Breaking News : IOAમાં મોટો અપસેટ, પીટી ઉષા હારી, સાયના અને અંજુ બોબી જ્યોર્જ જીત્યા

પીટી ઉષા IOA સ્પોર્ટ્સપર્સન ઓફ મેરિટ ચૂંટણીમાં હારી, સાયના (Saina) નેહવાલ અને અંજુ બોબી જ્યોર્જ ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. SOM અથવા સામાન્ય સભાનો સદસ્ય હોવું અનિવાર્ય છે.

Breaking News : IOAમાં મોટો અપસેટ, પીટી ઉષા હારી, સાયના અને અંજુ બોબી જ્યોર્જ જીત્યા
| Updated on: Nov 10, 2026 | 8:21 AM

સોમવારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષા સ્પોર્ટ્સપર્સન ઓફ મેરિટ (SOM) તરીકે ચૂંટાઈ શક્યા નહીં, જે વિવાદોમાં ઘેરાયેલી સ્પર્ધા હતી. દરમિયાન, ભૂતપૂર્વ શટલર સાઇના નેહવાલ ચાર મહિલા SOM ઉમેદવારોમાં સ્થાન મેળવ્યું છે. લાંબા કૂદકાની દિગ્ગજ અંજુ બોબી જ્યોર્જ, ભૂતપૂર્વ તીરંદાજ ડોલા બેનર્જી અને ભૂતપૂર્વ ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન રાની રામપાલને પણ SOM તરીકે પસંદ કરવામાં આવી છે. કુલ 80 SOM છે, જેમાં 40 પુરુષો અને 40 મહિલાઓ છે, જે ચાર મહિલા પ્રતિનિધિઓની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરે છે.

પુરુષ SOMની બિનહરીફ ચૂંટણી

આ પહેલા શનિવારે ઓલિમ્પિક મેડલ વિજેતા ગગન નારંગ, વિજેન્દ્ર સિંહ અને યોગેશ્વર દત્તની સાથે પૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી કમલેશ મહેતા ચાર પુરુષ SOM માંથી એક તરીકે બિનહરીફ ચૂંટાયા. 8 અન્ય ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પરત લીધી હતી. હવે સવાલ એ છે કે, શું પીટી ઉષા 5 ડિસેમ્બરના રોજ થનારા IOA કાર્યકારી પરિષદની ચૂંટણીમાટે ઉભી રહેશે. આ માટે તેને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (NSF) દ્વારા સામાન્ય સભામાં નામાંકિત કરવી પડશે, જે અસંભવિત લાગે છે. એ પણ અશક્ય છે કે ટ્રેક અને ફિલ્ડ લિજેન્ડ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI)ના બે પ્રતિનિધિઓમાંથી એક હશે.

ચૂંટણીમાં વિવાદ અને ફરિયાદ

IOA સંવિધાન હેઠળ અધ્યક્ષ પદના ઉમેદવારને SOM અથવા સામાન્ય સભાનો સદસ્ય હોવું અનિવાર્ય છે. 2022માં ઉષાને SOMના રસ્તાથી જ IOAની પહેલી મહિલા અધ્યક્ષના રુપમાં બિનહરીફ ચૂંટાય હતી. હવે ચૂંટાયેલા 8 SOM IOAની સામાન્ય સભાની સભ્ય બનશે. જેનાથી તે 5 ડિસેમ્બરના ચૂંટણીમાં મત આપવા અને ઉભા રહેવા માટે યોગ્ય બની જશે. 2 SOM એક પુરુષ અને એક મહિલા,IOA કાર્યકારી પરિષદની સભ્ય બનશે. આ SOM ચૂંટણીમાં વિવાદ ત્યારે શરુ થયો જ્યારે ઉષાએ ચૂંટણી અધિકારી સંજય કુમાર શ્રીવાસ્તવને ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, પૂર્વ તીરંદાજ ડોલી બેનર્જીએ વોટ્સએપ મેસેજ પ્રસારિત કરી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંધન કર્યું છે. પીટી ઉષાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, બેનર્જીના નામ વાળું એક અકાઉન્ટથી વોટ્સએપ મેસેજ ફેલાયો છે. જેમણે ન્યુ ભારત પેનલ માટે સમર્થન માંગ્યું હતુ.

IOA સંસાધનોના દુરુપયોગના આરોપો

કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા વેઇટલિફ્ટર સતીશ શિવલિંગમે પણ ચૂંટણી અધિકારી સંજય કુમાર શ્રીવાસ્તવ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, “મતદાર યાદીના સભ્યોને એવા ઉમેદવારની તરફેણમાં પ્રભાવિત કરવાનો સંગઠિત પ્રયાસ ચાલી રહ્યો છે જે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પણ છે.

 

ગોલ્ડન ગર્લ પી.ટી ઉષાના પરિવાર વિશે જાણો, 250 રૂપિયાએ પીટી ઉષાની જિંદગી બદલી નાંખી અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.