Surendranagar: 16 વર્ષનો સુરેન્દ્રનગરનો આ ટીનેજર જુનિયર શોટગન વર્લ્ડ કપમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

|

Aug 06, 2021 | 1:59 PM

21 થી 26 જુલાઈ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી પસંદગી ટ્રાયલ્સમાં, મલિક રાજસ્થાનના વિવાન કપૂર પછી બીજા ક્રમે રહ્યો.બખ્તિયાર મલિક શોટગન(Shot Gun) વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતના પ્રથમ હશે.

Surendranagar: 16 વર્ષનો સુરેન્દ્રનગરનો આ ટીનેજર જુનિયર શોટગન વર્લ્ડ કપમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
સાંકેતિક તસ્વીર

Follow us on

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના દસાડાના રહેવાસી બખ્તિયાર મલિક (16) આ મહિનાના અંતમાં કઝાકિસ્તાનના (Kazakhstan) અલમાતી ખાતે જુનિયર શોટગન વર્લ્ડ કપ (અંડર -21) માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બનશે. 21 થી 26 જુલાઈ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી પસંદગી ટ્રાયલ્સમાં, મલિક રાજસ્થાનના વિવાન કપૂર પછી બીજા ક્રમે રહ્યો.બખ્તિયાર મલિક શોટગન(Shot Gun) વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર  છે જે ગુજરાતના પ્રથમ હશે.

ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું તે કઝાકિસ્તાનની મુસાફરી કરતી ભારતીય ટુકડીનો ભાગ હશે, બખ્તિયાર મલિક ત્રણ વર્ષથી તાલીમ લઇ રહ્યો છે. કઝાકિસ્તાનમાં અંડર -21 શોટગન વર્લ્ડ કપ અને પેરુમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે આ પ્રથમ વખત બખ્તિયારને પસંદ કરાયો છે. માનવજીત સિંઘ સિંધુ બખ્તિયારના કોચ છે.

તાલીમ માટે, મલિક દિલ્હીની મુસાફરી કરતો હતો, પરંતુ ગયા વર્ષથી, તે મોટા ભાગે તેના પરિવાર દ્વારા દસાડા ખાતે બનાવેલી શૂટિંગ રેન્જમાં છે. મલિક કહે છે અમારો હોટલનો વ્યવસાય છે. મારા પિતા એક રિસોર્ટ ચલાવે છે, રાન રાઇડર્સ.  પહેલા બે વર્ષ હું ટ્રેનિંગ માટે દિલ્હી જતો હતો પરંતુ હવે મારા પરિવારે દસાડા ખાતે ઓલિમ્પિક સ્તરનુ શૂટિંગ રેન્જ બનાવી છે, જ્યાં હું તાલીમ લઉ છું. મારા કોચ દર મહિને મને તાલીમ આપવા આવે છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આ પણ વાંચો :Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમની બ્રોન્ઝ મેડલ મેચમાં ગ્રેટ બ્રિટન સામે 4-3 થી હાર, ઐતિહાસીક મેચમાં જબરદસ્ત ટક્કર

આ પણ વાંચો :Tokyo Olympics: ભારતીય મહિલા રેસલર સિમા બિસ્લાની હાર, ટ્યુનિશીયાની રેસલર સામે 1-3 થી હાર

Next Article