Anil Ambani Kundali: એક ખ્યાતનામ જ્યોતિષ વાત કરતાં કહે છે કે જો તમારો જન્મ ધીરુભાઈ અંબાણીના ઘરે થાય છે તો આપને જીવનમાં કોઈ ખાસ સંઘર્ષ કરવો પડતો નથી. તમારુ નસીબ આપમેળે જ ખૂલી જાય છે. પરંતુ આ વાત અમૂક હદ સુધી જ સાચી થાય છે.
ન કેવળ માત્ર ધીરુભાઈ અંબાણીના ઘરે જન્મ લેવાથી પરંતુ કોઈ પણ મધ્યમ પરિવારમાં પણ જન્મ લ્યો છો નાનપણથી લઈને યુવાની સુધી તમામ સુખ સુવિધાઓ આપ મેળે જ મળી જતી હોય છે. જો કોઈ અંબાણી જેવા ધનવાન શેઠની સંપતિ માંથી આપને સંપતિનો ખાસ ભાગ મળે છે તો, ત્યાર બાદ ભાગ્ય સમાપ્ત થાય છે અને કર્મની શરૂઆત થાય છે.
આપણે ઘણા તેવા સંતાનોને જોયા છે કે જેના માં-બાપે તો જીવનમાં જોરદાર સફળતા મેળવી જ હોય છે પરંતુ આવું પુનરાવર્તન તેના સંતાનો નથી કરી શકતા. આળસુ જીવન અને બુધ્ધિ અને કર્મનો સાચો ઉપયોગ નહીં કરવાને અને મહેનતથી દૂર ભગવાને કારણે સમય આપણેને ચારે બાજુથી ઘેરી લે છે. જેનું ઉત્તમ ઉદાહરણ અનિલ અંબાણી (Anil Ambani) છે.
એક સમયે તેના ભાઈ મુકેશ અંબાણી સાથે તે ફોર્બ્સ મેગેઝીનમાં વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં સ્થાન પામ્યા હતા. મુકેશ અંબાણી પોતાના દમ પર આજે દુનિયામાં સૌથી તવંગર લોકોની યાદમાં સ્થાન જમાવી રહ્યા છે. જ્યારે અનિલ અંબાણીનું નામ ફોર્બ્સ તો શું ક્યાય પણ જોવા મળતું નથી.
ચાલો જાણીએ કે એક માત્ર ક્યાં ગ્રહના કારણે અનિલ અંબાણી આસમાન પરથી સીધા જમીન પર આવી ગયા. અનિલ અંબાણીઑ જન્મ 4 જૂન 1959ની સવારે 10 વાગેને 15મિનિટે મૂંબઈમાં થયો હતો. અને ગ્રહોની સ્થિતિ આ પ્રકારે હતી. લગ્ન-કર્ક, મંગળ, શુક્ર-કર્ક, રાહુ-કન્યા, બૃહસ્પતિ વક્રી-વૃશ્ચિક, શનિ વક્રી-ધન, કેતુ-મીન, ચંદ્ર-મેષ અને સૂર્ય, બુધ-વૃષભમાં સ્થિત છે.
મંગળ અને શુક્ર કર્ક રાશિમાં એક સાથે છે અને મંગળ નીચનું છે. જો કે, મંગળનો ભંગ બે રીતે થઈ રહ્યો છે. નંબર એક ગુરુ પાંચમાં ભાવમાં છે. તે મંગળને જુએ છે અને તેણે ત્યાં નીચભંગ રાજયોગ બનાવ્યો છે. ચંદ્ર, મંગળની રાશિ દસમા ભાવની મેષ રાશિમાં છે અને મંગળ ચંદ્રની નિશાની કર્ક રાશિમાં છે, તેથી અહીં પણ નીચભંગ રાજયોગ સંપૂર્ણ રીતે બન્યો છે. જેનું ફળ તેને બાળપણથી જ યુવાની સુધી મળી.
ત્રીજા ભાવમાં રાહુ છે જે વ્યક્તિના પરાક્રમને આકાશ સુધી પહોચાડી દે છે. એક સમયે અનિલ અંબાણી શારીરિક રૂપે મજબૂત ન હતા, અને બીજા એક સમયે પૂરી દુનિયાએ જોયું કે અનિલ અંબાણી મેરાથોનમાં ભાગ લ્યે છે અને 20 કિલોમીટર થોભ્યા વગર ચાલવું તે પણ તેના માટે એક સાધારણ બાબત હતી. મુંબઈના નરીમન પોઈન્ટ પર તેને ઘણી વાર દોડતા જોવામાં આવ્યા છે. તેની ફિટનેસની ચર્ચા ઘણી જગ્યાએ જોવા-વાંચવામાં આવી હતી.
આવા ઉમદા માણસનું પતન કોઈ નાની બાબત નથી. એક કહેવત પણ છે કે જો હાથી નીચે બેસે તો તે શું તે હાથી નથી? પરંતુ જે હાથી ચાલે છે તે ગર્વ અનુભવે છે અને તેના આગમનના અવાજથી આખો રસ્તો ખાલી થઈ જાય છે. પરંતુ બેઠેલા હાથી વિષે આવું કહી શકાય નહીં.
શનિ છઠ્ઠા ભાવમાં છે અને નોટબંધી અથવા નાદારીને કારણે દેશ વિદેશની અનેક અદાલતોમાં પણ તેની સામે કેસ ચાલે છે.
શનિનું છઠ્ઠા ભાવમાં રહેવું એક રીતે સંકટ મોચનનું પણ કામ કરે છે. ક્યારેક ક્યારેક માઁ અને ભાઈ મુકેશ અંબાણીએ તેને (અનિલને) જેલ થવાથી પણ બચાવ્યા છે.
