
કેરેબિયન પ્રીમિયર લીગના ખેલાડીઓના ડ્રાફ્ટમાં સામેલ થવાની સાથે જ ઈરફાન પઠાણે ઈતિહાસ રચ્યો છે. ઈરફાન પઠાણ કેરેબિયન પ્રીમિયર લીગના ડ્રાફટમાં સામેલ થવા વાળા પ્રથમ ભારતીય ક્રિકેટરની સાથે સોપ્રથમ ગુજરાતી ક્રિકેટર બની ગયા છે. CPL 2019ના ખેલાડીઓના ડ્રાફ્ટની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી, જેમાં ઈરફાન પઠાણ એકમાત્ર ભારતીય અને ગુજરાતી છે.
જો ઈરફાનને CPLની હરાજીમાં ખરીદી લેવામાં આવશે તો તે કોઈ મોટી વિદેશી T-20 લીગમાં રમવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર બની જશે. ઈરફાન પઠાણ IPLની છેલ્લી 2 સીઝનના ભાગ નહતા. તેમને IPLમાં છેલ્લી મેચ વર્ષ 2017માં ગુજરાત લાયન્સ તરફથી રમી હતી અને 2016માં તે પૂણે તરફથી ખાલી 4 મેચ જ રમી શક્યા હતા.
CPLના ખેલાડીઓના ડ્રાફ્ટમાં વેસ્ટઈન્ડીઝ સિવાય 20 અન્ય દેશોના 536 ક્રિકેટરોને સામેલ કરવામાં આવ્યા છે. CPLની હરાજી 22મેના રોજ લંડનમાં થશે. તેમાં 6 ટીમ એલેક્સ હેલ્સ, રાશિદ ખાન, શાકિબ અલ હસન અને જેપી ડુમિની જેવા વિદેશી ખેલાડીઓ સિવાય આંદ્રે રસેલ અને સુનીલ નારેન જેવા ખેલાડીઓ પર હરાજી થશે.
આ પણ વાંચો: ભારતીય ટીમને મેચ પહેલા શારીરીક સંબંધની સલાહ આપવી મારી સૌથી મોટી ભૂલ
CPLના ખેલાડીઓના ડ્રાફટમાં ભારતના ઈરફાન પઠાણ સિવાય બરમુડા અને ઓમાનના 1-1 ખેલાડી સામેલ છે. તે સિવાય USA,સ્કોટલેન્ડ, કેન્યા, નેપાળ, હોંગકોંગ અને કેનેડા જેવી એસોસિએટ ટીમોના ખેલાડીઓને પણ ડ્રાફ્ટમાં જગ્યા મળી છે. ઉલ્લેખનીય છે કે CPLનું આયોજન 4 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબરની વચ્ચે થશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]