Assembly Elections Date 2021 પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ, આસામ, પોડુચેરી વિધાનસભાની ચૂંટણીની આજે થઈ શકે છે જાહેરાત

|

Feb 26, 2021 | 12:31 PM

2021 Assembly Elections Date આજે સાંજે કેન્દ્રીય ચૂંટણી પંચ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ,આસામ અને પોડુચેરી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે.

કેન્દ્રીય ચૂટણી પંચ (Election Commission) આજે સાંજે પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ, આસામ અને પોડુચેરી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચે (Election Commission) આજે સાંજે 4.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જેમાં પંચ, ચૂંટણીની જાહેરાત કરી શકે છે. મોટાભાગે આગામી એપ્રિલ અને મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. કોરોનાકાળમાં પહેલીવાર એક સાથે પાંચ રાજ્યોની ચૂટણીની જાહેરાત કરાય તેવી પૂરેપૂરી સંભાવના છે. કોરોનાકાળને લઈને ચૂંટણી પંચ અલાયદી માર્ગદર્શિકા જાહેર કરી શકે છે.
તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાંચ રાજ્યોની ચૂંટણીને ધ્યાને લઈને કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળ (CRPF) સીમા સુરક્ષા દળ (BSF) ભારત ટિબ્બત સીમા પોલીસ (ITBP) અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) સહીત અન્ય સુરક્ષાદળની કુલ 250 કંપનીને તૈયાર રહેવા સુચના આપેલી છે. આ ઉપરાંત વધુ 75 કંપનીઓ પણ તૈયાર રખાઈ છે. જે જરૂર પડ્યે જે તે પ્રદેશમાં મોકલી શકાય.

Next Video