આ લેખિકાએ પદ્મશ્રી લેવાનો કર્યો ઇનકાર, એક દિગ્ગજ રાજનેતાના પુત્રી અને એક CMના બહેન છે, મોદીએ 90 મિનિટ સુધી કરી હતી વાત, છતાં નકાર્યો પદ્મશ્રી, જાણો કેમ ?

|

Jan 26, 2019 | 6:28 AM

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે 112 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી કે જેમાં જાણીતા લેખિકા ગીતા મેહતાનું નામ પણ હતું, પરંતુ ગીતા મહેતાએ પદ્મશ્રી સન્માન લેવાનો ઇનકાર કરી દિધો છે. ન્યૂયૉર્કથી જાહેર કરાયેલા એક પ્રેસ નિવેદનમાં ગીતા મહેતાએ કહ્યું, ‘હું ભારત સરકારની બહુ આભારી છું કે તેમણે મને પદ્મશ્રીને યોગ્ય સમજી, પણ બહુ અફસોસ […]

આ લેખિકાએ પદ્મશ્રી લેવાનો કર્યો ઇનકાર, એક દિગ્ગજ રાજનેતાના પુત્રી અને એક CMના બહેન છે, મોદીએ 90 મિનિટ સુધી કરી હતી વાત, છતાં નકાર્યો પદ્મશ્રી, જાણો કેમ ?

Follow us on

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે 112 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી કે જેમાં જાણીતા લેખિકા ગીતા મેહતાનું નામ પણ હતું, પરંતુ ગીતા મહેતાએ પદ્મશ્રી સન્માન લેવાનો ઇનકાર કરી દિધો છે.

ન્યૂયૉર્કથી જાહેર કરાયેલા એક પ્રેસ નિવેદનમાં ગીતા મહેતાએ કહ્યું, ‘હું ભારત સરકારની બહુ આભારી છું કે તેમણે મને પદ્મશ્રીને યોગ્ય સમજી, પણ બહુ અફસોસ સાથે મને લાગે છે કે મારે આ સ્વીકાર કરવો જોઇએ નહીં, કારણ કે સામાન્ય ચૂંટણીઓ આવવાની છે અને એવામાં ઍવૉર્ડ લેવાથી ગેરસમજણ ઊભી થઈ શકે છે. તેનાથી સરકાર અને મારે ક્ષોભનો સામનો કરવો પડી શકે છે અને મને તેનો પસ્તાવો થશે.’

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગીતા મહેતાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રની શ્રેણીમાં પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતાં.

કોણ છે ગીતા મહેતા ?

ગૃહ મંત્રાલયની પ્રેસનોટમાં ગીતા મહેતાને વિદેશી તરીકે વર્ગીકૃત કરાયા છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ ભારતીય નાગરિક છે અને તેમની પાસે ભારતીય પાસપોર્ટ છે.

ગીતા મહેતા ભારતીય રાજકારણના દિગ્ગજ સ્વર્ગસ્થ બીજૂ પટનાયકના પુત્ર અને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયનકના મોટા બહેન છે. ગીતા મહેતા વિખ્યાત પબ્લિશિંગ હાઉસ ઑલ્ફ્રેડ ઍ નોફના ચીફ સોની મેહતાના પત્ની છે.

ગીતા મહેતાએ 1979માં કર્મ કોલા, 1989માં રાજ, 1993માં ઍ રિવર સૂત્ર, 1997માં સ્નેક્સ એંડ લૅડર્સ : ગિલમ્પસિસ ઑફ મૉડર્ન ઇંડિયા અને 2006માં ઇંટરનલ ગણેશ : ફ્રૉમ બર્થ ટૂ રીબર્થ જેવા પુસ્તકો લખ્યા છે.

તેમણે 14 ડૉક્યુમેંટ્રીઓનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું છે. એનડીટીવીના રિપોર્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદ્મશ્રી સન્માન માટે ગીતા મહેતાના નામની પસંદગી કરતા પહેલા ગીતા મહેતા અને તેમના પતિ સાથે 90 મિનિટ વાતચીત કરી હતી.

76 વર્ષીય ગીતા મહેતા ઓડિશાના પૂર્વ મુખ્યપ્રધાન બીજૂ પટનાયક અને તેમના પત્ની જ્ઞાન પટનાયકના ત્રણ સંતાનો (પ્રેમ, ગીતા અને નવીન)માંથી એક છે.

[yop_poll id=817]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:27 am, Sat, 26 January 19

Next Article