એશિયન ગેમ્સમાં ફરી જોવા મળશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને કર્યો એવો મોટો નિર્ણય કે તમે પણ જોતા થઈ જશો એશિયન ગેમ્સ

|

Mar 04, 2019 | 3:42 AM

ભારતમાં રમત-ગતમની વાત કરીએ, તો સૌથી લોકપ્રિય ક્રિકેટ છે. દેશ-વિદેશમાં અન્ય ખેલોની પણ અનેક સ્પર્ધાઓ યોજાય છે અને ભારતીય ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરે છે. TV9 Gujarati   Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે […]

એશિયન ગેમ્સમાં ફરી જોવા મળશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને કર્યો એવો મોટો નિર્ણય કે તમે પણ જોતા થઈ જશો એશિયન ગેમ્સ

Follow us on

ભારતમાં રમત-ગતમની વાત કરીએ, તો સૌથી લોકપ્રિય ક્રિકેટ છે. દેશ-વિદેશમાં અન્ય ખેલોની પણ અનેક સ્પર્ધાઓ યોજાય છે અને ભારતીય ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરે છે.

TV9 Gujarati

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આમ છતાં દેશના કરોડો લોકોનું ધ્યાન ક્રિકેટ સિવાયની અન્ય રમતો અને તેમાં ભારત તથા ભારતીય ખેલાડીઓના દમદાર પ્રદર્શન પર ધ્યાન નથી જતું, કારણ કે લોકોને સૌથી વધુ ક્રિકેટમાં રસ છે.

આવી જ એક સ્પોર્ટ્સ ટૂર્નામેંટ છે એશિયન ગેમ્સ કે જેનું આયોજન ઓલિમ્પિક એસોસિએશન ઑફ એશિયા (OCA) દ્વારા કરાય છે. 1951થી રમાતી એશિયન ગેમ્સ ઓલિમ્પક ગેમ્સ બાદ દુનિયાની બીજી સૌથી મોટી બહુરાષ્ટ્રીય રમત-ગતમ સ્પર્ધા છે.

પરંતુ ભારતમાં એશિયન ગેમ્સને લઈને મોટાભાગના લોકોને રસ નથી હોતો, કારણ કે તેમાં તેમની લોકપ્રિય રમત ક્રિકેટ નથી. તો ક્રિકેટના રસિકો માટે હવે એક સારા સમાચાર આવ્યા છે અને તે એ છે કે 2022માં યોજાનાર એશિયન ગેમ્સમાં ક્રિકેટ પણ હશે.

હાંગઝૂ એશિયન ગેમ્સ 2022માં ક્રિકેટનો સમાવેશ કરી લેવાયો છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ક્રિકેટની ફરી એક વાર વાપસી થઈ જશે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના મહામંત્રી રાજીવ મહેતાએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે એશિયન ગેમ્સ 2022માં ક્રિકેટના ટી-20 ફૉર્મેટનો સમાવેશ કરી લેવાયો છે કે જેમાં પુરુષ અને મહિલા બંને ક્રિકેટ ટીમો ભાગ લેશે. આઈઓએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આ અંગે એક પત્ર પણ લખશે.

આ પહેલા ઓસીએએ પોતાની સામાન્ય સભામાં એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ પહેલી વાર નથી કે એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરાયો છે. આ અગાઉ 2010 અને 2014ની એશિયન ગેમ્સમાં ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ઇન્ડોનેશિયમાં યોજાયેલી એશિયન ગેમ્સ 2018માંથી ક્રિકેટને બાકાત કરી દેવાયું હતું.

દરમિયાન અનેક વખત બીસીસીઆઈ ટીમ ઇન્ડિયાના વ્યસ્ત કાર્યક્રમને લઈને એશિયન ગેમ્સની અવગણના કરી ચુક્યુ છે, પરંતુ આ વખતે એશિયન ગેમ્સ 2022માં યોજાવાની છે અને તેમાં હજી ઘણો સમય છે. જેમ કે રાજીવ મહેતાએ કહ્યું, તેમ જો બીસીસીઆઈને અત્યારથી જ આ અંગે જાણ કરી દેવાશે, તો શક્ય છે કે આગામી એશિયન ગેમ્સ 2022માં વિરાટ કોહલીની સેના મેદાન પર રમતી જોઈ શકાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article