેએ રમતની શરુઆત કરતા મેઘનાએ પ્રથમ રન ટીમના માટે લીધો હતો. મુંબઈ તરફથી નેટ સિવર બ્રન્ટ પ્રથમ ઓવર લઈને આવી હતી.

  • 04 Mar 2023 09:36 PM (IST)

    GG vs MI, Live Score: મુંબઈની પ્રથમ ઈનીંગ 207 રન પર સમાપ્ત

    ઓપનર હેલિ મેથ્યૂઝ અને સુકાની હરમનપ્રીત કૌરે તોફાની રમત દર્શાવી હતી. મુંબઈની કેપ્ટન કૌરે શાનદાર અડધી સદી નોંધાવી હતી. નિર્ધારીત 20 ઓવરના અંતે મુંબઈની ટીમે 207 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

  • 04 Mar 2023 09:29 PM (IST)

    GG vs MI, Live Score: વસ્ત્રાકર આઉટ

    પુજા વસ્ત્રાકરના રુપમાં મુંબઈએ અંતિમ ઓવરમાં પાંચમી વિકેટ ગુમાવી હતી.

  • 04 Mar 2023 09:28 PM (IST)

    GG vs MI, Live Score: મુંબઈનો સ્કોર 200ને પાર

    અંતિમ ઓવરમાં મુંબઈની ટીમનો સ્કોર 200ને પાર થઈ ચુક્યો છે. આ પહેલા શરુઆતમાં જ એમેલિ કરે છગ્ગો જમાવ્યો હતો.

  • 04 Mar 2023 09:24 PM (IST)

    GG vs MI, Live Score: એમેલી કરે 2 ચોગ્ગા જમાવ્યા

    એમેલી કરે પણ તોફાની અંદાજ બતાવી છે. તેણે 18મી ઓવરની શરુઆતમાં સળંગ 2 ચોગ્ગા જમાવ્યા હતા. ઓવરની શરુઆતે જ તેણે બે બાઉન્ડરી મેળવી હતી.

  • 04 Mar 2023 09:18 PM (IST)

    GG vs MI, Live Score: હરમનપ્રીત કૌર આઉટ, સ્નેહ રાણાએ ઝડપી વિકેટ

    સ્નેહ રાણા 17મી ઓવર લઈને આવી હતી. આ ઓવરમાં તેણે ગુજરાત જાયન્ટ્સને જે જોઈતુ હતુ એ અપાવ્યુ હતુ. ગુજરાતને હરમનપ્રીત કૌરની વિકેટના રુપમાં રાહત અપાવી હતી. રાણાએ મુંબઈની સુકાનીને હેમલત્તાના હાથમાં કેચ ઝડપાવી હતી. કૌરે 30 બોલમાં 65 રનની ઈનીંગ રમી હતી.

  • 04 Mar 2023 09:11 PM (IST)

    GG vs MI, Live Score: હરમનપ્રીતે અડધી સદી પુરી કરી

    મુંબઈની સુકાની હરમનપ્રીત કૌરે તોફાની રમત શરુ કરી છે. તેણે આક્રમક અંદાજમાં બેટિંગ કરતા અડધી સદી પુર્ણ કરી લીધી છે. શાનદાર બાઉન્ડરી સાથે કૌરે 50ના આંકડાને પાર કર્યો હતો.

  • 04 Mar 2023 09:08 PM (IST)

    GG vs MI, Live Score: હરમનપ્રીતના સળંગ 4 ચોગ્ગા

    15મી ઓવરમાં મુંબઈની સુકાની હરમનપ્રીત કૌર બેટ ખોલી દીધુ હતુ. તેણે મોનિકા પટેલ લઈને આવેલી આ ઓવરમાં એક બાદ એક 4 ચોગ્ગા સળંગ ફટકાર્યા હતા. ઓવરમાં 21 રન મુંબઈને મળ્યા હતા.

  • 04 Mar 2023 09:06 PM (IST)

    GG vs MI, Live Score: એમેલી કરે જમાવી બાઉન્ડરી

    14મી ઓવરમાં એમેલીએ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે ઓવરમાં 2 ચોગ્ગા જમાવ્યા હતા. આ ઓવર લઈને સ્નેહ રાણા આવી હતી.. સુકાની હરમનપ્રીત કૌરના ચોગ્ગા ભરી રમતમાં એમેલી પણ જોડાઈ હતી. અને તેણે પણ જબરદસ્ત શોટ જમાવ્યા હતા.

  • 04 Mar 2023 08:59 PM (IST)

    GG vs MI, Live Score: વધુ 2 ચોગ્ગા મુંબઈની સુકાનીના બેટથી

    13મી ઓવરમાં વધુ બે ચોગ્ગા બેક ટુ બેક જોવા મળ્યા હતા. સતત ત્રીજી ઓવરમાં હરનમપ્રીત કૌરે ચોગ્ગા ફચકાર્યા હતા. આ વખતે સળંગ 2 ચોગ્ગા જમાવ્યા હતા.

