જેરેમી લાલરિનુંગાએ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો છે. મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) પછી જેરેમીએ વેઈટલિફ્ટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારતના આ સ્ટાર ખેલાડીએ 67 કિગ્રા વજન વર્ગમાં કુલ 300 કિલો વજન ઉપાડ્યું. સ્નેચમાં 140 કિલો વજન ઉપાડ્યું. જેમાં તેણે ગેમ્સનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ સાથે જ જેરેમીએ ક્લીન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉપાડ્યું. તે ત્રીજા પ્રયાસમાં 165 કિલો વજન ઉપાડવા માંગતો હતો. પરંતુ જેરેમી તે ચૂકી ગયો.
જેરેમીએ 300 કિલો વજન ઉઠાવીને ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. સિલ્વર મેડલ સમોઆના નેવોએ જીત્યો હતો. જેણે કુલ 293 નો સ્કોર કર્યો હતો. નેવોની નજર સોના પર હતી અને ક્લીન એન્ડ જર્કમાં તેના ત્રીજા પ્રયાસમાં તે 174 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે 174 કિલો વજન ઉઠાવી શક્યો ન હતો. જેરેમીના આ ગોલ્ડ સાથે ભારતના કોમનવેલ્થ ગેમ્સ 2022 માં પણ 2 ગોલ્ડ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત કુલ 5 મેડલ થયા છે. ભારતે આ તમામ મેડલ માત્ર વેઈટલિફ્ટિંગમાં જ જીત્યા છે. મીરાબાઈ અને જેરેમીએ વેઈટલિફ્ટિંગમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. જ્યારે સંકેત સરગર અને બિંદિયા રાનીએ સિલ્વર અને ગુરુરાજા પૂજારીએ બ્રોન્ઝ જીત્યો હતો.
Our Yuva Shakti is creating history! Congratulations to @raltejeremy, who has won a Gold in his very first CWG and has set a phenomenal CWG record as well. At a young age he’s brought immense pride and glory. Best wishes to him for his future endeavours. pic.twitter.com/dUGyItRLCJ
— Narendra Modi (@narendramodi) July 31, 2022
જેરેમીના કરિયરની વાત કરીએ તો તેણે 2018ના યુથ ઓલિમ્પિકમાં 62 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. તેણે એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે જેરેમી પ્રથમ બોક્સર હતો. તેના પિતા જુનિયર નેશનલ ચેમ્પિયન બોક્સર હતા અને તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર પણ બોક્સર બને, પરંતુ થોડા સમય પછી જેરેમીએ બોક્સિંગ છોડીને વેઈટલિફ્ટિંગ પસંદ કર્યું અને આજે તે આ રમત પર પ્રભુત્વ જમાવી રહ્યો છે. આખો દેશ જેરેમીની આ જીતની ઉજવણી કરી રહ્યો છે. અમિત શાહે ટ્વીટ કર્યું કે ભારતીય વેઇટલિફ્ટર્સ દેશને ગૌરવ અપાવી રહ્યા છે.
Published On - 3:58 pm, Sun, 31 July 22