વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓની બોખલાહટ હજુ નથી ઉતરી! બાબર આઝમ બેટ ઉપાડી મારવા દોડ્યો, જુઓ વીડિયો

એક મેચ દરમિયાન બાબર આઝમ તેના બેટથી મોહમ્મદ રિઝવાનને મારવા દોડે છે. આ પછી રિઝવાન પણ મારના ડરથી ભાગવા લાગે છે. ચાલો તમને જણાવીએ કે બાબર શા માટે મારવા દોડે છે. તેમજ જુઓ આ વીડિયો.

વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓની બોખલાહટ હજુ નથી ઉતરી! બાબર આઝમ બેટ ઉપાડી મારવા દોડ્યો, જુઓ વીડિયો
| Updated on: Nov 28, 2023 | 3:06 PM

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી બાબર આઝમે કેપ્ટનશીપમાંથી સંન્યાસ લઈ લીધો છે. વર્લ્ડકપમાં બહાર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં અનેક ફેરફાર જોવા મળ્યા છે. પહેલા તો પાકિસ્તાનના ચીફ સિલેક્ટરએ પદ છોડ્યું હતુ. ત્યારબાદ પાકિસ્તાનના હેડ કોચ પણ બદલી ગયા છે. તેમજ પાકિસ્તાનના બોલિંગ કોચ અને બેટ્સમેન કોચ પણ બદલી ગયા છે.

આ બધાની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, બાબર આઝમ મોહમ્મદ રિઝવાને બેટથી લઈ મારવા દોડી રહ્યો છે.

બાબર આઝમના ડરથી દોડવા લાગ્યો રિઝવાન

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન પાકિસ્તાનના 2 મોટા સ્ટાર ખેલાડી છે. બંન્ને ખેલાડી પોતાના દમ પર પાકિસ્તાનને અનેક મેચ જીતાડી ચૂક્યા છે. બંન્ને ખુબ સારા મિત્રો પણ છે. ત્યારે મેદાન પર તેની મજાક અનેક વખત જોવા મળતી હોય છે. ત્યારે વધુ એક ફની વીડિયો સામે આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, બાબર આઝમ મોહમ્મદ રિઝવાનને બેટ ઉપાડી મારવા દોડે છે. ત્યારબાદ મોહમ્મદ રિઝવાન આ મારથી બચવા માટે દોડે છે.

 

 

વીડિયોને જોઈ સૌ કોઈ હસી રહ્યા છે

બાબર આઝમ મેદાન પર બેટિંગ કરી રહ્યો છે અને મોહમ્મદ રિઝવાન કીપિંગ કરી રહ્યો છે. આ દરમિયાન બાબર બોલ મારવાનું ચૂકી જાય છે અને બોલ સીધો કિપિંગ કરી રહેલા રિઝવાન પાસે જાય છે. આ ઓવરનો છેલ્લો બોલ છે, તેથી બાબર સ્ટ્રાઈક બદલવા માટે બીજી ડાબી તરફ જવાનું શરૂ કરે છે. આ પછી, રિઝવાન બોલ ફેંકે છે અને તેને વિકેટમાં ફટકારે છે અને આઉટ માટે અપીલ કરવાનું શરૂ કરે છે. આ પછી બાબર આઝમ બેટ ઉપાડે છે અને રિઝવાનને ફટકારવા માટે દોડે છે.

પાકિસ્તાનની ટીમ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે જ્યાં તેને યજમાન ટીમ સાથે 3 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે.

આ પણ વાંચો : ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી T20 મેચમાં શું ચાલી રહ્યો છે Betting રેટ ? જાણો અહીં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો