Breaking News: ક્રિકેટર વિરાટ કોહલીએ ભારતના ટેસ્ટ કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું

Virat Kohli Resigns: વિરાટ કોહલીએ 2014માં ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી હતી.

Breaking News: ક્રિકેટર વિરાટ કોહલીએ ભારતના ટેસ્ટ કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું
Virat Kohli Resigns as Indian Test Captain
| Edited By: | Updated on: Jan 15, 2022 | 7:15 PM

Virat Kohli Resigns as Indian Test Captain: વિરાટ કોહલીએ શનિવારે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે એક નિવેદન જાહેર કરીને આ અંગે માહિતી આપી હતી. ભારત તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હારી ગયું હતું. કોહલીએ ICC T20 વર્લ્ડ કપ પહેલા T20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી પસંદગીકારોએ તેને ODI ટીમના સુકાનીપદેથી હટાવી દીધો હતો. હવે કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે.

તાજેતરના સમયમાં વિરાટે તેની દરેક ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે અથવા તો તેને હટાવી દેવામાં આવ્યો છે. વિરાટ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન પણ હતો પરંતુ તે પોતાની ટીમ માટે એક પણ ટાઇટલ મેળવી શક્યો ન હતો અને તેથી તેણે IPL-2021 પછી આ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી.

સાથે જ BBCI એ પણ ટ્વિટ કરીને તેની આગેવાનીમાં ભારતીય ટીમે મેળવેલી સિદ્ધિઓને યાદ કરીને શુભેછાઓ પાઠવી હતી

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:00 pm, Sat, 15 January 22