
દક્ષિણ આફ્રિકા અત્યારે શ્રેષ્ઠ ક્રિકેટ ટીમ છે. આ ટીમે તાજેતરમાં જ ODI વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં જગ્યા બનાવી હતી. સાઉથ આફ્રિકા એક વખત પણ વર્લ્ડ કપ જીતી શક્યું નથી પરંતુ આ ટીમને ઘણી મજબૂત ટીમ માનવામાં આવે છે. આજના દિવસે એટલે કે વર્ષ 1992માં 7મી ડિસેમ્બરે આ ટીમે તેની પ્રથમ વનડે મેચ રમી હતી અને આ મેચમાં ટીમના કેપ્ટન કેપ્લર વેસેલ્સે પણ એક ઈતિહાસ રચ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આ મેચ ભારત સામે કેપટાઉનમાં રમી હતી.
આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે માત્ર 184 રન બનાવ્યા હતા. અને આખી ટીમ 50 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ 49.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને તેમની ODI કારકિર્દીની વિજયી શરૂઆત કરી હતી.
આ તે સમયગાળો હતો જ્યારે ક્રિકેટમાં ત્રીજા અમ્પાયરની શરૂઆત થઈ હતી. દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન કેપ્લર ODIમાં પ્રથમ બેટ્સમેન બન્યો હતો જેને વીડિયો અમ્પાયરે આઉટ આપ્યો હતો. તેને અજય જાડેજાએ આઉટ કર્યો હતો. ઓન-ફીલ્ડ અમ્પાયરે આ મામલો થર્ડ અમ્પાયરને રિફર કર્યો હતો જેમણે વીડિયો ટેક્નોલોજી દ્વારા કેપ્લરને રન આઉટ જાહેર કર્યો હતો.
આ સાથે ડાબા હાથના બેટ્સમેને ODIમાં પ્રથમ વખત વીડિયો અમ્પાયર દ્વારા આઉટ આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ બેટ્સમેને 100 બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્લર અગાઉ ઓસ્ટ્રેલિયા તરફથી રમતો હતો. તે એવા ખેલાડીઓમાંથી એક છે જેણે બે ટીમો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી.
First ODI at Home #OnThisDay in 1992, South Africa hosted the 1st ODI on their soil (Capetown) against India.
Kepler Wessels became the first man to be given out by a third umpire in an ODI. pic.twitter.com/sSmnRU2h5R
— Cricketopia (@CricketopiaCom) December 7, 2019
આ મેચમાં હેન્સી ક્રોન્યેએ ભારતીય બેટિંગની કમર તોડી નાખી હતી. તેણે 10 ઓવરમાં 32 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અજય જાડેજાએ સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. તેના સિવાય રમને 47 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ પ્રથમ વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. પરંતુ આ ભાગીદારી તૂટતાં જ બાકીના બેટ્સમેનોની એક પછી એક વિકેટ પડવા લાગી.
આ પણ વાંચો: સાઉથ આફ્રિકાના ગત પ્રવાસમાં છોડી હતી કપ્તાની, શું આ વખતે વિરાટ કોહલી લેશે સંન્યાસ?
Published On - 8:00 am, Thu, 7 December 23