vastu tips : તુલસીના સૂકા પાનનો કરો જ્યોતિષ શાસ્ત્ર મુજબનો ઉપાય, નસીબને પ્રાપ્ત થઈ શકે છે બળ

|

Jun 23, 2022 | 12:08 PM

Basil leaves jyotish upay: શું તમે જાણો છો કે સૂકા તુલસી (Basil Leaves)ના પાનથી પણ જ્યોતિષીય ઉપાય કરી શકાય છે? આ પાંદડા દ્વારા તમે ઘણા દુ:ખ દૂર કરી શકો છો. જાણો તુલસીના સૂકા પાંદડાઓથી સંબંધિત તમે કયા ઉપાયો અપનાવી શકો છો.

vastu tips : તુલસીના સૂકા પાનનો કરો જ્યોતિષ શાસ્ત્ર મુજબનો ઉપાય, નસીબને પ્રાપ્ત થઈ શકે છે બળ
Dried leaf of Basil jyotish upay

Follow us on

સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ધાર્મિક અને વૈજ્ઞાનિક એમ બંને રીતે મહત્વ ધરાવે છે. જો ધાર્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, તુલસીનો છોડ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી (Mata Laxmi worship tips) સાથે સંબંધિત માનવામાં આવે છે. આ પવિત્ર છોડની પૂજા કરવાથી આ બંને દેવતાઓ પણ પ્રસન્ન થઈ શકે છે અને તેમની કૃપા મેળવી શકાય છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ જાળવવા માટે, લોકો તુલસીનો પવિત્ર છોડ (Tulsi pan na upay) ઘરના આંગણામાં લગાવે છે. તુલસીના પાન સંબંધિત ઉપાય કરવાથી પણ વ્યક્તિ ખુશ રહી શકે છે. તમને જણાવી દઈએ કે તુલસીના પાનને સૂકવવા એ શુભ માનવામાં આવતું નથી.

ધાર્મિક કાર્યોમાં તુલસીના તાજા પાનનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના સૂકા પાનથી પણ જ્યોતિષીય ઉપાય કરી શકાય છે. સામાન્ય રીતે લોકો સૂકા પાંદડા પાણીમાં ફેંકી દે છે. આ પાંદડા દ્વારા તમે ઘણા દુ:ખ દૂર કરી શકો છો. જાણો તુલસીના સૂકા પાંદડાઓથી સંબંધિત તમે કયા ઉપાયો અપનાવી શકો છો.

ઘરમાંથી નકારાત્મકતા દૂર કરો

ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે જેથી નકારાત્મક ઉર્જા આપણાથી દૂર રહે છે. તમે તુલસીના સૂકા પાનથી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો. આ માટે તમારે સ્નાન સંબંધિત જ્યોતિષીય ઉપાયો કરવા પડશે. સ્નાન કરતા પહેલા તમારે તુલસીના સૂકા પાન લઈને પાણીમાં નાખવાના છે. આ રીતે સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે, સાથે જ આ પદ્ધતિથી ગ્રહ દોષ પણ દૂર થઈ શકે છે.

તમે 30 વર્ષના છો અને 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવા માગો છો, બસ કરો આ એક કામ
કાવ્યા મારનને લાગ્યો સૌથી મોટો ઝટકો, એક જ ઝાટકે 4000 કરોડ સ્વાહા
જે કામ સુનીલ ગાવસ્કર 30 વર્ષ સુધી ન કરી શક્યા તે હવે અજિંક્ય રહાણે કરશે
અમદાવાદના 3 સૌથી પોશ વિસ્તારો કયા છે?
દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવુ જોઈએ કે નહીં? જાણો વૈજ્ઞાનિક તથ્ય
લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 3 બાબતોનું રાખો ધ્યાન

ઝઘડા

ઘણી વખત ઘરમાં ઝઘડાનું કારણ ત્યાં હાજર દોષો હોય છે. પરસ્પર તાલમેલ હોવા છતાં નાની નાની બાબતો પર મોટા ઝઘડા થાય છે. લોકોને ખ્યાલ પણ નથી હોતો કે આની પાછળ દોષ પણ હોઈ શકે છે. જો તમે પણ ઘરમાં ઝઘડા કે વિવાદથી ભરેલું વાતાવરણ અનુભવી રહ્યા છો તો તેને દૂર કરવા માટે તુલસીના પાનનો સહારો લો. ગંગાજળને એક પાત્રમાં લો તેમાં સુકા પાન ઉમેરો ઘરમાં છંટકાવ કરો. ધ્યાનમાં રાખો કે તમારે ઘરનો એક પણ ખૂણો રહીં ન જાય.

નાણાકીય સ્થિતિ માટે

નોકરી કે ધંધામાં નફો કે પ્રગતિ જોઈતી હોય તો તેના માટે પણ સૂકા તુલસીના પાનનો ઉપાય. આ માટે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા દરમિયાન તેમને ભોગ ચઢાવતા સમયે તુલસીના સૂકા પાન પણ ચઢાવો. આ ઉપાયથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલશે અને તમે આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરો.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Next Article