CWG 2022: ટ્રિપલ જમ્પમાં એલ્ડહોસ પોલે જીત્યો ગોલ્ડ મેડલ અને અબ્દુલ્લા અબુબકરે જીત્યો સિલ્વર મેડલ

|

Aug 07, 2022 | 5:17 PM

ભારતીય એથ્લેટ એલ્ડહાસ પોલે ટ્રિપલ જમ્પમાં 17.03 મીટરની છલાંગ લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022ની ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. આ જીત સાથે ભારતનો 16મો ગોલ્ડ મેડલ પણ આવી ગયો છે.

CWG 2022: ટ્રિપલ જમ્પમાં એલ્ડહોસ પોલે જીત્યો ગોલ્ડ મેડલ અને અબ્દુલ્લા અબુબકરે જીત્યો સિલ્વર મેડલ
ldhos Paul wins gold medal

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022)માં ભારતીય ખેલાડીઓએ અજાયબીઓ કરી છે. ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં ભારતે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના એલ્ડહોસ પોલે દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારતીય એથ્લેટ અબ્દુલ્લાએ સિલ્વર મેડલ કબજે કર્યો હતો. અન્ય એક ભારતીય એથ્લેટ પ્રવીણ બ્રોન્ઝ મેડલથી ચુકી ગયો હતો. તે ચોથા નંબરે હતો.

ભારતીય એથ્લેટ એલ્ડહાસ પોલે ટ્રિપલ જમ્પમાં 17.03 મીટરની છલાંગ લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022ની ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. આ જીત સાથે ભારતનો 16મો ગોલ્ડ મેડલ પણ આવી ગયો છે.

તા દે પોલે 17.03 મીટરના જમ્પ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે જ સમયે, ભારતના બીજા એથ્લેટ અબ્દુલ્લા અબુબકર માત્ર .01 ના માર્જિનથી બીજા નંબર પર રહ્યા. અબ્દુલ્લાએ 17.02 મીટરની છલાંગ લગાવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પોલે પ્રથમ પ્રયાસમાં માત્ર 14.62 મીટર જમ્પ લગાવ્યો હતો. આ પછી, તે બીજા પ્રયાસમાં 16.30 મીટર સુધી પહોંચ્યો. ત્યારપછી પૉલે 17.03 મીટર કૂદીને બધાને ચોંકાવી દીધા હતા.

તમને જણાવી દઈએ કે પોલે 17.03 મીટરની છલાંગ લગાવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે જ સમયે, ભારતના બીજા એથ્લેટ અબ્દુલ્લા અબુબકર માત્ર .01 ના માર્જિનથી બીજા નંબર પર રહ્યા. અબ્દુલ્લાએ 17.02 મીટરની છલાંગ લગાવી હતી.

પોલે પ્રથમ પ્રયાસમાં માત્ર 14.62 મીટર જમ્પ લગાવ્યો હતો. આ પછી, તે બીજા પ્રયાસમાં 16.30 મીટર સુધી પહોંચ્યો. આ પછી પોલે 17.03 મીટર કૂદીને બધાને ચોંકાવી દીધા હતા.

અબ્દુલ્લા અબુબકરની વાત કરીએ તો તેણે ચોથા પ્રયાસ સુધી માત્ર 16.70 મીટર કૂદકો માર્યો હતો, પરંતુ પાંચમા પ્રયાસમાં આ ખેલાડી 17.02 મીટર કૂદકો લગાવીને બીજા નંબર પર પહોંચી ગયો હતો. આ રીતે અબ્દુલ્લાએ સિલ્વર મેડલ જીત્યો.

કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની ટ્રિપલ જમ્પમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મળ્યો હતો. આ સાથે જ ભારતે માત્ર બીજી વખત સિલ્વર મેડલ જીત્યો છે. મોહિન્દર સિંહ ગિલ પ્રથમ વખત 1970માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી મોહિન્દર સિંહ ગિલને 1974માં સિલ્વર મેડલ મળ્યો હતો. 2010માં રણજીત મહેશ્વરી અને 2014માં અરપિન્દર સિંહે બ્રોન્ઝ જીત્યો હતો. હવે પોલે ગોલ્ડ અને અબ્દુલ્લાએ સિલ્વર જીતીને ઈતિહાસ રચ્યો છે.

Published On - 4:36 pm, Sun, 7 August 22

Next Article