શનિની આ કૃપા તો તેના પર બની રહેશે અને કોઈને કોઈ તેને બચાવા માટે જરૂર આગળ આવતા રહેશે. આ કર્યા સરકાર પણ કરી શકે છે અને સરકારે આ કાર્ય પણ કર્યું છે. રાફેલની ખરીદી માટે અને તેની દેખરેખ માટે તેની કંપનીને નિયુક્ત કરી હતી. જો કે તેને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. જો કે, તેમ છતાં શનિનો પ્રભાવ બન્યો રહેશે. સૂર્ય,બુધ એકાદશ ભાવમાં છે. અને બુધાદિત્ય રાજયોગ બનાવે છે. 11માં ભાવે જો રાજયોગ હોય તો વ્યક્તિ અપાર સંપતિ પણ મેળવી શકે છે.
આપણો પ્રશ્ને એ છે કે આ કુંડળીમાં પતન કરનારો તે ક્યો ગ્રહ છે? જ્યોતિષીનું માનવું છે કે કુંડળીમાં માત્ર એકજ ગ્રહ તમારી સફળતા અને પતન માટે જવાબદાર હોય છે. બૃહસ્પતિની દશા 2003થી લઈને 2019 સુધી ચાલી અને આ દરમ્યાન તેનું ભારે અપમાન થયું અને ઘોર પતન થયું.
2003થી અનિલ અંબાણીની માહન યાત્રા શરૂ થઈ છે. મુકેશ અંબાણી કરતાં અનિલ વધુ ચર્ચામાં રહ્યા. તેને ઘણા કામ શરૂ કર્યા તેમના ઘણા કામ હજુ પણ ચાલી રહ્યા છે. પરંતુ તેના પર દેણું દિવસે ને દિવસે વધતું જાય છે. ઇલેક્ટ્રિસિટી ના ક્ષેત્રમાં પણ તે આવ્યા અને તે સમયે તે ઘણા ક્રાંતિકારી માનવમાં આવ્યા હતા.
આ દેશમાં કોઈ પણ ઘણી વ્યક્તિ પોતાની સંપતિના દમ પર રાજ્યસભાની સીટ પણ મેળવી લે છે અને અનિલ અંબાણી પણ કોઈ પાર્ટી તરફથી રાજ્ય સભાના સભ્ય પણ બની ગયા. પરંતુ તેને અધવચ્ચેથી રાજીનામું આપી દીધું અને અને કેટલીક રાજકીય પાર્ટી સાથે દુશ્મની વહોરી લીધી.
પ્રશ્ને એ થાય છે કે બૃહસ્પતિની મહાદશા જે પાંચમા ભાવમાં સ્થિત છે અને સૂર્ય, બુધથી દ્રષ્ટિ સંયોગ બનાવી રાખવા છતાં તેનું પતન કેમ થયું ? જ્યારે કર્ક લગ્ન માટે બૃહસ્પતિને શુભ માનવમાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રની માન્યતા છે કે જો કુંડળીણો મેજિકલ ગ્રહ જ ખરાબ થઈ જાય તો પછી મહાન કુંડળીઓ પણ ધૂળ-ધાણી થઈ જાય છે.
અગાઉ સમજાવ્યા મુજબ ગુરુ અને ચંદ્રએ મંગળને વિખૂટા કરીને રાજયોગની સ્થાપના કરી હતી અને તેઓ ગુરુની મહાદશામાં પડ્યા હતા કારણ કે આ દશામાં તેમના મોટાભાગના નિર્ણયો ભાઈ સાથેના મતભેદની જેમ ખોટા પડ્યા હતા પછી અલગ થયા હતા. રાજકારણમાં જવું એ પણ તેમનો ખોટો નિર્ણય હતો. ડિસ્પોઝિટર અહીં નકારાત્મક ગ્રહ છે અને જે પોતે નવમસામાં જઇને શક્તિવિહીન અથવા નબળું પડે છે, તો વ્યક્તિનું પતન નક્કી છે.
એક ઉદાહરણ તરીકે જોઈએ, ધારો કે તમારી પાસે એક મિત્ર છે જે એક કરોડપતિ છે જે તમારા માટે કંઇપણ કરવા તૈયાર છે અને તમે કંઈ નહીં કરવાનું ધરી લીધું છે. એટલે કે, તમે તેની સંપત્તિ અને વૈભવમાં સંપૂર્ણ આનંદ લઈ રહ્યા છો અને તે વ્યક્તિને કોઈ સમસ્યા નથી અને તે તમારા માટે બધી સુવિધાઓ આપવા માટે તૈયાર છે. પરંતુ જો તે મિત્રનું જ ધનોતપનોત થઈ જાય તો આ બધી સુખ-સુવિધા અને વૈભવ કઈ રીતે માણશો ?
ચાલો હવે જન્માક્ષરમાંથી સમજીએ કે, મંગળનું નીચભંગ તો ચંદ્રએ કરી દીધું અને ચંદ્ર સ્વયં નવમાંશ કુંડળીમાં નીચ નો થઈ ગયો અને તે પણ કેતુ સાથે, જેના કારણે મન અને બુદ્ધિ દ્વારા ખોટા નિર્ણય લેવામાં આવ્યા હતા અને ગુરુની દશાએ અનિલ અંબાણીને બરબાદ કરી નાખ્યા હતા. અહીં પતન કરનારો એક માત્ર ગ્રહ લગનેશ એટલે કે ચંદ્ર છે.
આ પણ વાંચો: Benifits of Rose water: ત્વચા અને વાળની સંભાળ માટે ગુલાબજળના 10 આશ્ચર્યજનક ફાયદા
Published On - 12:47 pm, Mon, 19 July 21