
ભારત અને ઓસ્ટ્ર્લિયા વચ્ચે શુક્રવારથી શરુ થનારી વનડે સિરીઝ આગામી સપ્તાહે સમાપ્ત થઈ જશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ IPL ની ટીમો સાથે જોડાઈને તૈયારીઓ કરતા નજર આવશે. પહેલા વ્હાઈટ અને બાદમાં હવે બ્લુ જર્સીમાં જોવા મળનારા ખેલાડીઓ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોત પોતાની ફ્રેન્ચાઈઝીઓની જર્સીમાં જોવા મળશે. આ દરમિયાન તેઓ ટીમ જર્સી પહેરીની અભ્યાસ કરતા નજર આવશે. આઈપીએલ દરમિયાન ભારતીય બોલ સાથે પ્રેક્ટિસ કરતા નજર આવવા સાથે ઈંગ્લેન્ડ બનાવટના બોલ સાથે પણ અભ્યાસ કરતા જોવા મળી શકે છે. આ માટે ખાસ કારણ છે.
ટીમ ઈન્ડિયાની ટેસ્ટ રમતા ખેલાડીઓ આ દરમિયાન અભ્યાસ ખાસ બોલ વડે કરતા નજર આવી શકે છે. કારણ કે ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવી ચુકી છે. ટીમ ઈન્ડિયા આગામી જૂન માસમાં ફાઈનલ મેચ રમવા લંડન જશે. જ્યાં ભારતીય ટીમ 7 જૂનથી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયાને પોતાના દેશમાં ઉપયોગમાં લેવાતા ક્રિકેટ બોલના બદલે ડ્યુક બોલ વડે રમત રમવી પડશે. જેને લઈ ભારતીય ટીમના ખેલાડીઓ ડ્યુક બોલ વડે પ્રેક્ટિશ કરતા નજર આવી શકે છે. આઈપીએલમાં સતત એસજી બોલ પર હાથ અજમાવ્યો હોવાને લઈ WTC ફાઈનલમાં કોઈ કચાશ ના રહે એ માટે ડ્યૂક બોલ વડે પ્રેક્ટિસ કરવામાં આવી શકે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ અલગ અલગ પ્રકારના બોલનો ઉપયોગ થતો હોય છે. અલગ અલગ દેશોમાં રમાતી ક્રિકેટમાં અલગ અલગ બોલનો ઉપયોગ થયો હોય છે. જેમ કે ભારતમાં એસજી બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ બોલ ભારતમાં જ બનાવવામાં આવે છે અને જેની સિલાઈ હાથ વડે કરવામાં આવે છે. આઈપીએલમાં પણ આ જ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ડ્યૂક અને કૂકાબૂરા બોલનો ઉપયોગ ક્રિકેટમાં થતો હોય છે. કયા બોલનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરવો તેને લઈ ICC નો કોઈ વિશેષ નિયમ નથી. જે દેશમાં ટૂર્નામેન્ટ હોય એ દેશના બોર્ડ દ્વારા બોલને પસંદ કરવામાં આવતો હોય છે.
Published On - 12:20 pm, Wed, 15 March 23