કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે

|

Dec 06, 2023 | 10:09 AM

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14 જાન્યુઆરીથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટેસ્ટ સિરીઝ શરૂ થશે. પાકિસ્તાનને આ ટેસ્ટના લગભગ 8 દિવસ પહેલા એક પ્રેક્ટિસ મેચ રમવાની છે, પરંતુ તે મેચ પહેલા જ પાકિસ્તાની કેપ્ટન શાન મસૂદે કહ્યું હતું કે ટેસ્ટ સિરીઝ માટે વિકેટકીપર તરીકે તેની પસંદગી કોણ હશે.

કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે

Follow us on

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચના થોડા દિવસો જ બાકી છે. 3 મેચની ટેસ્ટ સિરીઝ શરુ થશે. જેના માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પહેલાથી જ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તૈયારીઓમાં લાગી ગઈ છે. વર્લ્ડકપ 2023માં નિરાશાજનક પ્રદર્શન બાદ પાકિસ્તાનની ટીમ આ સિરીઝની સાથે પહેલી વખત મેદાનમાં ઉતરશે. સિરીઝ શરુ થતાં પહેલા ટીમનો એક સ્ટાર ખેલાડીનું સ્થાન ચર્ચામાં આવ્યું છે. એ પણ એવો ખેલાડી જેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સૌથી વધુ સેલરી આપે છે નામ છે મોહમ્મદ રિઝવાન.

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત

પર્થમાં 14 જાન્યુઆરી થી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત થશે. આ પહેલા પાકિસ્તાનની ટીમ બુધવારના 6 ડિસેમ્બરથી પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન ટીમની સાથે એક પ્રેક્ટિસ મેચ રમશે. આ પ્રેક્ટિસ મેચથી એક દિવસ પહેલા પાકિસ્તાનની ટીમના નવા કેપ્ટન શાન મસુદે સ્પષ્ટ કરી દીધું છે કે, ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપર-બેટ્સમેનના રુપમાં રિઝવાનને પ્રાથમિકતા મળશે નહિ.

ટૂર્નામેન્ટમાં પણ તેણે રનનો ઢગલો કર્યો

હવે સવાલ એ છે કે, પાકિસ્તાનની ટીમનો કેપ્ટન ક્યા ખેલાડીને રમાડવા માંગે છે. શાન મુસદે આનો જવાબ પણ આપ્યો હતો. મુસદે સ્પષ્ટ કરી દીધું હતુ કે, ટેસ્ટ સિરીઝ દરમિયાન પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર સરફરાજ અહમદને પહેલા તક આપવામાં આવશે.આનું કારણ પણ મસુદે જણાવ્યું, નવા પાકિસ્તાની કેપ્ટને સ્પષ્ટ કર્યું હતું કે, ગત્ત ટેસ્ટ સિરીઝમાં સરફરાજ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો અને સાથે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં પણ તેણે રનનો ઢગલો કર્યો છે. જેના માટે તેની પસંદગી કરવામાં આવી છે.

કરોડપતિ બિઝનેસમેનની દુલ્હન બની અભિનેત્રી, જુઓ ફોટો
ખાલી પેટ દરરોજ ખજૂર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
Saunf milk benefits : જો તમે વરિયાળી વાળું દૂધ પીશો તો શરીરમાં શું થશે ફેરફાર
માત્ર વધારે ખાવાથી જ નહીં પણ આ બીમારીને કારણે વધે છે વજન, જાણો કારણ
અંબાણીના અચ્છે દિન, મળ્યો 930 મેગાવોટ પાવર સપ્લાયનો ઓર્ડર

ટોચની કેટેગરી ‘A’માં માત્ર ત્રણ ખેલાડી

પાકિસ્તાની ટીમનો આ નિર્ણય થોડો આશ્ચર્યજનક લાગે છે કારણ કે તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના સેન્ટ્રલ કરારની જાહેરાત કરી હતી. જેમાં ખેલાડીઓને 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. ટોચની કેટેગરી ‘A’માં માત્ર ત્રણ ખેલાડી એવા હતા, જેમને સૌથી વધુ પગાર (પાકિસ્તાન રૂ. 45 લાખ) મળશે. બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી સિવાય ત્રીજો ખેલાડી રિઝવાન છે. તેનું કારણ એ હતું કે તે ત્રણેય ફોર્મેટમાં સતત રમ્યો હતો પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને ટેસ્ટ ટીમ માટે લાયક ગણ્યો ન હતો.

જ્યાં સુધી સરફરાઝનો સવાલ છે તો તેને D કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. જેમાં માસિક પગાર અંદાજે 5 લાખ પાકિસ્તાન રુપિયા છે. શાન મસુદ પહેલા ડી કેટેગરીમાં હતો પરંતુ કેપ્ટન બનવાના કારણે તેને ડી કેટેગરીમાં અંદાજે 28 લાખમાં પ્રમોટ કરવામાં આવ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article