London : ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં 7 જૂનથી 11 જૂન વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC final 2023) રમાઈ રહી હતી. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હારી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 209 રનથી ફાઈનલ મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની છે. ભારતીય ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી બેટિંગ કરીને પહેલી ઈનિંગ 469 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ભારતીય ટીમ 296 રન પર સમેટાઈ ગઈ હતી. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 270 રન બનાવીને ભારતીય ટીમને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ અને પાંચમા દિવસે ભારતીય ટીમ પાસે ચેમ્પિયન બનવા માટે 280 રનના ટાર્ગેટ સાથે 7 વિકેટ હાથમાં હતી. ભારતીય ફેન્સને વિરાટ કોહલી અને રહાણે પાસે ઘણી આશા હતી. પણ ઓસ્ટ્રેલિયાના બોલર્સની ઘાતક બોલિંગ સામે ભારતીય ટીમ અને ફેન્સના સપના ચૂરચૂર થઈ ગયા હતા. ભારતીય ટીમને 234 રન પર ઓલઆઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની છે.
Australia conquer #WTC23! 🇦🇺🏆
A superb bowling display on Day 5 gives them a resounding win in the Final 👏
Scorecard 📝: https://t.co/wJHUyVnX0r pic.twitter.com/mZxnBnwTmA
— ICC (@ICC) June 11, 2023
વર્ષ 2021માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ઉતરેલી ભારતીય ટીમને 8 વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. આજે વર્ષ 2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો. આમ ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ હારી છે.
Mood in the Australian camp 🎉#WTC23 | #AUSvIND pic.twitter.com/HFFFMXxMWm
— ICC (@ICC) June 11, 2023
ક્રિકેટના 3 ફોર્મેટ ટી20, ટેસ્ટ અને વનડેમાં તમામ આઈસીસી ટ્રોફી જીતનારી ઓસ્ટ્રેલિયા પ્રથમ ટીમ બની છે. પેટ કમિંગના નેતૃત્વમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બની છે. આ એકમાત્ર ટ્રોફી ઓસ્ટ્રેલિયા પાસે હમણા સુધી ના હતી.
કેપ્ટન તરીકે રોહિત શર્મા હમણા સુધી 9 ફાઈનલ મેચ રમ્યો છે. 9માંથી 8 ફાઈનલ મેચમાં તેણે સતત જીત મેળવી હતી. પણ આજે તેનો આ ક્રમ તૂટ્યો છે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ હાર્યું છે.
વર્ષ 2011માં ધોનીના નેતૃત્વમાં વનડે વર્લ્ડ કપ અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફઈ જીત્યા બાદ ભારતીય ટીમ આઈસીસીની મોટી મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ છે. વર્ષ 2013 બાદ ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલી અને રોહિત શર્માના નેતૃત્વમાં એકપણ મોટી આઈસીસી ટુર્નામેન્ટ જીતી શકી નથી.
Published On - 5:08 pm, Sun, 11 June 23