
મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવા મુદ્દે વિપુલ ચૌધરીએ કરેલી અરજી પર શુક્રવારે ચુકાદો આવશે. ઉમેદવારી ફોર્મ ભરવા દેવાની મંજૂરી માટે વિપુલ ચૌધરીએ કરેલી અરજી પર અમદાવાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. અને કોર્ટે આવતીકાલ પર ચુકાદો અનામત રાખ્યો છે. આવતીકાલે એ સ્પષ્ટ થઈ જશે કે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકશે કે નહીં. વિપુલ ચૌધરીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે કે રિમાન્ડ દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવા દેવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ સરકારે તેની સામે વાંધો ઉઠાવ્યો છે. મહત્વનું છે કે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 20 ડિસેમ્બર છે.