ભારત અને પાકિસ્તાનની મેચ બાદ ભારત માટે આવ્યા આ ખરાબ સમાચાર!

વિશ્વ કપમાં એક વાર ફરી ભારતે પાકિસ્તાને હરાવ્યું છે. ઈંગ્લેન્ડના માનચેસ્ટરમાં રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરીને પાકિસ્તાનને હરાવ્યું છે પણ આ જીતની સાથે ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર(Bhuvneshwar Kumar) ઈજાના કારણે મેચમાંથી બાહર થઈ ગયા હતા પણ તે હવે 2 કે 3 મેચમાં જોવા મળશે […]

ભારત અને પાકિસ્તાનની મેચ બાદ ભારત માટે આવ્યા આ ખરાબ સમાચાર!
| Updated on: Jun 17, 2019 | 5:02 AM

વિશ્વ કપમાં એક વાર ફરી ભારતે પાકિસ્તાને હરાવ્યું છે. ઈંગ્લેન્ડના માનચેસ્ટરમાં રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરીને પાકિસ્તાનને હરાવ્યું છે પણ આ જીતની સાથે ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર(Bhuvneshwar Kumar) ઈજાના કારણે મેચમાંથી બાહર થઈ ગયા હતા પણ તે હવે 2 કે 3 મેચમાં જોવા મળશે નહી.

મેચ પુરી થયા બાદ કેપ્ટન કોહલી(Virat Kohli)એ નિવેદન આપ્યું કે ભૂવનેશ્વર કુમાર(Bhuvneshwar Kumar)ને થોડી મુશ્કેલી છે. ભૂવનેશ્વર કુમાર લપસી જવાથી તેમને ઈજા પહોંચી છે તે આગામી 2 કે 3 મેચમાં ટીમમાં ભાગ નહી લઈ શકે. આ વિશ્વ કપમાં ભારતીય ટીમ માટે બીજો મોટો ઝટકો છે. પહેલા ઓપનિંગ બેટસમેન શિખર ધવન(Shikhar Dhawan) પણ હાથમાં ઈજાના કારણે ટીમની બાહર છે. તે કયારે ટીમમાં ભાગ લેશે તે હજી નક્કી થયું નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ અત્યાર સુધી 4 મેચ રમી ચૂકી છે. તેમાં 3 મેચમાં જીત મેળવી ચૂકી છે અને 1 મેચ વરસાદના લીધે રદ થઈ હતી. ભારતીય ટીમની આગામી મેચ અફગાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની ટીમ સામે છે, ત્યારે ભૂવનેશ્વર કુમારને આ 3 મેચમાં ભાગ લેવાની શક્યતા ખુબ ઓછી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાનની મેચમાં ધોનીએ બનાવ્યો માત્ર 1 રન, કોઈ કેચ કે સ્ટંપિંગ નથી કર્યુ તે છતાં ધોનીએ તોડી દીધો આ રેકોર્ડ

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]