  • 04 Mar 2023 08:55 PM (IST)

    GG vs MI, Live Score: હરમનપ્રીતે વધુ 2 ચોગ્ગા જમાવ્યા

    12 મી ઓવરમાં હરમનપ્રીત કૌરે 2 ચોગ્ગા જમાવ્યા હતા. મુંબઈની સુકાની કૌરે શરુઆત આક્રમકતાથી કર્યા બાદ આગળની ઓવરમાં આવી જ રમત જાળવી રાખી હતી. કૌરે વધુ બે ચોગ્ગા 12મી ઓવરમાં જમાવ્યા હતા. એમેલી કરે પણ એક ચોગ્ગો જમાવ્યો હતો. આમ 12 મી ઓવરમાં 16 રન આવ્યા હતા.

  • 04 Mar 2023 08:54 PM (IST)

    GG vs MI, Live Score: હરમનપ્રીતે ચોગ્ગા વરસાવ્યા

    મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌર ક્રીઝ પર આવી છે અને આ સાથે જ તેણે પોતાનો આક્રમક અંદજા દર્શાવ્યો છે. તેણે 11 મી ઓવરમાં શાનદાર 2 સળંગ ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 04 Mar 2023 08:45 PM (IST)

    GG vs MI, Live Score: મેથ્યૂઝ ક્લીન બોલ્ડ

    10મી ઓવરમાં ગુજરાત જાયન્ટ્સને મોટી રાહત મળી હતી. મુંબઈની તોફાની રમત રમી રહેલી હેલિ મેથ્યૂઝને એશ્લે ગાર્ડનરે ક્લીન બોલ્ડ કરી દીધી છે. મેથ્યૂઝ 31 બોલનો સામનો કરીને 47 રન નોંધાવ્યા હતા.

  • 04 Mar 2023 08:41 PM (IST)

    GG vs MI, Live Score: ઓપનર બન્ટ આઉટ, જ્યોર્જિયા વેરહામે અપાવી સફળતા

    9મી ઓવર લઈને જ્યોર્જિયા વેરહામ આવી હતી. ઓવરના અંતિમ બોલ પર નેટ સિવર બ્રન્ટને સીધી જ સ્નેહ રાણાના હાથમાં કેચ ઝડપાવી પરત પેવેલિયન મોકલી હતી. બ્રન્ટે 18 બોલમાં 23 રન નોંધાવ્યા હતા.

  • 04 Mar 2023 08:40 PM (IST)

    GG vs MI, Live Score: મેથ્યૂઝે વધુ એક છગ્ગો જમાવ્યો

    જ્યોર્જિયા વેરહામના બોલ પર મેથ્યૂઝે છગ્ગો જમાવ્યો હતો. તેણે અગાઉની ઓવરમાં 2 શાનદાર છગ્ગા જમાવ્યા હતા. 9મી ઓવરના બીજા બોલ છગ્ગો લોંગ ઓન પર જમાવ્યો હતો.

  • 04 Mar 2023 08:39 PM (IST)

    GG vs MI, Live Score: મેથ્યૂઝે જમાવ્યા 2 છગ્ગા

    અન્નાબેલ સેડરલેન્ડ 8મી ઓવર લઈને આવી હતી. જેના બોલ પર હેલિ મેથ્યૂઝે શાનદાર બે છગ્ગા જમાવ્યા હતા. પ્રથમ છગ્ગો ઓવરના બીજા બોલ પર જમાવ્યો હતો. જ્યારે બીજો છગ્ગો ચોથા પર જમાવ્યો હતો. ઓવરમાં મુંબઈના ખાતામાં 12 રન આવ્યા હતા.

  • 04 Mar 2023 08:30 PM (IST)

    Mumabi vs Gujarat: મેથ્યૂઝની બાઉન્ડરી

    મેથ્યુઝે તનુજા કંવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, જે છઠ્ઠી ઓવર સાથે આવ્યો હતો. કંવર બોલને બોલ પર બોલાવ્યો અને મેથ્યુઝે તેને મિડઓફ અને કવરમાંથી બહાર કર્યો

  • 04 Mar 2023 08:28 PM (IST)

    Mumabi vs Gujarat: સિવરનો શાનદાર શોટ

    ચોથા ઓવરના ચોથા બોલ પર, સિવેરે એક શાનદાર શોટ વડે ચાર રન લીધો. માનસીએ ફરીથી શોટ બોલ ફેંકવાની ભૂલ કરી અને આ વખતે સિવર બોલને ફટકાર્યો અને બોલને ટક્કર મારી.

