ચૂંટણીપંચનો મહત્વનો નિર્ણય, 65 વર્ષથી મોટી ઉંમરના મતદારો કરી શકશે પોસ્ટલ બેલેટથી મતદાન

|

Jul 02, 2020 | 1:52 PM

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે મોટો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસના સંક્રમણના ભય વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 65 વર્ષથી મોટી ઉમરના મતદાર અને કોરોના પોઝીટીવ થયેલ દર્દી રૂબરૂ મતદાન મથકે જઈને મતદાન કરવાને બદલે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. અત્યાર સુધી પોસ્ટલ બેલેટથી એવા લોકો જ મતદાન કરી શકતા હતા કે જેઓ ચૂંટણી […]

ચૂંટણીપંચનો મહત્વનો નિર્ણય, 65 વર્ષથી મોટી ઉંમરના મતદારો કરી શકશે પોસ્ટલ બેલેટથી મતદાન

Follow us on

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે મોટો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસના સંક્રમણના ભય વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 65 વર્ષથી મોટી ઉમરના મતદાર અને કોરોના પોઝીટીવ થયેલ દર્દી રૂબરૂ મતદાન મથકે જઈને મતદાન કરવાને બદલે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. અત્યાર સુધી પોસ્ટલ બેલેટથી એવા લોકો જ મતદાન કરી શકતા હતા કે જેઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય. કેન્દ્રીય ચૂંટણીપંચના આ નિર્ણયનો અમલ આવનારી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી ઉપરાંત બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં થઈ શકશે. ગયા વર્ષે ચૂટણીપંચે મતદાનની ટકાવારી વધારવા માટે 80 વર્ષથી મોટી ઉમરના મતદારો અને દિવ્યાંગ મતદારો રૂબરૂ મતદાન મથકે જવાને બદલે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી સુધારાત્મક જોગવાઈ કરી હતી.

Next Article