સૌરવ ગાંગુલીના મોટા ભાઇની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

|

Aug 14, 2021 | 1:57 PM

નિયમિત હેલ્થ ચેકઅપ દરમિયાન જાણવા મળ્યું કે 55 વર્ષના સ્નેહાશિષને  હૃદયમાં થોડી તકલીફ છે, જે બાદ તેને એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી

સૌરવ ગાંગુલીના મોટા ભાઇની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ
Sourav Ganguly's brother Snehasish Ganguly hospitalised

Follow us on

ટીમ ઈન્ડિયાના (Team India) પૂર્વ કેપ્ટન અને BCCIનાપ્રમુખ સૌરવ ગાંગુલીના (Sourav Ganguly) મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલીની(Snehasish Ganguly) તબિયત અચાનક બગડી ગઈ. શુક્રવારે રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  સૌરવ ગાંગુલીના ભાઈ સ્નેહાશિષ બંગાળ ક્રિકેટ એસોસિએશન એટલે કે CAB ના સચિવ પણ છે.

એક રિપોર્ટ પ્રમાણે સ્નેહાશિષ ગાંગુલીને શુક્રવારે સાંજે તબિયતને લઈને ઠીક નહોતુ લાગતુ ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં સ્નેહાશિષના હૃદયની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી.  સૌરવ ગાંગુલી અત્યારે ઈંગ્લેન્ડમાં છે. તેમની પત્ની ડોના અને બીસીસીઆઈ સચિવ જય શાહ પણ તેમની સાથે ત્યાં પહોંચ્યા છે. તે લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ભારત ઈંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચ જોવા માટે ત્યાં પહોંચ્યા છે.

સૂત્રો અનુસાર, સૌરવ ગાંગુલીના મોટા ભાઈને બપોરે 1 વાગ્યાની આસપાસ કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમને તાવ પણ હતો.  હાલમાં, તે ડોકટરોની દેખરેખ હેઠળ છે અને પહેલા કરતાં સારું છે. હવે ચિંતા કરવાની કોઈ વાત નથી.  સૌરવ ગાંગુલીના ભાઈ અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CAB ના સચિવ સ્નેહાશિષ રણજી ટ્રોફીમાં બંગાળ માટે 55 મેચ રમી ચૂક્યા છે.  જેમાં તેમણે 2534 રન બનાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

આ વર્ષે જાન્યુઆરીમાં નિયમિત હેલ્થ ચેકઅપ દરમિયાન જાણવા મળ્યું કે 55 વર્ષના સ્નેહાશિષને  હૃદયમાં થોડી તકલીફ છે. જે બાદ તેને એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટીના એક સપ્તાહ બાદ સ્નેહાશિષને એન્જિયોપ્લાસ્ટી થઈ હતી.

અહેવાલ મુજબ, સૌરવ ગાંગુલીની ઇંગ્લેન્ડ મુલાકાતનો મુખ્ય હેતુ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની આગળની યોજનાઓ પર ચર્ચા કરવાનો છે, જેમનો કાર્યકાળ ICC ટી 20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થાય છે.

Next Article