  • 04 Mar 2023 08:21 PM (IST)

    GG vs MI, Live Score: ગુજરાતને પ્રથમ સફળતા

    ગુજરાતને મળી પ્રથમ વિકેટ. મુંબઈની ઓપનર યાસ્તિકા ભાટીયાની વિકેટ તનુજા કંવરે ઝડપી છે. ગુજરાતને શરુઆતમાં જ તનુજાએ સફળતા અપાવી છે.

  • 04 Mar 2023 08:14 PM (IST)

    MI vs GG Match: મેથ્યૂઝે જમાવ્યો છગ્ગો

    મેથ્યુઝે મનસી જોશીના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જે બીજી ઓવર સાથે આવ્યો હતા. શોર્ટ બોલ પર મેથ્યૂઝે વિશાળ છગ્ગો જમાવ્યો હતો.

  • 04 Mar 2023 08:08 PM (IST)

    GG vs MI, Live Score: મુંબઈની ઈનીંગ શરુ

    મુંબઈની બેટિંગ ઈનીંગ શરુ થઈ ગઈ છે. યાસ્તિકા ભાટીયા અને મેથ્યૂઝ ઓપનરના રુપમાં મેદાન પર આવ્યા છે. ગુજરાત તરફથી પ્રથમ બોલિંગ એશ્લે ગાર્ડનરે શરુ કરી છે.  પ્રથમ ઓવરમાં ગાર્ડનરે માત્ર એક જ રન આપ્યો હતો.

  • 04 Mar 2023 08:05 PM (IST)

    GG vs MI, Live Score: મુંબઈની Playing 11

    મુંબઇ ઈન્ડિયન્સઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, નેટ સિવર બ્રન્ટ, હેલિ મેથ્યૂઝ, પૂજા વસ્ત્રાકર, ઇઝાબેલ વોંગ, હુમૈરા કાઝી, એમેલી કર, અમનજોત કૌર, ઝિંટીમાની કાલિટા, સાઈકા ઇશાક.

  • 04 Mar 2023 08:05 PM (IST)

    GG vs MI, Live Score: ગુજરાતની Playing 11

    ગુજરાત જાયન્ટ્સ: બેથ મૂનિ (કેપ્ટન), શબ્બીનેની મેઘના, હર્લીન દેઓલ, એશ્લે ગાર્ડનર, અન્નાબેલ સેડરલેન્ડ, હેમલતા દયાલન, જ્યોર્જિયા વેરહામ, સ્નેહ રાણા, તનુજા કનવર, મોનિકા પટેલ અને માનસી જોશી

  • 04 Mar 2023 07:33 PM (IST)

    GG vs MI, Live Score: ગુજરાત જાયન્ટ્સે ટોસ જીત્યો, મુંબઈ પ્રથમ બેટિંગ કરશે

    ડીવાય પાટિલ સ્ટેડિયમ પર ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ રમાઈ રહી છે. ગુજરાત જાયન્ટ્સની કેપ્ટ બેથ મૂનીએ ટોસ જીત્યો છે. મૂનીએ મુંબઈને પ્રથમ બેટિંગ માટે નિમંત્રણ આપીને ગુજરાતે પહેલા બોલિંગ પસંદ કરી છે.

  • 04 Mar 2023 07:28 PM (IST)

    GG vs MI, Live Score: 5 કેપ્ટનોએ ટ્રોફી પરથી ઉઠાવ્યો પડદો

    સ્ટેડિયમમાં સ્ટેજ પર પાંચેય ટીમનો કેપ્ટનો ઉપસ્થિત થયા હતા અને પાંચેય કેપ્ટનોએ મળીને ટ્રોફી પરથી પડદો ઉઠાવ્યો હતો. ચમચમાતી ટ્રોફી સૌની સામે રાખી.

     

  • 04 Mar 2023 07:08 PM (IST)

    GG vs MI, Live Score: ટોસ 7.30 કલાકે થશે

    શેડ્યૂલ મુજબ 7.00 કલાકે ટોસ થવાનો સમય હતો. પરંતુ ઓપનિંગ સેરેમની બાદ ટોસ 7.30 કલાકે થશે. જ્યારે મેચ 8.00 વાગ્યે શરુ થશે. હાલમાં રંગારંગ ઓપનિંગ સેરેમની યોજાઈ રહી છે.

  • 04 Mar 2023 07:06 PM (IST)

    ઓપનિંગ સેરેમની બાદ મેચ શરુ થશે

    હાલમાં ઓપનિંગ સેરેમની ચાલી રહી છે. ત્યારબાદ તુરત જ મેચ શરુ થશે. ડીવાય પાટિલ સ્ટેજડિયમ રંગારંગ જોવા મળી રહ્યુ છે અને બોલિવુડ અભિનેત્રી અને સિંગર દ્વારા પર્ફોમન્સ કરાઈ રહ્યુ છે. બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન અને કિયારા અડવાની સહિત સિંગર એપી ઢિલ્લને સેરેમનીમાં પરફોર્મન્સ આપ્યુ છે.

Published On - 7:02 pm, Sat, 4 March 23