AUSvsIND : ભારતીય ટીમની મદદ માટે રાહુલ દ્રવિડને ઓસ્ટ્રેલિયા મોકલોઃ વેગસરકર

|

Dec 21, 2020 | 3:03 PM

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ હાર્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમની અનેક પ્રકારની વાતો અને નબળાઈ સામે આવી રહી છે. આ અંગે ભારતના એક સમયના આધારસ્તભ સમાન બેટ્સમેન દિલીપ વેગસરકરે (Dilip Vengsarkar) કહ્યુ છે કે, બીસીસીઆઈએ (BCCI) મિસ્ટર વોલ (Mr.WALL) તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડને (Rahul Dravid) તાત્કાલિક ઓસ્ટ્રેલિયા મોકલીને ભારતીય ક્રિકેટ ટીમને મદદ કરવી જોઈએ. વિરાટ કોહલીની […]

AUSvsIND : ભારતીય ટીમની મદદ માટે રાહુલ દ્રવિડને ઓસ્ટ્રેલિયા મોકલોઃ વેગસરકર

Follow us on

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ હાર્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમની અનેક પ્રકારની વાતો અને નબળાઈ સામે આવી રહી છે. આ અંગે ભારતના એક સમયના આધારસ્તભ સમાન બેટ્સમેન દિલીપ વેગસરકરે (Dilip Vengsarkar) કહ્યુ છે કે, બીસીસીઆઈએ (BCCI) મિસ્ટર વોલ (Mr.WALL) તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડને (Rahul Dravid) તાત્કાલિક ઓસ્ટ્રેલિયા મોકલીને ભારતીય ક્રિકેટ ટીમને મદદ કરવી જોઈએ. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમને પોતાના અનુભવથી મજબૂત કરી શકે તેમ છે.

મિડીયા રિપોર્ટ મુજબ દિલીપ વેગસરકરે કહ્યુ હતું કે, રાહુલ દ્રવિડે તાકીદે ઓસ્ટ્રેલિયા જવા રવાના થવુ જોઈએ. જેથી તે 14 દિવસનો ક્વોરોન્ટાઈન સમય સમયસર પૂરો કરીને ભારતીય ક્રિકેટ ટીમને નેટ્સપ્રેકટીસમાં માર્ગદર્શન આપવા સાથે જરૂરી ટેકનિક શિખવી શકે. ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીએ શરૂ થશે ત્યા સુધીમાં રાહુલ દ્રવિડનો ક્વોરોન્ટાઈન સમય પૂરો પણ થઈ જશે.

ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓનુ માનવુ છે કે પૈટરનીટી લિવ ઉપર જઈ રહેલા વિરાટ કોહલીને કારણે ટીમની હાલત વધુ ખરાબ થશે. વિરાટ કોહલીની ગેરહાજરમાં અજકીય રહાણે કેપ્ટનશીપ કરશે. પરંતુ ટીમમાં મોહમદ શામી નહી હોય, રોહીત શર્મા પણ ટીમમાં જોડાઈ નહી શકે.આ સંજોગોમાં ભારતીય ટીમ ચારે બાજુથી મુશ્કેલીમાં આવી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટીમમાં પહેલા જ ઈશાંત શર્મા નથી. લીટર માસ્ટર સુનિલ ગાવસ્કરે (SUNIL GAVASKAR) પહેલા જ કહ્યું હતું કે, હવે ઈશાંત શર્માને ઓસ્ટ્રેલિયા મોકલવો જોઈએ. ઈશાંતને ટીમમાં સમાવવા માટે સુનિલ ગાવસ્કરે જ પહેલા કહ્યું હતું.

Next Article