Gujarati NewsSportsBefore ipl start in surat there is mustaq ali cricket match so more than 7 seven state of india participating in the matches and there is no entry charge for common man
IPL પહેલા સુરતમાં જામ્યો છે 7 રાજ્યોની ટીમ વચ્ચે T-20 જંગ, કોઈપણ જાતની ટિકિટ વગર મળશે પ્રવેશ
આઇપીએલ મેચ શરૂ થાય તે પહેલાં સુરતના ક્રિકેટપ્રેમીઓને સુરતના આંગણે જ સ્ટાર ક્રિકેટરોને ઓન ફિલ્ડ રમતા જોવાનો લ્હાવો મળી શકશે. 21મી ફેબ્રુઆરીથી 3માર્ચ સુધી સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ અને સી.બી.પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્તાકઅલી T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે. આ મેચમાં ગુજરાત, રણજી ટ્રોફી વિદર્ભ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, બિહાર, મેઘાલયની સિનિયર પ્લેયર્સની ટીમ રમશે. […]
આઇપીએલ મેચ શરૂ થાય તે પહેલાં સુરતના ક્રિકેટપ્રેમીઓને સુરતના આંગણે જ સ્ટાર ક્રિકેટરોને ઓન ફિલ્ડ રમતા જોવાનો લ્હાવો મળી શકશે. 21મી ફેબ્રુઆરીથી 3માર્ચ સુધી સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ અને સી.બી.પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્તાકઅલી T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે.
આ મેચમાં ગુજરાત, રણજી ટ્રોફી વિદર્ભ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, બિહાર, મેઘાલયની સિનિયર પ્લેયર્સની ટીમ રમશે. આ 7 ટીમોમાં ભારતીય ક્રિકેટ ટીમ અને આઇપીએલ રમી ચૂકેલા સ્ટાર પ્લેયર્સ પણ રમવાના છે. જેમાં આર.અશ્વિન, પિયુષ ચાવલા, અક્ષર પટેલ, દિનેશ કાર્તિક, પાર્થિવ પટેલ, વોશિંગતન સુંદર જેવા ક્રિકેટરોનો સમાવેશ થાય છે. સુરતના ઇતિહાસમાં પહેલીવખત છે કે સાત રાજ્યોની સિનિયર પ્લેયર્સ સાથેની ટીમ સુરતમાં રમવા આવી છે. સુરતના ક્રિકેટ પ્રેમીઓ આ મેચ માણી શકે તે માટે તેમના માટે પ્રવેશ પણ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. 14 મેચો લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ અને 7 મેચો સી.બી.પટેલ ગ્રાઉન્ડ પર રમાશે.
આજે સીબી પટેલ ગ્રાઉન્ડ પર તમિલનાડુ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં રાજસ્થાનનો વિજય થયો હતો. જ્યારે લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે ગુજરાત અને મેઘાલયની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ગુજરાતનો વિજય થયો હતો.