
Breaking News: કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનુ એ ભારતનો અપાવ્યો પ્રથમ ગોલ્ડ, PM મોદીએ પાઠવી શુભેચ્છા ભારતની સ્ટાર વેઈટલિફ્ટર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ ફરી એકવાર પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે મહિલાઓની 48 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી સતત ત્રીજી વખત કોમનવેલ્થ ચેમ્પિયન બનવાનો ઐતિહાસિક કારનામુ કર્યુ છે.
આ જીત સાથે મીરાબાઈએ ગોલ્ડ મેડલની ગોલ્ડન હેટ્રિક પણ પૂર્ણ કરી છે. મીરાબાઈ ચાનુએ સમગ્ર સ્પર્ધા દરમિયાન આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના તમામ પ્રયાસોમાં પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખતા ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો. તેમની આ સિદ્ધિ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ભારતનું રાષ્ટ્રગીત ગુંજી ઊઠ્યું, જે દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ બની.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મીરાબાઈની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેને અભિનંદન પાઠવ્યા છે. PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યુ કે મીરાભાઈ ચાનુએ ફરી એક વખત તેના અદમ્ય કૌશલ્ય અને પ્રતિભાનો પરિચય આપતા 48 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં બેક ટુ બેક આ ત્રીજો ગોલ્ડ જીત્યો અને ચોથો મેડલ દેશને અપાવ્યો છે.
Another glorious chapter in Indian Weightlifting!
The talented Mirabai Chanu once again showcased her skills at the Commonwealth Games with a stunning performance in the 48 kg category and winning Gold. With back-to-back Commonwealth Games Golds and an overall fourth CWG medal… pic.twitter.com/37IOvMXBTI
— Narendra Modi (@narendramodi) July 26, 2026
મહિલાઓની 48 કિલોગ્રામ કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ પોતાના ત્રીજા પ્રયાસમાં 85 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉપાડીને નવો કોમનવેલ્થ રેકોર્ડ પોતાના નામે કર્યો. આ પહેલાં તેમણે 82 કિલોગ્રામ વજન ઉપાડીને અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો અને ત્યારબાદ 85 કિલોગ્રામ લિફ્ટ કરીને પોતાનો જ રેકોર્ડ વધુ મજબૂત બનાવ્યો.
તેમના આ પ્રદર્શનથી સ્પષ્ટ થઈ ગયું કે તેઓ હાલમાં વિશ્વની સૌથી શ્રેષ્ઠ વેઈટલિફ્ટરોમાંની એક છે. મીરાબાઈની ટેકનિક, આત્મવિશ્વાસ અને અનુભવ સ્પર્ધા દરમિયાન સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
સતત ત્રીજો ગોલ્ડ જીત્યા બાદ મીરાબાઈ ચાનું ભાવુક જોવા મળ્યા, તેમણે તેના માતાનો આભાર વ્યક્ત કર્યો. મીડિયા સાથેની વાતચીતમાં મીરાબાઈએ જણાવ્યુ કે તેમને તેની માતાએ ઘણુ પ્રોત્સાહન આપ્યુ હતુ અને તેના કોચ વિજય સરનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યુ ગેમ્સ દરમિયાન અનેક ઈન્જરીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે ગેમ્સ હોય કે ચેમ્પ્યિનશીપમાં પરફોર્મેન્સને મેઈન્ટેન કેમ રાખવુ તે તમામ બાબતોમાં કોચે ઘણો સહયોગ કર્યો અને ડાયેટથી લઈને તમામ ચીજોનું ધ્યાન રાખ્યુ અને એ જ કારણ છે કે આજે તેઓ ભારત માટે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા છે.
Glasgow, Scotland: Mirabai Chanu gets emotional as she talks about the support from her family and coach. Mirabai Chanu won the Gold Medal in the Women’s 48kg Weightlifting event at Commonwealth Games. | TV9Gujarati#MirabaiChanu #CommonwealthGames #CWGGold #Weightlifting… pic.twitter.com/YMu9bpY25X
— Tv9 Gujarati (@tv9gujarati) July 26, 2026
Published On - 9:21 pm, Sun, 26 July 26