Amreli : વડિયાના મતદારો કેમ નારાજ ? નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો

|

Jan 30, 2021 | 7:42 PM

Amerli : પહેલા વિકાસ.. પછી જ મત. અમરેલીના વડિયાના મતદારોનો આ રોષ છે.

Amerli: પહેલા વિકાસ.. પછી જ મત. અમરેલીના વડિયાના મતદારોનો આ રોષ છે. વડિયાના સારંગપુર ગામમાં બસ સ્ટેન્ડ સહિતના સ્થળો પર પોસ્ટર લગાવીને નેતાઓને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. કોઈપણ પક્ષના નેતાઓને ગામમાં ન પ્રવેશવા માટે સૂચના મારી દેવાઈ છે. 1200ની આસપાસ વસ્તી ધરાવતા આ ગામને જોડતા તમામ રસ્તા બિસ્માર છે. જેના કારણે ગ્રામજનો પરેશાન છે. કોઈ મહિલાની ડિલિવરી હોય કે અન્ય મેડિકલ ઈમર્જન્સી હોય, ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા 10 વર્ષથી રસ્તાની હાલત ઉબડ-ખાબડ છે. જે અંગે અનેક વાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જાહેરમાં બેનર્સ લગાવીને બહિષ્કાર કર્યો છે.

એક તરફ લોકો પરેશાન છે, ભૂતકાળના એકપણ વાયદા પાળ્યા નથી. તેમ છતાં હજુ પણ નેતાઓ વાયદાઓ કરવામાં જ મસ્ત છે. તાલુકા ભાજપ પ્રમુખનું કહેવું છે કે રસ્તો મંજૂર થઈ ગયો છે, પણ આચારસંહિતા હોવાથી હાલ કામ થઈ શકે તેમ નથી. ચૂંટણી પછી રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવશે.

 

Next Video