
ભારતના સર્વેશ કુશારેએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ઇતિહાસ રચ્યો છે. 31 વર્ષીય નેશનલ રેકોર્ડ હોલ્ડરે 2.25 મીટરના જમ્પ સાથે ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. તેજસ્વિન શંકરે ચાર વર્ષ પહેલાં બર્મિંગહામમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ સર્વેશ કુશારે આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. નોંધપાત્ર વાત એ છે કે, સર્વેશ કુશારેએ ગ્લાસગો 2026માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ડેબ્યૂ કર્યું હતું.
સર્વેશ કુશારેનો જન્મ 17 જૂન, 1995 ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દેવગાંવમાં થયો હતો. શાળાના દિવસોમાં તેના PT શિક્ષક રાવસાહેબ જાધવ દ્વારા તેને હાઈ જમ્પમાં રસ જાગ્યો હતો. તેણે હાઈ જમ્પમાં ઝડપથી નામના મેળવી. કુશારેની સફળતાનો તેના ગામના યુવાનો પર પ્રભાવ પડ્યો. તેનાથી પ્રેરિત થઈને ગામ અને આસપાસના વિસ્તારોના ડઝનબંધ યુવાનોએ હાઈ જમ્પ મારવાનું શરૂ કર્યું. તેનો ધ્યેય સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા નોકરી મેળવીને તેમના પરિવારોને મદદરૂપ થવાનો હતો.
BRILLIANT PERFORMANCE BY INDIA’S
SARVESH KUSHARE IN HIGH JUMP– Cleared 2.25m & won the Silver Medal
ONE OF THE MOST CONSISTENT ATHLETE! pic.twitter.com/pZnBPncbai
— The Khel India (@TheKhelIndia) July 27, 2026
2016 માં, સર્વેશ કુશારે ભારતીય સેનામાં જોડાયો. તેને ભારતીય સેનાની 101મી ફિલ્ડ રેજિમેન્ટમાં નાયબ સુબેદાર તરીકે કમિશન મળ્યું. આ નોકરીએ તેના જીવનમાં સ્થિરતા લાવી અને તેની રમત કૌશલ્યમાં વધુ સુધારો કરવામાં મદદ કરી.
સર્વેશ કુશારેના એથ્લેટિક્સ કારકિર્દીની વાત કરીએ તો, તેણે 2019 સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 2023 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. ગયા મહિને જ તેણે તેજસ્વિન શંકરનો 2.31 મીટરના જમ્પ સાથે આઠ વર્ષ જૂનો 2.30 મીટરનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. તેણે ડાયમંડ લીગમાં ડેબ્યૂમાં જ 2.26 મીટરનો જમ્પ કર્યો અને ત્રીજા સ્થાને રહ્યો હતો. હવે તેણે કોમનવેલ્થ ગેમ્સમાં વધુ એક ઐતિહાસિક જમ્પ સાથે દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે.
Published On - 5:24 pm, Tue, 28 July 26