CWG 2022 : ભારતના સંકેત સારગરે વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો

ભારતના સંકેત સાગરે કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારત માટે પહેલો મેડલ જીત્યો છે. સંકેત સાગેર 55 કિલો વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જોકે સંકેત ઇજાના કારણે ગોલ્ડ મેડલથી ચુક્યો હતો.

CWG 2022 : ભારતના સંકેત સારગરે વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો
Sanket Sagar won Silver Medal in CWG 2022 (PC: Twitter)
| Updated on: Jul 30, 2022 | 4:26 PM

સંકેત સરગરે (Sanket Sargar) શનિવારે સિલ્વર મેડલ સાથે કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. તે એક કિલોના માર્જિનથી ગોલ્ડ જીતવાનું ચૂકી ગયો હતો. સંકેત સરગરે પુરૂષોની 55 કિગ્રાની ફાઇનલમાં કુલ 248 કિગ્રા વજન ઉપાડ્યું હતું. જ્યારે ગોલ્ડ મેળવનાર મલેશિયાના બિન કાસદને 249 કિગ્રા વજન ઉપાડ્યું હતું. ભારતીય ખેલાડીએ સ્નેચમાં 113 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 135 કિલો વજન ઉપાડ્યું હતું. ક્લીન એન્ડ જર્કના છેલ્લા બે પ્રયાસોમાં તે ફ્લોપ રહ્યો હતો. તેની પાછળનું કારણ તેની ઈજા હતી.

બીજા પ્રયાસમાં તે ઇજાગ્રસ્ત થયો

ક્લીન એન્ડ જર્કના બીજા પ્રયાસમાં સંકેત સરગરને તેના હાથમાં ઈજા પહોંચી હતી. જો કે તેણે પીડામાં પણ ત્રીજા પ્રયાસમાં 139 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. શ્રીલંકાના દિલાંકા ઇસરુ કુમારાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કુલ 225 કિલો વજન ઉપાડ્યું હતું. સ્નેચમાં સંકેત સરગરે પ્રથમ પ્રયાસમાં 107 કિલો અને બીજા પ્રયાસમાં 111 કિલો વજન ઉપાડ્યું. ત્રીજા પ્રયાસમાં તેણે 113 કિલો વજન ઉપાડીને પ્રદર્શનમાં સુધારો કર્યો હતો. તો ક્લીન એન્ડ જર્કમાં પ્રથમ પ્રયાસમાં સંકેત સરગરે 135નું વજન ઉપાડ્યું હતું. પરંતુ બીજા અને ત્રીજા પ્રયાસમાં તે 139 કિલો વજન ઉઠાવવાનું ચૂકી ગયો હતો. જ્યારે મલેશિયાના ખેલાડીએ છેલ્લા પ્રયાસમાં 142 કિલો વજન ઉપાડ્યું હતું. મલેશિયાના બીને સ્નેચમાં 107 કિલો વજન ઉપાડ્યું હતું.

 

ભારતની તાકાત બતાવવા સંકેતે પાણી પણ પીવાનું ઓછું કરી દીધું હતું

સંકેત સારગર ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2020 અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020 નો ચેમ્પિયન રહ્યો છે. એટલું જ નહીં તેના નામે એક રાષ્ટ્રીય રેકોર્ડ પણ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારતનું ખાતું ખોલાવનાર આ ખેલાડીની નજર 2024 માં યોજાનારી પેરિસ ઓલિમ્પિક પર છે અને તે ઓલિમ્પિકમાં 61 કિગ્રા વર્ગમાં પ્રવેશ કરવા માંગે છે. સંકેત સરગરે વિશ્વને ભારતની શક્તિ બતાવવા માટે પાણી પણ પીવાનું ઓછું કરી દીધું હતું. તે માત્ર બાફેલા શાકભાજી અને સલાડ ખાતો હતો.

Published On - 3:56 pm, Sat, 30 July 22