Big Breaking : મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, જોફ્રા આર્ચર IPL 2023માંથી બહાર આ ખેલાડીને તક મળી

|

May 09, 2023 | 12:23 PM

IPL 2023ની મધ્યમાં મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આઈપીએલ 2023માંથી બહાર થઈ ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા તેના સ્થાને તેના દેશના ખેલાડીની પસંદગી કરવામાં આવી છે.

Big Breaking : મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, જોફ્રા આર્ચર IPL 2023માંથી બહાર આ ખેલાડીને તક મળી

Follow us on

IPL 2023ની વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઝડપી બોલર જોફ્રા આર્ચર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. મુંબઈ (Mumbai Indians)એ અત્યાર સુધીમાં 10 મેચ રમી છે અને આર્ચરે આમાંથી 5 મેચોમાં ભાગ લીધો છે. જો કે, હવે તે ઈજાના કારણે IPL 2023નો ભાગ નહીં હોય, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે તેના સ્થાનની જાહેરાત કરી દીધી છે. જોફ્રા આર્ચર ( Jofra Archer)ની જગ્યાએ તેનો સાથી ખેલાડી ક્રિસ જોર્ડન બાકીની ટુર્નામેન્ટમાં મુંબઈનો ભાગ હશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કુલ 28 આઈપીએલ મેચ રમ્યો

ક્રિસ જોર્ડને 2016માં આઈપીએલની શરૂઆત કરી હતી અને ત્યારથી તે કુલ 28 આઈપીએલ મેચ રમ્યો છે અને 27 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. ફાસ્ટ બોલરે 87 T20I મેચોમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 96 વિકેટ ઝડપી છે. ક્રિસ જોર્ડન ડેથ ઓવરના નિષ્ણાત તરીકે ઓળખાય છે અને મુંબઈ ઈન્ડિયન્સને તેના જેવા બોલરની જરૂર હતી જે ડેથ ઓવરોમાં વિકેટ લઈ શકે અને રન બચાવી શકે.

 

 

ક્રિસ જોર્ડને જોફ્રા આર્ચરનું સ્થાન લીધું

જોર્ડન 2 કરોડ રૂપિયામાં IPL 2023 માટે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો છે. જોર્ડન ઘણા સમય પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં હતો, પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. હવે આઈપીએલ અને ફ્રેન્ચાઈઝીએ જ માહિતી આપી છે કે જોર્ડન આઈપીએલમાં રમશે. MI એ માહિતી આપી છે કે ક્રિસ જોર્ડને જોફ્રા આર્ચરનું સ્થાન લીધું છે, જેની રિકવરી અને ફિટનેસ પર ECB દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

IPL 2023માં MIની સ્થિતિ

પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે ટૂર્નામેન્ટની 16મી સિઝન અત્યાર સુધી સારી રહી છે. ટીમે 10માંથી 5 મેચ જીતી છે. મુંબઈની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. જો મુંબઈ ઈન્ડિયન્સ આજે તેમની 11મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCBને હરાવશે, તો ટીમ સીધી ત્રીજા સ્થાને પહોંચી જશે, કારણ કે અત્યાર સુધી માત્ર બે ટીમોના ખાતામાં 12 કે તેથી વધુ પોઈન્ટ છે. આવી સ્થિતિમાં IPLની 54મી મેચ ખાસ બની રહેશે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

Published On - 12:07 pm, Tue, 9 May 23

Next Article