ODI વર્લ્ડ કપ 2023ની 30મી મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવ્યું છે. પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 241 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાને ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. હાર સાથે શ્રીલંકા માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન બાદ અફઘાનિસ્તાને પણ શ્રીલંકાને હરાવ્યું છે.
શ્રીલંકાને 7 વિકેટથી હરાવીને અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચી ગયુ છે. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ત્રીજી જીત છે. આ પહેલા આ ટીમે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવીને મોટો અપસેટ સર્જયો હતો. 3 જીત સાથે અઘાનિસ્તાનની ટીમે 6 પોઈન્ટ મેળવી લીધા છે. આ સાથે જ શ્રીલંકાની સેમીફાઈનમાં પહોંચવાની રાહ મુશ્કેલ બની છે.
Afghanistan continue their charge towards a top-four finish in #CWC23 with a stupendous win in Pune #AFGvSL : https://t.co/f6KGeAIahL pic.twitter.com/cCmw8unwDy
— ICC (@ICC) October 30, 2023
શ્રીલંકાની ટીમે પહેલી બેટિંગ કરતા 49.3 ઓવરમાં ઓલઆઉટ થઈને 241 રન બનાવ્યા હતા. તેના જવાબમાં અફઘાનિસ્તાને 45.2 ઓવરમાં 242 રન બનાવીને મેચમાં જીત મેળવી હતી. શ્રીલંકાની ટીમ નાના નાના યોગદાનને કારણે 200 રનને પાર સ્કોર પહોંચાડી શકી હતી. અફઘાનિસ્તાનના ફઝલહક ફારુકીએ 4 વિકેટ ઝડપી હતી. મુઝીબ ઉર રહેમાને 2 વિકેટ ઝડપી હતી. અઝમતુલ્લાહ અને રાશિદ ખાનને 1-1 વિકેટ મળી હતી.
Fazalhaq Farooqi is the @aramco #POTM for his stellar four-wicket haul in Pune ⚡#CWC23 | #AFGvSL pic.twitter.com/4IuiECnQB4
— ICC (@ICC) October 30, 2023
242 રનનો પીછો કરતા અફઘાનિસ્તાને પહેલી જ ઓવરમાં ગુરબાઝની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ઈબ્રાહિમ ઝદરાન (39) રહમત શાહ (62) સાથે મળીને પોતાની ટીમને મેચમાં વાપસી લાવી હતી. આ બંનેના આઉટ થયા બાદ અઝમતુલ્લા ઓમરઝાઈ અણનમ 73 અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અણનમ 58 રન સાથે ચોથી વિકેટ માટે અણનમ સદીની ભાગીદારી નોંધાવી પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના ખાનગી મેસેજ ટીવી ચેનલ પર લીક થતા વિવાદ
Published On - 9:57 pm, Mon, 30 October 23